Safar – સફર ( ભાગ -30 ) Gujarati Book
Safar-(Part-30) Gujarati Book
***
વર્ષ- 2013
સમય – આકાશ નો ગાંધીનગર મા પેહલો દિવસ
મારી લાઈફ નો સૌથી સારો દિવસ, આ દિવસ ને ફરી જીવવાનો અગર મોકો મળે તો ફરી એક વાર પાછો જીવવા માંગીશ. એ એક-એક પળ ને ફરી મહેશુશ કરવા માંગીશ. એ એક-એક વાત ને ફરી કરવા માંગીશ.
આજે સવાર મા ઉઠતા ની સાથેજ બસ મન મા એકજ વિચાર ચાલતો હતો કે આજે આકાશ ને હુ પેહલી વાર મળીશ. ને બસ ભગવાન ને પ્રાર્થના કરતી હતી કે બસ આજનો દિવસ સંભાળી લેજો. આજનો દિવસ મારા માટે બવ ખાસ હતો,
આજે મારા દિલ માં દબાઈને બેઠેલા શબ્દો ને અવાજ મળશે કે નહિ એના ફેંસલા નો દિવસ હતો. હું આજુ બાજુ બધે કઈંક ને કઈંક ભગવાન ના ઈશારાઓ શોધી રહી હતી, કે બસ મને એક એવો ઈશારો મળી જાય જે મને પોઝિટિવિટી આપી દે, કે નહિ હું જે પણ રસ્તે ચાલી રહી છું એ બરાબર છે. અને આખરે એ ઈશારો મને મળ્યો, આખરે મારુ આ જાસૂસ ટાઈપ ના મુવી જોવું ક્યાંક તો કામ લાગ્યું, ને એ ઈશારો મારી નજરે ચડી ગયો. “બસ નંબર – 1113”
આકાશ નો A અને A નો અંગ્રેજી મૂળાક્ષર મા નંબર – 1
આરતી નો A અને A નો અંગ્રેજી મૂળાક્ષર મા નંબર – 1
આજ નું વર્ષ – 2013
ને આ બધાને હારે જોડો એટલે “1113” જે નંબર બસ મા લખેલો હતો. અને મારા માટે તો એ એક ભગવાન નો ઈશારો જ હતો કે હા હું સાચા રસ્તા પર છું.
આકાશ મારી બધી પરીક્ષા પર ખરો ઉતર્યો અને મે એને મારા દિલ ની વાત એક કાગળ માં લખીને કહી દીધી. હવે બસ રાહ છે એના જવાબ ની, એનો જવાબ જે પણ હોઈ, પણ હું ખુશ છું આ સમય મને એની હારે પસાર કરવા મળ્યો એના માટે. અને આજે આકાશ ને સ્નેહા બંને વચ્ચેની બધી પ્રોબ્લમ સોલ્વ થઈ ગઈ એના માટે પણ.
હવે રાહ છે બસ કાલની કે કાલનો આ દિવસ આકાશ નો શું જવાબ લઈને મારી પાસે આવે છે.
***
વર્ષ- 2013
સમય – આકાશ નો ગાંધીનગર મા બીજો દિવસ
આજે મારો પ્લાન આકાશ અને સ્નેહા ની સાથે મુવી જોવાનો હતો અને સાથે સાથે એમ પણ હતું કે એ બહાને બહાર નીકળશું તો શાયદ આકાશ મને એનો જવાબ પણ કહી દે. પણ અફસોસ કે મારો આ પ્લાન મમ્મી ના કારણે શક્ય જ ના બન્યો અને બીજા દિવસ માટે હું રાહ જોઈ શકું એમ ના હતી એટલે પછી મને તરત સ્નેહા ના ઘરે પોચવુ જ બરાબર લાગ્યુ.
ત્યાં આકાશ ને મારી સામે જોઈને મારા દિલ ના ધબકારા વધી રહ્યા હતા, કે ખબર નહિ એણે લેટર વાંચ્યો હશે કે નહિ, અગર વાંચ્યો હશે તો શું કેહશે, શું જવાબ હશે એનો ? આ બધા સવાલો મન ને ડરાવી રહ્યા હતા. એ ડર મા ને ડર મા ન્યૂઝપેપર ઊંધું પકડીને વાંચવા લાગી, એ પણ એની સામે, ખબર નહિ એ મારા વિષે શું વિચારતો હશે.
પણ અફસોસ મને મારા લેટર નો કોઈ જવાબ જ ના મળ્યો. પછી ખબર પડી કે એ લેટર આકાશ થી ખોવાઈ ગયો છે. આ જાણી ને બવ ખોટું લાગ્યું, કે આટલા પ્રેમ થી લખેલો એ લેટર આકાશ ને વાંચવા જ ના મળ્યો, ને મારો જવાબ અધૂરો જ રહી ગયો. હું એને ફરી આ વસ્તુ કહી શકતી હતી, જે પણ લેટર માં લખેલું હતું એ હિમ્મત કરીને એની સામે કહી શકતી હતી. પણ પછી એમ થયું કે શાયદ આ પણ ભગવાનનો જ એક ઈશારો હશે, એમની ઈચ્છા આટલી જલ્દી અમને મળાવવાની નહિ હોય. એટલે પછી બસ મે બધું માંડી વાળ્યુ. હવે ફરી ક્યારેક કોઈ ઈશારો મળશે તો ફરી એને મારા દિલ ની વાત કઈશ.
***
વર્ષ- 2013
સમય – આકાશ ની ગાંધીનગર મા છેલ્લી રાત
આકાશ ની સાથે એક અઠવાડિયું કઈ રીતે વીતી ગયું ખબર જ ના રહી. આખરે ભગવાન નો ઈશારો સાચો હતો, જે થાય એ સારા માટેજ થાય છે, સારું થયું કે એ લેટર ત્યારે આકાશ થી ખોવાય ગયો અગર એ ના ખોવાણો હોત તો પછી આ રીત નો સમય મને એની સાથે વિતાવવા મળેત કે નહિ, ખબર નહિ. શું ખબર એ વાંચીને પરિસ્થિતિ કઈંક અલગ જ હોત. અને જે આકાશ ને મને અત્યારે જાણવા મળ્યો એ ક્યારેય જાણવા મળેત જ નહિ.
કાલે એ જાય છે, એના જવાનું દુઃખ છે. મન તો થાય છે કે એને અહીજ રોકી લવ, પણ એ તો હવે મારા હાથ માં નથી. કાલે સવાર ની એની જૂનાગઢ ની બસ છે, પણ હું એને મારા દિલ ની વાત અત્યારે નહિ કેહવા માંગીશ. જે આ ફ્રેન્ડ ના રિલેશન મા હું એને જાણી રહી છું બસ એજ રીતે હજુ એને જાણવા માંગીશ. એને હું કોઈ બંધન મા બાંધવા નહિ માંગતી. એને બસ આવીજ રીતે હજુ વધુ હું ઓળખવા માંગીશ, પણ હા એક દિવસ તો એને મારા આ દિલ ની વાત જરૂર કહીશ પણ એક સાચા સમયે અને એક નવા ઈશારા પછી.
એવું નથી કે મારા દિલ મા એના વિષે જે હું પેહલા વિચારતી હતી એમાં કોઈ ફેર આવ્યો છે, ના એવું જરાય નથી. પણ સાચું કહું તો હું એનું વધુ પસંદ કરવા લાગી છું. પણ અત્યાર ની આ જે મજા છે ને, એને હું બગાડવા નહિ માંગુ. થોડો સમય હજુ રાહ જોઈ લઈશ એ ચાલશે પણ એને એક બંધન મા બાંધીને અત્યાર ના આ ભાવ ને હું દૂર કરવા નહિ માંગુ. જોઈએ હવે ભગવાન ક્યારે નવો ઈશારો આપે છે…
આકાશ…
વર્ષ- 2023
વર્તમાન સમય
એક તરફ હું હતો જે સવાર ની રાહ જોઈને બેઠો હતો. આરતી ને એના લેટર નો જવાબ હા મા આપવા માટે અને એક તરફ એ હતી કે જે હવે આ બંધન મા જોડાવા માટે રાહ જોવા માંગતી હતી. એક રીતે જોવા જઇયે તો બંને પોતપોતાની જગ્યાએ સાચા હતા, પણ બંને પ્રમાણે વસ્તુ થઇ જાય એવું તો શક્ય ના હતુ. એક સવાર જેની રાહ બંને ને હતી પણ બંને ના વિચાર જુદા જુદા હતા.
આ સવાર હવે કોના નામે થશે એ તો જોવાનું રહ્યુ, શું આકાશ ની હા સાંભળીને આરતી નુ મન બદલાય જશે કે પછી આરતી આકાશ ને સમજાવવા મા સફળ થશે. બે માંથી કોઈ પણ વસ્તુ થાય એમા બંને ને લાભ જ થશે કેમ કે બંને નો નિર્ણય એક હશે.
પણ બંને નો નિર્ણય એક ના થયો તો ? બંને એક વાત ઉપર સહમત ના થયા તો ? શું સ્નેહા નો લેટર ને છુપાવી રાખવું આકાશ ને ભારી પડશે કે પછી આરતી ઉપરવાળા ના ઈશારા ની રાહ જોવા મા ને જોવા મા આ નવી સફર ની શરૃઆત થઇ રહી હતી એનો રસ્તો બંધ કરી દેશે. ફરી વાર સવાલો ઘણા છે. ને જવાબ કાલની સવાર જ આપી શકે છે. ને કાલની સવાર ના જવાબ માટે તો હવે ભાગ-2 તરફ આપણે આગળ વધવું પડશે.
આ પરિસ્થિતિ માટે મને આમિર ખાન ની ગજની મુવી નો એક ડાયલોગ યાદ આવે છે કે..
બસ એક હા કે ઇન્તેઝાર મે રાત યુંહી ગુઝર જાયેગી
અબ તો બસ ઉલઝન હે સાથ મેરે નીંદ કહા આયેગી
સુબહ કી કિરણ ના જાને કોનસા સંદેશ લાયેગી
રીમઝીમ શી ગુનગુનાયેંગી યા પ્યાસ અધૂરી રેહ જાયેગી
બસ ફરક એટલો છે કે એ મુવી મા આમિર ખાન હા સાંભળવા માટેની રાહ જોઈતો હતો અને હું હા કેહવા માટે ની. જોઈએ આ કાલની સવાર મારા માટે શું લઈને આવે છે….
અને બસ આની સાથેજ “સફર- પેહલી મુલાકાત” ના Chapter -1 ની અહીંયા સમાપ્તિ થાય છે. આગળ ની કહાની હવે તમને Chapter-2 માં જોવા મળશે.આ બુક એમેઝોન કિન્ડલ પર પણ અવેલેબલે છે. તો તમને કેવી લાગી એનો રીવ્યુ ત્યાં પણ શેયર કરી શકો છો અથવા તો અમને ઇન્સ્ટાગ્રામ પર મેસેજ કરીને પણ જણાવી શકો છો.
ઇન્સ્ટાગ્રામ એકોઉંટ અને એમેઝોન પર ની બુક ની લિંક નીચે આપેલી છે, તો ત્યાં ક્લિક કરીને જરૂર તમારો અનુભવ અમારી સાથે જરૂર શેર કરો.
અને આવીજ બીજી કહાની અને “સફર – Chapter -2” ની માહિતી માટે અમારી whatsApp ગ્રુપ ને પણ જરૂર જોઈન કરી લો. જેની લિંક નીચે આપેલી છે. જેથી તમે HE TELLS ના ઇન્સ્ટા પેજ, વેબસાઈટ કે પછી યૂટ્યૂબ ચેનલ ની કોઈપણ અપડેટ મિસ ના કરો.
આભાર…
- આજે જ જોડાવ અમારી Whatsapp ચેનલ સાથે અને મેળવો He Tells ની બધી અપડેટ સૌથી પેહલા.