Gujarati Book “SAFAR – સફર” ( ભાગ -17 )

Safar – સફર ( ભાગ -17 ) Gujarati Book

Safar-(Part-17) Gujarati Book

અમારી આ નાની-નાની મસ્તી મજાક અને તીખી મીઠી નોકજોક નાસ્તા ની સાથે પુરી થઈ અને સાથે સાથે હવે ત્યાંથી નીકળવું પણ જરૂરી હતુ. આ જગ્યાને છોડવાનુ મન તો નતુ થતુ, એમજ થતુ બસ આ જગ્યા પર બેઠા રહીયે ને આ વાતો બસ ચાલ્યા જ કરે. પણ સમય ની સામે ક્યાં આપણુ ક્યારેય ચાલ્યું છે કે હવે ચાલે. અંતે તો સમય નેજ માન આપવું પડે છે એની સામે તો બધા ને જુકવુ પડે. બસ એજ રીતે અમે સમય ને માન આપીને ત્યાંથી નીકળી ગયા સ્નેહા ના બર્થડે ની ખરીદી માટે. 

અમે સૌથી પેહલા એક કેક શોપ પર ગયા ત્યાં જઈને અમે કેક નો ઓર્ડર આપ્યો અને ત્યાંથી પછી બીજી બે-ત્રણ શોપ ફર્યા જ્યાં આરતી ને એની ખરીદી કરવાની હતી. આખરે અમારી બધી ખરીદી પુરી થતા થતા બપોર ના બે વાગી ગયા. ભૂખ તો લાગી હતી અમને બંને ને પણ જમવા માટેનો સમય ના હતો. ફાઈનલી હવે સ્નેહા ના બર્થડે માટેના બનાવેલા પ્લાન ને ફોલો કરવાનો સમય આવી ગયો હતો. 

તો સ્નેહા ના બર્થડે ના સેલિબ્રેશન માટેનો સરપ્રાઈઝ પ્લાન એવો હતો કે પેહલા આરતી સ્નેહા ના ઘરે જશે અને તેને કોઈ બહાનુ કરીને ઘરની બહાર લઇ જશે. એના પછી હુ આ બધો ખરીદી કરેલો સમાન લઈને સ્નેહા ના, એટલે કે મારા અંકલ ના ઘરે જઈશ. ત્યા હું ને અંકલ  અમે બંને પેહલા બધુ ડેકોરેશન કરશુ અને પછી કેક લેવા માટે જઈશુ, જે હું ને આરતી ઓર્ડર આપીને આવ્યા હતા. આંટી સ્નેહા ની મનપસંદ રસોઈ બનાવશે.અને બઘી તૈયારી થઇ ગયા પછી અંકલ સ્નેહા ને કોલ કરીને ઘરે બોલાવશે. અને અમે બધા એને મસ્ત સરપ્રાઈઝ આપશુ. 

કેવો લાગ્યો પ્લાન એકદમ માસ્ટર પ્લાન છે ને ? મને પણ એવુજ લાગ્યું હતું, પણ કાશ એવું થયુ પણ હોત તો એને માસ્ટર પ્લાન કહી શકેત. પણ જેમ મે પેહલા કહ્યુ એમ જો બધું આપણું જ ધારેલું થતું હોત, તો તો કોઈને કાંઈ તકલીફ હોતજ નહિ ને. 

*** 

Gujarati Book “SAFAR – સફર” ( ભાગ -17 ) Gujarati Book

“તને શુ લાગે  છે, આ પ્લાન વર્ક કરશે ?” આરતી એ પૂછ્યુ. 

“કરવો તો જોઈએ, આટલુ વિચારીને બનાવ્યો છે તો. તને કેમ એવું લાગે છે કે કઈંક પ્રોબ્લમ થશે ?” મે કહ્યુ. 

“બીજુ બધુ તો બરાબર છે પણ સ્નેહા ને બહાર લઇ જવા માટે તૈયાર કરવી અઘરી છે, ખબર નહિ મારુ એ માનશે કે નહિ. હું સ્યોર નથી.” આરતી એ કહ્યુ.  

એક રીતે જોવા જઇયે તો એનુ આવી રીતે વિચારવું બરાબર હતુ. સ્નેહા ને તૈયાર કરવી અઘરી તો છે. કોઈ બીજો દિવસ હોત તો ચાલેત પણ આ તો એનો બર્થડે હતો અને ઉપરથી એની અને મારી વચ્ચે લડાઈ ચાલતી હતી, જેના કારણે એ પહેલેથી જ અપસેટ હતી. આ બધાની વચ્ચે એને તૈયાર કરવી થોડી અઘરી તો હતી. 

બસ આજ વિચારી ને અમે પ્લાન મા થોડો બદલાવ કર્યો. હવે એમ નક્કી કર્યું કે જે પેહલા આરતી સ્નેહા ને બાર લઈને જવાની હતી એની જગ્યા પર હવે અંકલ સ્નેહા ને બહાર લઈને જશે અને અમે બંને ઘરે જઈને બધો ડેકોરેશન કરશુ. મેં ફટાફટ અંકલ ને અમારો પ્લાન સમજાવ્યો, એમણે થોડી વાર હા ના કરી પણ અંતે એ માનીજ ગયા. બસ એમણે કલાક નો સમય માંગ્યો સ્નેહા ને તૈયાર કરવા માટે. તો પછી અમારે હવે કલાક અહીજ ક્યાંક બહાર બેઠીને એમના કોલ ની રાહ જોવી પડશે 

Gujarati Book “SAFAR – સફર” ( ભાગ -17 ) Gujarati Book

“તો આપણે શું કરશુ હવે કલાક માટે ?” આરતી એ પૂછ્યું. 

“આ તો મારો પ્રશ્ન હોવો જોઈએ, મારે તને પૂછવાનુ હોય કે શું કરશુ આપણે અને તુ મને પૂછી રહી છે” મેં જવાબ આપ્યો. એણે થોડી વાર વિચાર્યું અને પછી કહ્યું  

“આપણે ફરી બસ સ્ટેન્ડ જ જઈએ તો, ત્યાં પહોંચીને થોડો નાસ્તો કરશુ થોડી વાર બેઠશું તો ટાઇમ થઈ જશે અને આમ પણ ત્યાંથી સ્નેહા નુ ઘર પણ નજીક જ છે. તો  ત્યાાં જવુ પણ આપણને સહેલુ પડશે, ચાલીને પોચી જશુ.” આરતી એ વિચારવા માટે થોડો સમય તો લીધો પણ એણે વિચાર્યું સારું.  

“હા એમ કરીયે ચલ, મને તો ભૂખ ના કારણે બીજા કઈ વિચાર જ નહિ આવતા” મેં કહ્યુ.  

“હાલ તો જલ્દી તને ગાંધીનગર ની પકોડી ખવળાવુ” તેણી એ કહ્યુ. 

“પકોડી એ શું હોય, મેં તો પેહલી વાર નામ સાંભળ્યું” મે કહ્યુ. 

“એ હવે તુ ત્યાં પહોંચીને જ જોઈ લેજે, ચાલ ફટાફટ અત્યારે રીક્ષા ગોત હવે એટલે આપણે વેહલા પહોંચ્યે” આરતી એ કહ્યુ. 

Gujarati Book “SAFAR – સફર” ( ભાગ -17 ) Gujarati Book

તો પછી મે ફટાફટ રીક્ષા બુક કરાવી અને અમે પહોંચી ગયા બસ સ્ટેન્ડ, પકોડી ખાવા માટે. પણ ત્યા જઈને ખબર પડી કે પકોડી એટલે પાણીપુરી. મને તો એમ હતુ કે કઈંક નવી વસ્તુ ટેસ્ટ કરવા મળશે, પણ આ તો પાણીપુરી છે. ત્યારે મને ખબર પડી કે અમે જે વસ્તુ ને સૌરાષ્ટ્ર મા પાણીપુરી કહીયે છે તેને અહીંના લોકો પકોડી થી ઓળખે છે. કહેવાય એમ કે અમે ગુજરાતી ભાષા બોલીયે છે પણ એમા પણ ઘણી જુદી જુદી જાત છે. સૌરાષ્ટ્ર ની કાઠીયાવાડી બોલી, કચ્છ ની કચ્છી, મેહસાણા ની મેહોણી, સુરત ની સુરતી, ને અમદાવાદ ની અમદાવાદી. ભાષા તો એક જરિયો છે વાત ચિત કરવાનો, બાકી લોકો તો આંખો થી ને એના હાવભાવ થી લાગણીઓ ને સમજી જાય છે.  

પાણીપુરી ખાતા ખાતા સોરી પકોડી, તો પકોડી ખાતા ખાતા આરતી ની એ બિન્દાસ અદાઓ જાણે મને આકર્ષી રહી હતી. એના એક હાથ મા પ્લેટ અને બીજા પકોડી વાળા હાથ થી એ એની ખુલેલી ઝુલ્ફો માંથી નીકળતી એક લટ ને જે રીત હટાવતી હતી, ને એના કાન પાછળ રાખવાનો પ્રયત્ન કરતી હતી. પણ જાણે આ પવન ને પણ મારી જેમ એ નીચે આવતી લટ ગમતી હશે એટલેજ એ વારે વારે હવા નો જોંકો લઇ આવે છે ને ફરી એની લટ ને નીચે લઇ આવે છે. 

હાયે, એ જોઈને તો હુ પિગળીજ ગયો. એક વાર વિચાર આવ્યો કે એ લટ ને મારા હાથ ની આંગળી થી ધીમેથી એના ગાલ પરથી સરકાવીને એના કાન  ની પાછળ રાખી દવ. પણ અફસોસ કે આ દિલ હિમ્મત ના કરી શક્યુ. મારુ પેટ તો બસ એને જોઈનેજ ભરાઈ ગયુ અને હા હારે હારે એની વાતો થી પણ 🙂  

Safar…ક્રમશઃ…


  • આજે જ જોડાવ અમારી Whatsapp ચેનલ સાથે અને મેળવો He Tells ની બધી અપડેટ સૌથી પેહલા.

Leave a ReplyCancel reply

Exit mobile version