Safar – સફર ( ભાગ -16 ) Gujarati Book
Safar-(Part-16) Gujarati Book
“તો શું ખાઈશ તુ” આરતી એ પૂછ્યુ.
“હું તો બસ ખાલી ચા પીશ, બાકી નાસ્તા માટે તો મમ્મી એ આપેલા થેપલા છે મારા બેગ મા” મે કહ્યુ.
“તો એક કામ કરીયે અહીં થી ચા પાર્સલ કરાવી લઈએ અને અહીં બાજુમા જ એક ગાર્ડન છે ત્યા જઈને બેઠીયે” આરતી એ કહ્યુ.
એ ખબર નય કઈંક વધારેજ ઉત્સાહિત લાગતી હતી. પણ એ કઈંક અલગ હતી. એની વાતો, એના શબ્દો, એનો સ્વભાવ, મને એવું જરા પણ લાગી રહ્યું નતુ કે હુ એને પહેલી વાર મળી રહ્યો છુ. પેલુ ના હોય કે કોઈની હાજરી હોવી એજ તમને બવ સારું ફીલ કરાવે છે. આરતી નું પણ કઈંક એવુજ હતુ, એની ફક્ત હાજરીજ બધાના ચેહરા પર સ્માઈલ લાવી દેતી. અમે ચા પાર્સલ કરાવીને ગાર્ડન મા ગયા, એ ગાર્ડન ની બેન્ચ પર બેઠીને ચા ની ચૂશ્કી સાથે ની એ બેઠક બવ યાદગાર હતી. એક રીતે તમે એને અમારી પેહલી ડેટ પણ કહી શકો છો.
***
અમે કેફે માથી ચા લઈને બાજુના ગાર્ડન તરફ રવાના થયા, ત્યાંનો નજારો જોઈને મારી આંખો તો ચકિત થઈ ગઈ. એક વિશાળ બગીચો, જેની દૂર દૂર સુધી તમને બસ લીલુ ઘાસ ને વૃક્ષો જ દેખાય છે. બસ હરિયાળી જ હરિયાળી, એકબાજુ પાણી ના ઠંડા ફુવારા પણ ચાલતા હતા. બગીચા મા નાના બાળકો ને રમવા માટેના હીંચકા ને લસરપટ્ટી ની વ્યવસ્થા પણ હતી. બગીચા ની સાઇડ ની દીવાલે રંગબેરંગી ફૂલો ના છોડ લાગેલા હતા, જે આ બગીચા ની શોભા વધારતા હતા. એકદમ નયનરમ્ય વાતાવારણ હતુ ત્યાંનું. આ બધું જોઈને મન એકદમ જાણે પ્રફુલ્લિત થઈ ગયું.
બગીચા મા અંદર જતાજ અમે બેઠવા માટેની જગ્યા શોધતા હતા, થોડુ ચાલ્યા પછી એક મસ્ત જગ્યા દેખાણી અમને જ્યાંથી પુરા બગીચા નો વ્યુ ચોખ્ખો દેખાતો હતો. અમે એજ બેન્ચ પર બેઠવાનું નક્કી કર્યું. બસ અમે એજ બેન્ચ પર અમારી ચા અને થેપલા ની મેહફીલ જમાવી. ને એ વાતચીત નો સિલસિલો ફરી શરુ થયો.
“કઈંક જણાવ તારા વિષે શું કરે છે તું, આગળ શું કરવા માંગે છો ?” આરતી એ પૂછ્યું.
“બસ મારુ અગ્યાર મુ ધોરણ હજુ પૂરું થયુ ને હવે બાર મા ની તૈયારી કરીશ. સાયન્સ મા A ગ્રુપ રાખ્યુ છે તો આગળ જઈને એન્જિનિરીંગ માં આગળ વધવાનો પ્લાન છે.” મે જવાબ આપ્યો.
“વાહ સરસ, મારા વિષે નહિ પૂછીશ? “ આરતી એ કહ્યુ. મને એની આ વસ્તુ બવ ગમતી , જે પણ મન મા આવે તે ડાયરેક્ટ કહી દેવાનુ. એનામા કોઈજ જાતની મોટપ ના હતી કે હુંજ શુંકામ પુછુ, કે પછી હુંજ સુકામ આવુ કરું. આવીજ તો નાની નાની વસ્તુ એને બીજા લોકો થી અલગ કરતી હતી. મારામા પણ એવુ તો કઈ ના હતુ, પણ હું કોઈ છોકરી સાથે ની વાતચીત મા ટેવાયેલો ના હતો, મારા માટે તો આ બધુ નવુજ હતુ. આરતી સાથે વાત કરવામા હું હજુ પણ અચકાતો જ હતો.
“ઓકે તો જણાવ કઈંક તારા વિષે શું કરે છે તુ ?” મે કહ્યુ. જાણે એ મારુ આટલુ કેહવાની રાહ જોઈનેજ ના બેઠી હોય, એ રીતે મારુ આટલુ કેહતા ની સાથેજ એ બસ ચાલુજ થઈ ગઈ.
“મારે પણ બસ થોડું એવુજ છે, અગ્યાર મુ પૂરું થયું ને બારમા ની તૈયારી શરુ કરીશ હવે . પણ મારે B ગ્રુપ છે, મમ્મી ની ઈચ્છા છે કે હું ડૉક્ટર બનુ તો પછી બસ એનીજ તૈયારી કરું છુ. કે સારા માર્ક આવી જાય તો એમા એડમિશન મળી જાય. મને સાથે સાથે ડાન્સ કરવો પણ બહુ ગમે છે. મે મારી સ્કૂલ મા ઘણા ઇનામો જીતેલા છે ડાન્સ મા, એમાં પણ ગરબા તો મારા સૌથી ફેવરિટ છે. ગરબા વગર નું જીવન તો હી વિચારી પણ ના શકું, એટલો બધો પ્રેમ છે મને ગરબા પ્રત્યે. અને બીજુ…” આરતી એ એટલું બોલ્યુ ને પછી વચ્ચે મે એને રોકી.
“બસ બસ આરામથી, થોડો સ્વાસ તો લઇ લે. આપણને કોઈ ઉતાવળ નહિ તું આરામ થી વાત કરી શકે છો” મેં કહ્યું ને એ બસ મને ઘૂરીને જોતી રહી.
આ નિયમ મને પછી ખબર પડી કે બોલતી છોકરી ને ક્યારેય રોકાય કે ટૉકાય નહિ, આ બવ અગત્ય નો નિયમ છે. કોઈને માર્ક કરીને રાખવો હોય તો રાખી શકે છે જીવન મા બવ કામ આવશે. વિલિયમ શેક્સપિયર વે પણ એની બુક ના છેલ્લા પેજ ઉપર આ નિયમ માર્ક કરીને લખેલો છે. વિશ્વાસ ના આવતો હોય તો ચેક કરી લેજો.
“કેમ તું બોર થઈ રહ્યો છે મારી વાતો થી ?” આરતી એ પૂછ્યુ.
“ના એવુ તો નહિ”
“તો કેમ ?”
“અરે ના એવુ કઈ નહિ હું તો..”
“હા હા શું હું તો, કંટાળી ગયો હોઈશ મારી વાતથી એટલેજ ચૂપ થવાનું કહ્યું”
“અરે પણ મે ચૂપ થવાનુ ક્યારે કહ્યું ?”
“મતલબ તો એજ થાય ને”
“અરે પણ..”
“અરે પણ અરે પણ શું કરે છો , બોલને પણ”
“તુ કઈંક બોલવા તો દે, તો બોલુ ને”
“મે ક્યારે રોક્યો તને”
“બસ હમણાંજ તો”
“હમણાંજ તો મેં તને બોલવાનુ કહ્યું”
“એની પેહલા”
“એની પેહલા શું ?”
“મને શું ખબર”
“તો કોને ખબર” આરતી એ કહ્યું.
તો હવે તમને ખ્યાલ આવીજ ગયો હશે કે શુ કામ મે એ ખુબજ મહત્વ નો નિયમ તમને નોટ કરવાનું કહ્યુ. ના જીતી શકો તમે એ વાતચીત મા, ક્યારેય પોસિબલ જ નથી, જેટલું જલ્દી સમજી જાવ એટલું સારું રહેશે. મને તો સમજતા બવ વાર લાગી ગઈ.
“ઓકે ઓકે મારો તને ચૂપ કરવાનો કોઈ મતલબ ના હતો, હું તો બસ એટલુંજ કેહતો હતો કે નાસ્તો કરતા કરતા વાત કરે છો એટલે આરામ થી વાત કર. બસ એટલુંજ બીજો મારો કોઈ મતલબ ના હતો” મે કહ્યુ. મારી આ વાત પુરી થયા પછી એના ફેસ પર કઈંક શાંતિ દેખાણી.
“અચ્છા એમ, તો એમ બોલને પણ. મને તો એમ કે તુ કંટાળી ગયો હોઇશ” આરતી એ કહ્યુ.
“ના એવુ કેવુ કઈ નહિ, હુ તો બસ આજ કેહવા માંગતો હતો પણ તું…”
“શું હું”
“તું હવે સમજી ગઈ એમ, કે હું શું કેહવા માંગતો હતો” મેં કહ્યુ. મને પણ સમજાય ગયુ કે આ વાત મા હુ એની સામે નહિ જીતી શકું એટલે પછી આ વાત માં આપણી હાર માની લેવીજ મને યોગ્ય લાગી. ને બસ એની સાથેજ આ વાત અહીં સમાપ્ત થઈ.
આમપણ દર વખતે જીતવુ પણ જરૂરી નહિ હોતુ અને એમા પણ જો વાત પ્રેમ ની હોય તો પ્રેમ મા તો ક્યાં હાર-જીત હોયજ છે. પ્રેમ તો એક નિઃસ્વાર્થ ભાવ છે, જેમા હારજીત ની ગણતરી ના હોય.
“જો જીત તારી હોય ને તો હૂતો રોજે હારવા તૈયાર છુ”.
Safar…ક્રમશઃ…
- આજે જ જોડાવ અમારી Whatsapp ચેનલ સાથે અને મેળવો He Tells ની બધી અપડેટ સૌથી પેહલા.