Safar – સફર ( ભાગ -27 ) Gujarati Book
Safar-(Part-27) Gujarati Book
“Yes, હા”
“શું હા ?” સ્નેહા એ પૂછ્યુ.
“મારો જવાબ હા છે” મેં કહ્યું
“તું સાચ્ચે આ પગલું લેવા માંગીશ ? તને ખ્યાલ તો છે ને કે તું શું કરી રહ્યો છે ?” સ્નેહા એ પૂછ્યું.
“હા ખ્યાલ છે મને”
“તને હજુ આરતી ને મળ્યે અઠવાડિયું જ થયું છે, ને રિલેશનશિપ એક મોટુ પગલું છે. હજુ પણ વિચારી લેજે” સ્નેહા એ કહ્યું.
હા એની વાત સાચી હતી, પણ એને કઈ રીતે સમજાવુ કે વાત સમય ની ના હતી પણ વાત એ વ્યક્તિ ની હતી એના વિચારો ની હતી, એના સ્વભાવ ની હતી. જે વ્યક્તિ જો મને જોયા વગર, મળ્યા વગર પસંદ કરી શકે એવું વ્યક્તિ તો દીવો લઈને શોધવા જતા પણ ના મળે. તો પછી હું એને શું કામ હા નો પાડુ.
ના પાળવા માટે કારણ જ ના હતુ.સારું થયું આ લેટર મને અત્યારે મળ્યો અગર પહેલાજ મળ્યો હોત તો મારો જવાબ કઈંક અલગ હોત. એક અઠવાડિયું આરતી સાથે વિતાવ્યા પછી હું એને થોડી ઘણી તો ઓળખું છું.
“હા મારો નિર્ણય ફાઇનલ છે” મે કહ્યુ.
“આરતી મારી બેસ્ટ ફ્રેન્ડ છે અને તું મારી લાઈફ નો સૌથી અગત્ય નો ભાગ, અગર તમે બંને ખુશ હોવ તો મારાથી વધુ ખુશ તો કોઈ નાજ હોઈ શકે” સ્નેહા એ કહ્યું ને એણે એની વાત ચાલુ રાખી
“હા પેહલી વાર આ લેટર વાંચીને હું પણ તારી જેમ સ્તબ્ધ થઈ ગઈ હતી, ડરી ગઈ હતી કે ક્યાંક આ બધાના કારણે કોઈને દુઃખ ના પહોંચે કેમ કે તમે બંને મારી બવ નજીક છોવ. બસ એટલેજ મે તને આ લેટર ના આપ્યો, વચ્ચે ઘણી વાર મન થયું પણ તમને બંને ને સારાયે સાથે જોઈને પછી એ વસ્તુ ને બગાડવાનું મને યોગ્ય ના લાગ્યુ. પણ અંતે તારું આ બધું જાણવું જરૂરી હતુ. મારો ઈરાદો કોઈ ખોટો ના હતો તારાથી છુપાવીને” સ્નેહા એ કહ્યું.
“હા હું સમજી શકું છું, તું ચિંતા ના કર. આમ પણ કહેવાય ને કે જે થાય એ સારા માટેજ થાય. આ લેટર મેં પેહલા દિવસે જ વાંચી લીધો હોત તો આરતી ની વાત ને હું આટલી ના સમજી શકેત જેટલી સારાયે અત્યારે સમજી શકુ છું. હું તો હજુ એજ વિચાર માં છુ કે આ બધુ આટલા સમય થી એના મન મા ચાલતુ હતુ જેનો અંદાજો તને પણ નથી” મે કહ્યુ.
“હા હું પણ આ છેલ્લા ઘણા દિવસો થી એજ વિચારતી હતી કે ખબર નહિ આ બધું ક્યારથી અને કઈ રીતે, આ બધા સવાલ ના જવાબો એકજ વ્યક્તિ આપી શકે છે ને એ છે ખુદ આરતી” સ્નેહા એ કહ્યુ.
હા બધું આરતીજ તો જાણે છે, આખરે મને અહેસાસ થયો કે અત્યાર સુધી જે પણ મને એના વિષે લાગી રહ્યું હતુ એ મારો વ્હેમ નહી પણ હકીકત હતી, જેનાથી હું વંચિત હતો. આટલા સમય થી એના મગજ મા શું ચાલતું હશે, એ શું વિચારી રહી હશે, શું અનુભવી રહી હશે એ તો હવે એજ કહી શકે છે.
***
આરતી એની તરફ થી શું વિચારે છે, એના મન માં શું છે, એટલા સમય થી એના મગજ માં શું ચાલી રહ્યું હતું, એની આકાશ પ્રત્યે ની લાગણીઓ કેવી છે ? એ બધું જાણવા માટે તમારે આગળ ના ભાગ ની રાહ જોવી પડશે. જે પુરી રીતે એ બતાવે છે કે આરતી એટલા સમય થી શું વિચારતી હતી. તો મળીયે ત્યારે આવતા ભાગ માં.
આરતી…
સફર… ક્રમશઃ…
- આજે જ જોડાવ અમારી Whatsapp ચેનલ સાથે અને મેળવો He Tells ની બધી અપડેટ સૌથી પેહલા.