Gujarati Book “SAFAR – સફર” ( ભાગ -28 )

Safar – સફર ( ભાગ -28 ) Gujarati Book

Safar-(Part-28) Gujarati Book

આરતી….”

વર્ષ-2013 

દિવસ- ધોરણ -11 નું છેલ્લું પેપર ( સોમવાર ) 

શું સાચ્ચે આ થઈ રહ્યું છે, મને હજુ પણ વિશ્વાસ નહિ આવતો. આખરે મે કરી બતાવ્યુ, ફાઈનલી આકાશ નો અવાજ પેહલી વાર સાંભળવા મળ્યો મને. એના અવાજ મા એક નશો હતો, જાણે એવું લાગતુ કે બસ એ બોલે રાખે ને હું સાંભળે રાખુ પણ અફસોસ કે આજે તો બસ થોડીજ વાત થઈ, પણ કાલની મને રાહ રેહશે.  

ખબર નહિ આ બધું ક્યારથી પણ બસ એ ગમે છે મને, ખાલી એની વાતો સ્નેહા પાસે સાંભળીને એ વ્યક્તિ મને આટલો સારો લાગવા લાગ્યો હોય તો ખબર નહિ એ મળીને કેવો હશે. હું કઈ પણ પગલું લેતા પેહલા એક વાર જાણવા જરૂર માંગીશ, એને પરખવા માંગીશ. હા સ્નેહા ની વાતો પર વિશ્વાસ છે મને પણ જરૂરી નથી કે એ બધાની જોડે એવોજ હોય. મારા માટે રંગ રૂપ કરતા એનો સ્વભાવ, એના વિચારો, એનો બીજા પ્રત્યે નો હાવ-ભાવ એ વધારે અગત્ય નું છે. 

Gujarati Book “SAFAR – સફર” ( ભાગ -28 )

ને બને એટલું વધુ હું એના વિષે મારી જાતે જાણવા માંગીશ. પેહલી વાર મેં જયારે સ્નેહા પાસે એના વિષે સાંભળ્યું ત્યારે મને એટલું કઈ ખાસ નતુ લાગ્યું. પણ જેમ જેમ એના વિષે હું વધુ ને વધુ જાણવા લાગી, એમ-એમ મને એનામાં રુચિ આવવા લાગી.

જે રીતે એ સ્નેહા ની વાતો ને સમજતો, એને સમજાવતો, એને માન આપતો અને સૌથી અગત્ય નું એ બધી વાતે એને સપોર્ટ કરતો, અત્યારે પણ ને પેહલા પણ એ હંમેશા એની હારે ઉભો રહ્યો છે. હા કોઈક વાતે એ નાના બાળક જેવું વર્તન કરી લે છે પણ બધા સર્વગુણ સંપન્ન હોય એવું તો ક્યારેય શક્ય છેજ નહિ ને. 

આજે પણ એની વાત મા એક સહજતા હતી. આકાશ જોડે વાત કરીને મન મા થોડી વાર માટે એવો વિચાર આવ્યો કે ક્યાંક હું કઈ ખોટું તો નહિ કરી રહી ને, હા એની જોડે વાત કરવાનું અત્યાર નું મારુ કારણ સ્નેહા છે. પણ ક્યાંક ને ક્યાંક મારો એમા સ્વાર્થ તો છુપાયેલો જ છે, સ્નેહા ને ખોટું તો નહિ લાગે ને આ વાતથી. એ બીચાળી ને તો કોઈ જ જાતનો આઈડિયા પણ નથી. 

પણ પછી એમ થયું કે ના, હું જે પણ કરું છું એ બરાબર છે. મારો વિચાર, મારો ઈરાદો ખોટો નથી. હું કઈંક સારુંજ કરવા માંગુ છું. એ લોકો ઘણા સમય થી એકબીજા સાથે નહિ બોલી રહ્યા અને આ પ્રોબલમ ને હવે મારેજ સોલ્વ કરવી પડશે, એ બહાને મને આકાશ ને ઓળખવા નો પણ મોકો મળી જશે. જોઈએ કાલનો દિવસ શું લઈને આવે છે. 

Gujarati Book “SAFAR – સફર” ( ભાગ -28 )

*** 

વર્ષ-2013 

બીજો દિવસ ( મંગળવાર ) 

કાલ કરતા આજે થોડી સરખાયે આકાશ જોડે વાત થઈ, અને એણે એવુજ કર્યું જે મે અત્યાર સુધી એના વિષે સાંભળ્યું હતુ. એણે કોઈ પણ વાત કરતા પેહલા મારી વાત ને સાંભળી, પોતાનો કઈ પણ નિર્ણય લેતા પેહલા એણે મારી વાત ને સમજવાનો પ્રયત્ન કર્યો અને સૌથી અગત્ય નું મારી વાત ને એણે માન આપ્યું અને માની પણ ગયો. એના કઈ ખોટા સવાલ ના હતા અને એનુ તરત માની જવું એ બતાવતુ હતુ કે એ પણ સ્નેહા સાથે વાત કરવા અને એમની વચ્ચે નું બધુ સોલ્વ કરવા માટે કેટલો ઉતાવળો છે. 

Gujarati Book “SAFAR – સફર” ( ભાગ -28 )

પણ આ તો એક પહેલું પગથિયું હતું જે એણે પાર કરી લીધું હતુ. હું તો હજુ એને ચકાસવા માંગીશ, એને નજીક થી જાણવા ની મારી ઈચ્છા એની જોડે વાત-કરીને હવે વધી ગઈ હતી. પણ આ વાતચીત માટે પણ એક લિમિટ રાખવી જરૂરી છે, એક લિમીટ થી વધુ એની હારે વાત કરવી બરાબર નથી. એમાં પણ સ્નેહા થી બધું છુપાવીને તો જરા પણ નહિ. મારે એક નિયમ મારા ખુદ માટેજ સેટ કરવો પડશે બાકી એક વાર એની જોડે વાત ચાલુ કર્યા પછી હું ખુદ ને રોકી નહિ શકુ. 

અમમમ કેટલી મિનિટ વાત કરવી જોઈએ, 15 મિનિટ, શાયદ થોડી વધી જશે. 10 મિનિટ, પણ દસ મિનિટ વાત કરીશ તો પછી દસ ની પંદર થતા વાર નહિ લાગે. મારા ખ્યાલથી પાંચ મિનિટ જ બરાબર રહેશે. નક્કી તો બસ પાંચ મિનિટ એથી વધુ જરા પણ નહિ, ભલે ગમે તેટલી અગત્ય ની વાત કેમ ના હોય. ને આ વસ્તુ મારા આજના એસ.ટી.ડી  માંથી ફોન કરવાના નિર્ણય સાથે મેચ પણ થાય છે. પાંચ મિનિટ ગણવી એમાં સહેલી રહેશે. બસ પાંચ સિક્કા થી વધુ લઈને ફોન કરીશ જ નહિ ને ! કે પછી આગળ વાત વધવાનો કોઈ ચાન્સ જ મળે.  

ફોન તો છે મારી પાસે પણ હું ઇચ્છુ છું કે એ મને મારી સાદાઈ થી ઓળખે, ના કે કોઈ બીજી રીતે. હું જેવી છું એવી રીતે એ મને જાણે. અને જો હું એને પસંદ આવું તો આજ રીતે આવુ, બીજી કોઈ રીતે નહિ. પૈસે ટકે બધું સુખ છે મારા ઘરમા, કઈંક વધારેજ છે પણ મને એ વાત થી કોઈ ફરક નહિ પળતો. મારા માટે જીવન જીવવા ના નિયમો થોડા જુદા છે. 

કાલે પણ આકાશ સાથે વાત કરવી છે પણ કઈ રીતે કરું. એમનેમ જ કરીશ તો ખબર નહિ એ મારા વિષે શું વિચારશે, કઈંક તો કારણ જોઈશે. વિચારું જોઈએ, કાલ સવાર સુધી મા તો કોઈ ને કોઈ કારણ મળીજ જશે.  

સફર… ક્રમશઃ…


  • આજે જ જોડાવ અમારી Whatsapp ચેનલ સાથે અને મેળવો He Tells ની બધી અપડેટ સૌથી પેહલા.

Leave a ReplyCancel reply

Exit mobile version