SAFAR – સફર ( ભાગ -10 ) Gujarati Book
Safar-(Part-10) Gujarati Book
કોલ મૂક્યા પછીનો સન્નાટો મારા સમજની બાર હતો, પણ દિલ ને ક્યાંક ખૂણે એવુ લાગતુ તો ખરી કે કંઇક બરાબર નથી. “પણ શું મારો કોઈ વાંક હતો, ના મારો શું વાંક એમા, બસ એણે જે પૂછ્યુ એનો જવાબ તો આપ્યો મે. એમા કઈ મે ખોટુ કર્યુ હોય એવુ તો નતુ.” મન મા ને મન મા આ વિચાર ચાલતો હતો.
ત્યારે તો મારો કોઈ વાંક મને ના લાગ્યો પણ આજે વર્તમાન મા જ્યારે એ દિવસ યાદ કરૂ છુ ત્યારે સમજાય છે કે “હા મારુ શાંત રેહવુ, સાચુ છુપાવવુ ને સૌથી ખાસ કોઈ કોશિશ જ ના કરવી કઈ પણ સરખુ કરવાની એ મારી ભૂલ હતી”.
એણે તો કોશિશ કરી પણ મારા જવાબ સામે એ વધુ ચાલી જ નય. એની આ બધી કોશિશો ને ત્યારે હુ ના સમજી શક્યો, ત્યારે તો એમજ લાગતુ કે આ બધુ નોર્મલ છે પણ.. પણ એ નોર્મલ થી કંઇક વધારેજ હતુ.
આખો દિવસ એજ વિચાર મા ગયો કે સાલુ કંઇક તો ખૂટે છે, જવાબ તો સામેજ હતો ને આંખો જાણે બંધ. એ દિવસ પછી ના દિવસ પણ એનો કોલ ના આવ્યો, સાંજ સુધી રાહ જોઈ મે એના કોલ ની પણ ના એ રીંગ સંભળાય કે ના એ અવાજ. રોજ એજ સમય પર એજ જગ્યાએ એજ વ્યક્તિ નો અવાજ સાંભળવાની જાણે એક આદત પડી ગઈ હતી.
મારા રોજ ના ટાઇમ ટેબલ મા આ વસ્તુ જાણે ગોઠવાય ગઈ હતી, બે દિવસ વાત ના થઈ તો થોડુ ખાલી ખાલી લાગ્યુ. આ બધાની વચ્ચે એક વાત સારી થઈ કે બે દિવસ વાત ના થયા પછી એ વસ્તુ નો એહસાસ થયો કે “એ પાંચ મિનિટ ખાલી નોર્મલ ન હતી પણ નોર્મલ થી તો વધારે જ હતી”.
કોઈ વસ્તુ કે વ્યક્તિ તમારી સાથે હોય ત્યારે એની કિમંત એટલી ના સમજાય પણ જ્યારે એ જાય છે ત્યારે સમજાય છે, ને ત્યા સુધી મા તો બવ મોડુ થઈ ગયુ હોય છે. એટલે સમય સર કોઈની કિંમત કરી લેવી જોઈએ બાકી પછી જીવન ભર ના અફસોસ સિવાય કંઇજ બીજુ નઈ રે તમારી પાસે કરવા માટે.
બીજે દિવસે પણ એનો કોલ ના આવ્યો એટલે મને એમ થયુ કે કોઈ રીતે હુ એનો કોન્ટેક્ટ કરું પણ કઈ રીતે એજ નતુ સમજાતુ. સ્નેહા સિવાય કોઈ કોન્ટેક્ટ જ ના હતો મારી પાસે, ને સ્નેહા જોડે તો હું અત્યારે ડાયરેક્ટ વાત કરી શકુ એમ હતો જ નય. તો પછી કરવુ શુ ? એજ નતુ સમજાતુ.
મારે ને એ “મિસ પાંચ મિનિટ” વચ્ચે ની વાત હજુ અધૂરી હતી, હુ ત્યા એના શેહર મા પોચી તો જઈશ પણ ત્યાં પોચીને શુ ? ત્યા પોચિને પછીનો બધો પ્લાન એ છોકરી નેજ ખ્યાલ હતો, હવે એ વાત જ નય કરે તો કેમ થશે ? બધુ પ્લાનિંગ એણે જ કરેલુ હતુ, અને હૂ ત્યા આવવાનો છુ એ વસ્તુ એક એનેજ ખબર હતી. હવે મારે શું કરવુ એજ નય સમજાતુ મને.
ત્યા જવાનો પ્લાન તો કન્ફર્મ હતોએમા તો હવે કોઈ બદલાવ પોસીબલ નતો. હવે એ “મિસ પાંચ મિનિટ” નો કોલ જ નહિ આવે તો આ બધા પ્લાન નુ શું થશે ?
બધુ એના ઉપર જ હતુ.
બધી વસ્તુ એક હારે ભેગી થઈ ગઈ. એકતો એની જોડે વાત નહી થઇ એ પ્રોબ્લેમ ને એથી મોટી પ્રોબ્લેમ એ કે હવે વાત ના થવાના કારણે આ પૂરો સરપ્રાઈઝ પ્લાન અત્યારે અટકી પળ્યો હતો. આટલુ થયા પછી પણ એક ઉમ્મીદ તો હતી કે શાયદ કાલે સવારે એનો ફોન આવશે. આદત અને ઉમ્મીદ બંને ક્યાંક ને ક્યાંક તો સરખાજ છે. ના તો તમે આદત છોડી શકો કે ના તો ઉમ્મીદ.
આવતી કાલે રાતે મારુ અહીંયા થી નીકળવુ નક્કી જ છે, જોઈએ હવે કાલની સવાર શું લઈને આવે છે. આગળ ના બે દિવસ મારા માટે બવ ખાસ છે. I hope કે બધુ સારું જ થાય.
“એક ઉમ્મીદ છે કે નવી સવાર કંઇક નવુ લઈને આવશે
પણ સારું કે ખરાબ એ તો કુદરત જ જાણે”.
ક્રમશઃ…
- આજે જ જોડાવ અમારી Whatsapp ચેનલ સાથે અને મેળવો He Tells ની બધી અપડેટ સૌથી પેહલા.