Safar – સફર ( ભાગ -15 ) Gujarati Book
Safar-(Part-15) Gujarati Book
“તો કેવુ લાગ્યુ તને આ ગિફ્ટ”
“હા ગિફ્ટ તો સારું છે, ગમ્યુ મને. પણ આ લેટર મને ના સમજાયો. શુ હુ આ ઓપન કરી શકું છુ ?” મે પૂછ્યુ.
“હાશ.. તને ગિફ્ટ ગમ્યુ તો ખરી. હા તુ આ લેટર વાચી શકે છો પણ મારી હાજરી મા નય. હુ ના હોય ત્યારે તુ ગમે ત્યારે વાચી શકે છો, મને કોઈ પ્રોબ્લેમ નય” તેણી એ કહ્યું.
ફરી એક વાર એની કન્ડિશન સામે આવી ગઈ, જે મને ફરી વિચાર કરવા પર મજબૂર કરી દે છે કે શું હશે એવુ તો.પણ અંતે એની વાત ને માન આપવુ જ મને યોગ્ય લાગ્યુ, એની આ કન્ડિશન પાછળ પણ કંઇક તો કારણ હશેજ.
“ઓકે બસ તારી હાજરી મા નય વાચતો હુ, પછી આરામથી વાચિશ. પણ શું એક વાત પૂછી શકુ?” મે કહ્યુ.
“હા પૂછી શકે છો, બસ આ લેટર ની અંદર શું લખેલુ છે એના સિવાય તુ કઈ પણ પૂછી શકે છો :)” તેણી એ જવાબ આપ્યો.
“ના ના એવુ નય પૂછતો.પણ એ પૂછવા માંગુ છું કે તુ તો કહેતી હતી કે આ ગિફ્ટ હુ બાર વાગ્યા પછી જ ઓપન કરી શકુ છુ, તો પછી અચાનક કેમ તે અત્યારે ઓપન કરવા માટે કહી દીધુ?” મે મારો સવાલ એને પૂછ્યો.
“વાહ સવાલ તો સારો છે, પણ શુ જવાબ દેવો જરૂરી છે” એણે એક મલકાતા સ્મિત સાથે કહ્યું.
“જવાબ આપીશ તો મને પણ સારું લાગશે, શાયદ મને પણ સમજાય તારું આ ડિસિશન બદલવાનુ કારણ” મે પણ એના સ્મિત ની સામે સ્મિત આપીને જવાબ આપ્યો.
“એવુ કોઈ ખાસ કારણ નહી બસ હુ તારું રીએકશન જોવા માંગતી હતી કે આટલુ બધુ થયા પછી પણ તુ કઈ રીતે વર્તે છો મારી જોડે. તારા સ્વભાવ મા કોઈ બદલાવ આવે છે કે નહિ, શુ તુ રાહ જોવા તૈયાર થાય છે કે નહિ, શુ તુ મારી વાત ને માન આપે છે કે નહિ. બસ આવાજ કંઇક સવાલો હતા મારા મન મા. પણ તે જાણે તારા મિજાજ થી એ બધા સવાલો ને ક્યાંક શાંત કરી દીધા. બસ એટલેજ પછી હુ પોતાને ના રોકી શકી” આરતી એ જવાબ આપ્યો. જે નજર ને મિલાવીને એ જવાબ આપી રહી હતી, એ નજર એના જવાબ પછી જાણે શરમાય ને નીચે નમી ગઈ.
એના શબ્દો તો પૂરા થઈ ગયા હતા પણ એની નજર હજુ પણ ઘણુ બધુ બોલી રહી હતી. એ શબ્દો શાંત થયા ને એની આંખો બોલી ઉઠી. એના મન મા શું ચાલતુ હતુ એ તો ખબર નતી મને પણ એની વાતો નો નશો ધીમે ધીમે મારા પર ચડતો હતો. હુ એની સામે જોઈ રહ્યો હતો અને એની નજર તો બસ નીચે નમેલી જ હતી. હુ કઈ બોલુ એ પેહલા જ એણે વાત બદલી નાખી.
“મને એવુ લાગે છે આપણે હવે અહીંથી નીકળવુ જોઈએ, આપણો અહીંથી જવાનો સમય થઈ ગયો છે ને હજુ ઘણા કામ પણ બાકી છે” આરતી એ કહ્યુ ને મે એની હા મા હા મિલાવી.
સમય, હા સમય થઈ ગયો છે. સમય જ તો છે જે આપણા હાથ મા હોવા છતા પણ આપણા હાથ મા નથી. આરતી એ આપેલી ઘડિયાળ આટલા વર્ષો પછી પણ હજુ મારી પાસે જ છે, ચાલે છે હજુ પણ, સમય તો આજનો જ બતાવે છે પણ એની યાદો હજુ પણ જુનીજ છે.
***
મે મારા હાથ મા રહેલ ઘડિયાળ અને લેટર બંને મારા બેગ મા રાખ્યા ને અમે બસસ્ટેન્ડ માથી બહાર નીકળી ગયા. રસ્તા મા મે આરતી ને આજ ના પ્લાન વિષે પૂછ્યુ તો એણે કહ્યુ કે રાતના સ્નેહા ના બર્થડે ની ઉજવણી માટે હજુ થોડી ખરીદી બાકી છે તો એ કરીને પછી જ આપણે સ્નેહા ના ઘરે જઇયે. પણ હજુ સવાર ના દસ જ વાગ્યા હતા, ને અત્યારે તો હજુ બધી દુકાનો ખુલતી જ હોય છે.
એટલે પછી અમે નક્કી કર્યું કે થોડી વાર કેફે મા જઈને નાસ્તો કરીયે ત્યાં સુધી મા દુકાનો પણ ખુલી જશે અને સાથે સાથે નાસ્તો પણ થઇ જશે , આમ પણ મને તો બવ જોરની ભૂખ લાગી છે. મમ્મી એ નાસ્તો તો મોકલ્યો હતો જૉડે પણ રસ્તા મા કોઈ ભૂખ ના લાગી તો એ પણ બસ એમ ને એમ જ મારા બેગ મા પડ્યો છે. એ પણ ત્યાંજ કેફે મા બેઠીને ખાઈ લઈશું. કેફે બસસ્ટેન્ડ થી થોડા અંતર પર હતું એટલે પછી અમે બસસ્ટેન્ડ થી કેફે જવા માટે રીક્ષા કરાવી.
“તો કેવુ લાગ્યુ તને આ અમારુ શહેર, ગાંધીનગર” આરતી એ રસ્તા મા પૂછ્યુ.
“આ શહેર મને ખરેખર બવ ગમ્યુ, અહીંની હવામા જાણે એક સૂકુન જેવુ ફીલ થાય છે, એકદમ હરિયાળુ શહેર છે. શહેર મા એન્ટર થતાની સાથેજ એક અલગ જ પોઝિટિવ વાઇબ આવવા લાગે છે. હુ બસ આ બીજી વાર જ અહીં આવી રહ્યો છુ, પેહલી વાર જયારે અંકલ ની બદલી અહી થઇ હતી ત્યારે અમે બધા અહીં આવ્યા હતા. બસ એના પછી ડાયરેક્ટ અત્યારે આવ્યો છુ. પણ એને તો ત્રણ-ચાર વર્ષ થઇ ગયા એના પછી ક્યારેય આવવાનુ થયુ જ નહિ” મે રીક્ષા મા બેઠા બેઠા આ શહેર ના રસ્તાઓની સુંદરતા ને માણતા માણતા જવાબ આપ્યો.
“હા એ વાત તો તારી સાચી છે, અહીંની વાઇબ જ કઈંક અલગ છે. હંમેશા બવ પોઝિટિવ ફીલ કરાવે છે” તેણી એ કહ્યુ.
“બસ એકજ પ્રોબ્લેમ છે મને આ શહેર થી” મે કહ્યું.
“લે વળી શું પ્રોબ્લેમ છે તને” તેણી એ કહ્યું.
“બસ અહીંના રસ્તા નય સમજાતા મને, બધી જગ્યાથી સરખાજ લાગે છે :)” મે કહ્યું અને એ બસ મારી સામે જોઈને હસવા લાગી.
“સમજી શકુ છુ તારી આ વાત ને, બવ સારાયે. પણ ડોન્ટ વરી હુ સમજાવી દઈશ બસ તુ થોડો સમજદાર હોવો જોઈએ” આરતી એ કહ્યુ ને અમે બંને બસ એક બીજા સામે જોઈને હસવા લાગ્યા.
અમારી વાત પુરી થઇ ને કેફે પણ આવી ગયુ.અમે બસ રીક્ષા માથી ઉતરીને કેફે તરફ જતા જ હોઈએ છે ત્યાંજ મારા ફોન ની રિંગ વાગે છે.
“ઓ શીટ, પપ્પા નો ફોન છે” મે ઉતાવળ મા કહ્યુ.
“હા તો વાત કરીલે એમા શું પ્રોબ્લેમ છે ?” ને આરતી નો જવાબ એકદમ શાંત હતો.
“મમ્મી એ કીધુ હતુ કે ત્યા પહોંચીને તરત કોલ કરી દેજે, ને હુ એમને કોલ કરવાનુંજ ભૂલી ગયો” મે કહ્યુ.
“હવે અત્યારે ફોન કટ થઇ જાય એ પેહલા તો રિસિવ કરીને વાત કરીલે, પછી બીજુ વિચારજે “ તેણી એ કહ્યુ.
મે ફોન રિસિવ કરીને વાત કરી તો ફોન ઉપર મમ્મી જ હતા. બસ એમણે એજ પૂછવા ફોન કર્યો હતો કે હુ શાંતિ થી પોચી ગયો છુ ને. મારો ફોન ના આવ્યો એટલે બસ એમને ચિંતા થતી હતી, મારી જોડે વાત કરીને પછી એમને રાહત થઇ. માં તો માંજ છે ને, એ જ્યાં સુઘી મારો અવાજ ના સાંભળે ત્યાં સુધી તો એને શાંતિ નાજ થાય. મમ્મી જોડે વાત કરીને પછી હું ને આરતી અમે બંને કેફે મા અંદર જઈને બેઠા.
સફર ક્રમશઃ …
- આજે જ જોડાવ અમારી Whatsapp ચેનલ સાથે અને મેળવો He Tells ની બધી અપડેટ સૌથી પેહલા.