Safar – સફર ( ભાગ -14 ) Gujarati Book
Safar-(Part-14) Gujarati Book
થોડા દિવસો પેહલા મારુ જીવન એકદમ શાંત ચાલી રહ્યુ હતુ, પણ અચાનક એક કોલ આવ્યો ને મારૂ આ શાંત જીવન એક મૂવી ની કહાની જેવુ બની ગયુ. આરતી ના એ એક કોલ વે મારા જીવન મા જાણે એક રોમાંચ ભરી દીધો. એ કોલ જેનુ મુખ્ય કારણ મારી અને સ્નેહા વચ્ચે ની પ્રોબ્લેમ, જે ઘણા સમય થી ચાલતી હતી એને દૂર કરવાનુ હતુ. પણ એ કોલ અમને બંને ને નજીક લાવી દેશે કોને ખબર હતી.
આરતી નો એ કોલ 3-4 દિવસ સુધી આવ્યો અને પછી અચાનક બંધ થઈ ગયો, શુ કામ બંધ થઈ ગયો ? એ તો બસ આરતી જ જાણે. પણ એ કોલ બંધ થયા પછી, એ વાતચીત બંધ થયા પછી, એ આજે અત્યારે અચાનક મારી નજર સામે આવી ગઈ. એ પણ અહીંયા આ નવા શહેર મા જ્યા હુ સ્નેહા ને મનાવવા અને એના બર્થડે ને ખાસ બનાવવા માટે આવ્યો છુ. હા એ વાત અલગ છે કે અહી આવવાનો આઈડિયા આરતી એજ મને આપેલો પણ એ આઈડિયા આપીને એજ ગાયબ થઈ ગઈ અને ડાયરેક્ટ અત્યારે સામે આવી રહી છે.
હજુ તો સ્નેહા ને મળવાનુ એને મનાવવાનુ પણ બાકી છે, ખબર નહિ કઈ રીતે હુ ફેસ કરીશ એને. આટલા વર્ષો મા આટલા દિવસો ક્યારેય નહિ થયા કે અમે વાત ના કરી હોય. હા એને મનાવવી થોડી અઘરી તો રેશે પણ હૂ સંભાળી લઈશ. હજુ એનુ બર્થડે નુ પ્લાનિંગ પણ બાકી છે, એ પણ મારે આરતી જોડે વાતચીત કરીને નક્કી કરવું જોશે. સ્નેહા નો સામનો કરતા પેહલા આ જે ડબલ સરપ્રાઈઝ મારી સામે ઉભુ છે એને સંભાળવુ પણ કાઈ સહેલુ તો નથી 🙂
આરતી એ આપેલી ગિફ્ટ ને મે સ્વીકારી તો લીધી પણ એ ગિફ્ટ ને સ્વીકાર્યા પછી જે થયુ એ મારા વિચાર ની બાર હતુ…
“શું હુ તને એક વાત પૂછી શકુ..?” આરતી એ એની નજર ને જુકાવિને પૂછ્યુ અને હુ તો એને શું ના પાડવાનો હતો, હા મન મા એમ થતુ તો ખરા કે ખબર નહિ આ છોકરી હવે શુ નવુ લઈને આવી હશે, પણ આખરે મે એને પૂછવાની પરમિશન આપી દીધી.
“મે તને આટલો હેરાન કર્યો, તને આટલા દિવસ કોલ ના કર્યો, અહી પણ અચાનક તારી સામે આવી ગઈ અને અહી આવીને પણ મારીજ વાતો કરું છુ. તો શું તને મારા પર ગુસ્સો ના આવ્યો ? મારી કોઈ વાત નુ ખોટુ ના લાગ્યુ તને ? જે પણ હોય સાચો જવાબ આપજે” આરતી એ એના દિલ ના અંદર ખાને રહેલી બધી વાત મારી સામે કરી દીધી. એનો હૃદય નો બોજ આજે હલ્કો થઈ ગયો હશે આ બધુ મને જણાવીને.
એની વાત સાંભળ્યા પછી ગયા વખત ની ભૂલ ને હૂ ફરી રિપિટ કરવા નતો માંગતો, ગયા વખત ના જવાબ મા જે લાગણીઓ છૂપાવી એનુજ કારણ છે કે અમે અત્યારે આવી રીતે અહી વાત કરી રહ્યા છે. બસ એટલેજ મે મારા મન મા ચાલી રહેલી બધી વાત ને એની સામે રાખવાની કોશિશ કરી.
“ગુસ્સે તો નહી કવ પણ હા જ્યારે તુ આપણે છેલ્લે કોલ મા વાત થઈ ત્યારે ફોન મુકીને નીકળી ગઈ હતી ત્યારે ખોટુ તો લાગ્યુ હતુ. પણ એના પછી એવુ કઈ નતુ મારા મન મા, આજે તુ અચાનક સામે આવી ગઈ તો થોડી વાર માટે મને શોક તો લાગ્યો. પણ થોડા સમય પછી એ વાતની ખુશી પણ હતી કે હા, હવે ફાઇનલી તુ આવી ગઇ છો તો હવે આગળ નો પ્લાનિંગ મારા માટે પણ સહેલો રેશે” મે જવાબ આપ્યો.
કેહવુ તો ઘણુ હતુ પણ બધુ કહી ના શક્યો, શાયદ આ લાગણીઓને શબ્દો મળતા વાર લાગે છે. મારા જવાબ ની અસર એના ચેહરા પર નજર આવતી હતી, એ બસ મારી સામે તાકીને જોઈ રહી હતી ને હુ, એની નજર થી ભાગતો હતો. મારા જવાબ પછીનુ મૌન આ ધબકારા ને વધારતુ હતુ, એક વાર માટે એમ પણ થયુ કે ક્યાંક મે કઈ ખોટુ તો નહી કીધુ ને ? પણ હવે એવુ વિચારીને કોઈ ફાયદો ના હતો. જે કહેવાનુ હતુ, જે થવાનુ હતુ એ બધુ થઈ ગયુ હતુ.
“આકાશ તુ આ ગિફ્ટ ને હવે ખોલી શકે છો, તારે આજ રાત સુધી રાહ જોવાની જરૂર નથી” આરતી એ મારી સામે નજર મિલાવીને કહ્યુ.
આકાશ એ નામ ફરી મારા કાન મા ગુંજ્યુ, એના અવાજ મા એક લાગણી એક ભાવ વર્તાતો હતો, એના આ શબ્દો ને આ ભાવ સામે હુ કઈ બીજુ બોલી જ ના શક્યો.
મે ગિફ્ટ ને હાથ મા લીધુ ને ઓપન કરવાનુ શરૂ કર્યું. આરતી ની નજર મારી સામેજ હતી જાણે એ પણ કહેવા તો ઘણુ માંગતી હતી, પણ શાયદ એ પણ બધુ કહી ના શકી. ફાઈનલી મે ગિફ્ટ ને ઓપન કર્યું ને એને ઓપન કરતાની સાથેજ એમા રહેલી બે વસ્તુ મને દેખાઈ. એક વોચ (ઘડિયાળ) અને એની સાથે રહેલો એક લેટર (પત્ર)..
એક ગિફ્ટ જેને તને એની કિંમત થી તો ના તોલી શકો. એની સાચી કિંમત તો એમા છૂપાયેલા ભાવ ની છે, એ લાગણીઓ ની છે જે તમારા માટે કંઇક સ્પેશિયલ કરવા માંગતી હોય, જે તમને કંઇક ખાસ માનતી હોય. આ આરતી એ મને આપેલી પેહલી ગિફ્ટ હતી, અને એ ગિફ્ટ ને જોયા પછી મને એહસાસ થયો કે આરતી અત્યાર સુધી શુ કેહવા માંગતી હતી.
સમય ક્યાંક ને ક્યાંક અમારી જોડે જોડાયેલો હતો. પેહલા ફક્ત પાંચ મિનિટ માટે આવ્યો, ત્યારે સમય ની કમી લાગતી હતી. ને બસ એક દિવસ ના એ મૌન મા એ પાંચ મિનિટ પણ વધુ લાગવા લાગી. એ વખતે એ સમયસર હાજરી ના આપી શકી બસ એટલે એને એ વોચ ની જરૂર હતી, પણ એ આ વોચ મને ગિફ્ટ મા આપી રહી હતી. ઘડિયાળ નુ ગણિત તો મને સમજાય ગયુ હતુ પણ આ લેટર વિશે મને કોઈજ આઈડિયા ના હતો, કે એ લેટર મા શું લખેલુ છે. પણ એને જાણવા ની ચાહના સમય ની સાથે બસ વધતી જ જતી હતી.
મારા ગિફ્ટ ને ઓપન કર્યા પછી આરતી ની આંખો મારે સામે એવી રીતે જોઈ રહી હતી જાણે એને કોઈ જવાબ ની રાહ નો હોય. એનો એ ભાવ એની આંખો માં સ્પષ્ટ દેખાતો હતો, કે એ જાણવા માટે કેટલી ઉત્સુક હતી કે આ ગિફ્ટ મને કેવુ લાગ્યુ. બસ એટલેજ એ મારા જવાબ ની રાહ ના જોઈ શકી અને એણે જ સામેથી પૂછી લીધુ.
“તો કેવુ લાગ્યુ તને આ ગિફ્ટ” ??
Safar ક્રમશઃ…
- આજે જ જોડાવ અમારી Whatsapp ચેનલ સાથે અને મેળવો He Tells ની બધી અપડેટ સૌથી પેહલા.