“SAFAR – સફર” ( ભાગ -1 ) Gujarati Book

SAFAR: સફર ની શરૂઆત

SAFAR.. શું એક સફર મા હંમેશા મંઝિલ મળવી જરૂરી છે ? અને એમા પણ જો એ સફર પ્રેમ ની હોય તો ?  જેવી રીતે બધી સફર મંઝિલ સુધી પહોચે એવુ જરૂરી નથી બસ એવીજ રીતે, હર એક પ્રેમ કહાની એની મંઝિલ સુધી પહોચે એ પણ જરૂરી તો  નથી. જરૂરી એ છે કે એ સફર મા જે પણ ચાલી રહ્યું છે એને માણવુ, એ એક એક પળ ને યાદગાર બનાવીને જીવવી.

પેલુ કહેવાય ને “સફર ખુબસુરત હે મંઝિલ સે ભી” બસ એવુજ કઈંક. પણ આપણુ  આ દિલ છે ને, એ શાયદ આ વાત ને માનવા માટે તૈયાર નથી થતુ, એ પ્રેમ મા હાર સ્વીકારી નહિ સકતુ. પ્રેમ ની આ સફર મા જો આ દિલ ને મંઝિલ ના મળે તો એ સાવ તૂટી જાય છે અને એને ફરી ભેગુ કરવામા ક્યારેક એક જન્મ પણ ટૂંકો પડે છે.  

પ્રેમ.. કેટલો મસ્ત શબ્દ છે નય ! જેટલો સારો શબ્દ એથી ઊંડો પણ એનો અર્થ. પ્રેમ એક લાગણી એક ભાવ, જેમા તરવા નુ તો ક્યારેય હોયજ નહિ બસ ડૂબવાનુ જ હોય છે. એક એવી લાગણી જેનાથી તમે ક્યારેય દૂર રહી જ ન શકો, ક્યાંક ને ક્યાંક – કોઈક ને કોઈક જગ્યાએ એ તમને જકડી જ લે છે. 

પ્રેમ થવો જેટલો સેહલો છે એથી અઘરો છે એને મેળવવો અને એ જ્યારે મળી જાય ત્યારે એથી પણ અઘરું છે એને મંઝિલ સુધી લઈ જવો. પણ સાલિ કિસ્મત એવી છે ને કે પ્રેમ થાય તો મળતો નથી ને મળે તો મંઝિલ સુધી ક્યાં પહોચેજ છે. આટલી ખરાબ કિસ્મત છે પ્રેમ ની. 

"SAFAR - સફર" ( ભાગ -1 ) Gujarati Novel
“SAFAR – સફર” ( ભાગ -1 ) Gujarati Novel (Image Credit – Pintrest) “SAFAR”

તમને એવુ થતુ હશે ને કે શું આ ક્યારનો પ્રેમ પ્રેમ કરે છે ? પણ સાચુ કહું તો આ કહાની જ પ્રેમ ની છે. પ્રેમ બધાની જેમ મને પણ થયો, કંઇક વધારે જ થયો. એ આવી મારી સામે ને બસ હુ એમા ખોવાવા જ લાગ્યો. સપના થી પણ સુંદર એક એવી લાગણી જેમા તમે ખુલી આંખે સપના જોવા લાગો છો. 

હૂ પણ જોવા લાગ્યો એની જોડે હરવા ના ફરવા ના, રેહવાના અને ઘણા બધા, પણ જો સપના બધાના પૂરા થતા જ હોત તો દુનિયા મા કોઈ ને કઈ તકલીફ હોત જ નહી. પ્રેમ થયો પણ ખરી, મળ્યો પણ ખરી ને ગુમાવ્યો ? એ તો સમય જ કહેશે. 

આજે 1 વર્સ 4 મહિના અને 14 દિવસ થયા એનાથી દુર થયો એને, ને હુ હજુ પણ એના વિશેજ વિચારું છુ. હજુ પણ આવે છે એ મારા સપના મા એવિજ રીતે જેવી રીતે પેહલા આવતી હતી. ને હજુ પણ હુ એને એજ રીતે ગળે લગાવુ છું. શુ આ બધા વિચારો નો અંત આવશે ક્યારેય ? કે પછી હુ એનો અંત ક્યારેય લાવવા જ નય માંગતો ?  

ખબર નહિ, પણ શુ કરું યાર એ હતીજ એવી એને એક વાર મળ્યા પછી તમે એને ભૂલી જ ના શકો. આજે પણ એનુ નામ સાંભળીને આ મન એકદમ શાંત થઈ જાય છે. એના નામ માજ એક સૂકુન છે, શાંતિ છે ને સાદગી છે. શુ તમને ખબર છે કે એનુ નામ શું છે ? 

"SAFAR - સફર" ( ભાગ -1 ) Gujarati Novel
“SAFAR – સફર” ( ભાગ -1 ) Gujarati Novel (Image Credit – Pintrest) “SAFAR”

આરતી… આરતી છે એનુ નામ. છે ને એકદમ શાંતિ, સૂકુન અને સાદગી વાળુ નામ. એનુ નામ સાંભળતા જ એક હાશકારા નો અનુભવ થાય છે. જ્યારે કોઈ વ્યક્તિ તમારી આજુ – બાજુ ના હોય તો પણ તમે એને મહેશુશ કરી શકો ને, તો સમજજો કે એ એનો એક અંશ ક્યાંક ને ક્યાંક તમારા મા છોડી ને ગયુ છે. 

એની એ મહેક, એના અવાજ ની એ મીઠાશ, સાદગી થી સજ્જ એનો એ લીબાઝ જાણે એને બધાથી કંઇક અલગ જ ના તારવતુ હોય એવુ લાગે છે. આમ શાંત પણ એક વાર એ બોલવાનુ ચાલુ કરે તો તમે એને ચૂપ ના કરાવી શકો. બસ એના માટે બીજુ એટલુજ કઈશ કે… 

“સાદગી થી સજ્જ અને એના અવાજ મા એક મીઠાશ છે, 

આવી તો હતી અજાણ બની ને, પણ હવે એ ખાસ છે.” 

એ ખાસ વ્યક્તિ મારા જીવન મા એવુ આવ્યુ જાણે પાનખર મા વસંત ના ચાલી આવતી હોય, ને એની એક અલગ જ છાપ છોડી ગયુ. કેહવાય ને કે પેલો પ્રેમ બવ ખાસ હોય છે, એ તમને બધી રીતે બદલી નાખે છે, ને તમે બદલવા પણ ખુશી ખુશી તૈયાર થય જાવ છો. પ્રેમ ના રંગ જ્યારે ચડતા હોય છે ત્યારે ક્યા સાચા ખોટા ની ખબર જ હોય છે, એ તો બસ ચડતા જ જાય છે ને તમે એના રંગ મા રંગાતા જ જાવ છો. 

પેહલા પ્રેમ ના પેહલા અનુભવ ની અનુભૂતિ શબ્દો મા તો કઈ રીતે કહી શકાય, એને તો બસ માણી શકાય એજ સમયે જ્યારે તમે એમા ડૂબેલા હોવ. એ પેહલો મેસેજ, પેહલો કોલ, પેહલી વાર મળવુ, પેહલી વાર આંખ મળવી ને બસ શરમાય જવુ, પેહલી વાર હાથ પકડવો, પેહલી વાર ગળે મળવુ ને પેહલી… મારા ખ્યાલ થી હવે મારે વધારે કેહવાની જરૂર નથી. 

"SAFAR - સફર" ( ભાગ -1 ) Gujarati Novel
“SAFAR – સફર” ( ભાગ -1 ) Gujarati Novel “SAFAR”

આરતી બવ ઓછા સમય મા મારા માટે ઘણુ બધુ બની ગય. પણ આ બધાની શરૂઆત કઇ રીતે થય, કઈ રીતે આવી એ મારા જીવન મા, કઈ રીતે એ મળી મને, કઈ રીતે એટલી ખાસ બની ગઈ મારા માટે, ને શુકામ મને એની જોડે જ પ્રેમ થયો. સવાલો ઘણા છે ને, ઘણા સવાલો એવા પણ છે જેનો જવાબ હુ પણ હજુ શોધુ છુ. આ બધા પ્રશ્નો ના જવાબ માટે થોડા વર્ષો પાછળ જવુ પડશે, 10 વર્ષ. 

10 વર્ષ થઈ ગયા આ બધી વાતને પણ એના નિશાન હજુ એવાજ છે. 10 વર્ષ બવ લાંબો સમય, કાલે બપોરે જમેલુ આજે રાત આવતા આવતા ભૂલાય જાય છે પણ આ તો પ્રેમ છે ને દોસ્ત, એ એમ કાઈ થોડો ભૂલાય. 10 વર્ષ પેહલા કંઇક એવુ બન્યુ જેણે ઘણુ બધુ બદલી નાખ્યુ. 

ક્રમશઃ..


  • Join Our Channel On Whatsapp and Telegram For Daily Updates

Click Here To Join Whatsapp Channel

1 thought on ““SAFAR – સફર” ( ભાગ -1 ) Gujarati Book”

Leave a Reply