Safar – સફર ( ભાગ -18 ) Gujarati Book
Safar-(Part-18) Gujarati Book
“તો તારી આ પકોડી પૂરિ થઇ ગઈ હોય તો આપણે જઇયે હવે” મેં કહ્યુ.
“હા બસ એક છેલ્લી, એ પુરી થાય એટલે નીકળીએ” તેણી એ જવાબ આપ્યો. ત્યાંથી પછી અમે હજુ તો બસસ્ટેન્ડ માં બેઠા બેઠા અંકલ ના ફોન ની રાહ જોતાજ હોઈએ છે, ત્યાંજ એમનો ફોન આવે છે. અંકલે કહ્યુ કે એ અને સ્નેહા બંને બાર નીકળી ગયા છે, તો અમે હવે જઈ શકીયે છે એમના ઘરે. આંટી ઘરેજ છે તો એ પણ સારું છે અમારા માટે એમની થોડી હેલ્પ પણ મળી જશે. બસ એમનો ફોન મુક્યો ને અમે તરત બસસ્ટેન્ડ માંથી નીકળીને સ્નેહા ના ઘર તરફ ચાલતા થયા.
અહીંના તો સેક્ટર ની અંદર ના રસ્તા પણ હરિયાળા હતા અને સાથે સાથે છોકરાવો માટે રમવા માટેનું અલગ ગ્રાઉન્ડ પણ હતુ. કાશ અમારે પણ ત્યા આવુ કઈંક હોત.
“ક્યાં વિચારો માં ખોવાઈ ગયો ?” આરતી એ પૂછ્યુ.
“કાઈ ખાસ નહિ બસ એમજ વિચારતો હતો કે કાશ આવુ ગ્રાઉન્ડ અમારા એરિયા મા ત્યા જૂનાગઢ મા પણ હોત, તો અમારે પણ રમવા માટે દૂર ના જવું પડે.” મે જવાબ આપ્યો.
“બધા શહેર ની અલગ અલગ ખાસિયત હોય છે, જૂનાગઢ મા પણ એવું ઘણું હશે જે તને અહીંયા નહિ મળે. તો દુઃખી ના થા, બોલ જોયે એવું હશેજ ને ?” આરતી એ કહ્યુ. એણે કેટલી સરળતાથી મને સમજાવી દીધો, હા એની વાત સાચી હતી મારા શહેર ની પણ અલગ મજા છે. ત્યાં પણ એવું ઘણું છે જે અહીંયા મળવું ક્યારેય પોસિબલ નથી. પણ એક મિનિટ આટલી જલ્દી મારા ડાઉટ ક્લીઅર તો ખાલી સ્નેહા જ કરી શકતી હતી પણ આજે આરતી એ પણ કરી બતાવ્યુ. કઈ પણ કહો પણ છોકરી મા કઈંક ખાસ વાત તો છે.
***
આખરે હુ મારી મંઝિલ સુધી પહોચીજ ગયો, સ્નેહા ના ઘરે. અમે બસ ઘરની બહાર જ ઉભા હતા ને આરતી એ દરવાજા ની બેલ વગાડી. આંટી એ દરવાજો ખોલ્યો ને બસ પહોંચી ગયા અમે અમારી મંઝિલે. ઘરમા આવતાજ હું આંટી ને પેહલા પગે લાગ્યો ને એમણે મારા માથા પર હાથ ફેરવીને મને આશીર્વાદ આપ્યા. એમણે મારી તબિયત વિષે પૂછ્યું, મમી-પપ્પા ને બેન ના ખબર પૂછયા ને બસ થોડી વાર તો એવીજ બધી વાત ચિત ચાલી.
“તમારા બંને નો આ વર્ષો પછીનો મિલાપ પૂરો થયો હોય તો હવે જે કામ માટે ભેગા થયા છે આપણે એ કરીયે” આરતી એ કહ્યુ. એની આ વાત સાંભળીને મને લાગ્યું કે એ સ્નેહા ની સાથે સાથે આંટી ની પણ બવ નજીક છે. બસ આરતી ના કહ્યા પછી અમે ફટાફટ બધી તૈયારી શરુ કરી દીધી, અમે બંને ડેકોરેશન મા લાગી ગયા અને આંટી રસોઈ બનાવતા હતા.
જેમ જેમ સ્નેહા નો સામનો કરવાનો સમય નજીક આવી રહ્યો હતો એમ એમ આ દિલ ની ધક ધક વધી રહી હતી. લગભગ એક વર્ષ પછી હું એને મળવાનો હતો અને એ પણ આવી રીત, છેલ્લે હું એને દસમા ના વેકેશન માં મળ્યો હતો જયારે એ લોકો જૂનાગઢ આવ્યા હતા. મન ની અંદર નત નવા અલગ અલગ વિચારો આવતા હતા કે ખબર નહિ એ કઈ રીતે રિએક્ટ કરશે, માનસે કે નહિ મારી વાત, ને ઘણું બધુ. મારા ખ્યાલથી મારે આટલુ બધુ ના વિચારવું જોઈએ, એ સ્નેહા જ તો છે જેને હું વર્ષો થી ઓળખું છુ. મારાથી વધુ તો એને કોઈ નહીંજ સમજતું હોય તો હું તો મનાવી ને સમજાવી જ શકું ને.
“તું ફરી વિચાર મા ખોવાય ગયો, આ થોડી થોડી વારે તુ એવા તો ક્યાં વિચાર મા ખોવાઈ જા છો એજ નહિ સમજાતુ. મને પણ કે તો હું પણ વિચારુ” આરતી એ કહ્યુ. શાયદ એને પણ ખ્યાલ તો હતો થોડો ઘણો કે મારા માઈન્ડ મા શુ ચાલતું હશે પણ અત્યારે આ બધી વાત મને મારી રીતે જ સંભાળવી વધારે યોગ્ય લાગી. આરતી એ ઘણું બધું કર્યું છે હવે હું એને વધારે હેરાન કરવા નહિ માંગતો.
“પણ તું શુકામ મારા વિચારો મા નજર લગાવે છો, બધું કેહવું જરૂરી થોડી હોય છે” મેં જવાબ આપ્યો.
“ઓહ સિક્રેટ, હશે હશે. કોઈ નહિ ના કે તો, મને જાણવા મા એટલો કઈ ઇંટ્રેસ્ટ પણ નથી. મેં તો બસ એમજ પૂછ્યુ” આરતી એ કહ્યુ. પણ એના હાવભાવ ઉપરથી ચોખ્ખું દેખાય આવતું હતું કે મારી સિક્રેટ વાત કીધા પછી એ જાણવા માટે કેટલી તલપાપડ હતી. મે થોડી વાર માટે એને કહી જવાબ જ ના આપ્યો ને બસ જે કામ કરતો હતો એ ચાલુ રાખ્યુ. મારા કઈ ના બોલવાના કારણે એની બેચેની વધતી જતી હતી અને પછી અંતે એને પૂછ્યા વગર ના ચાલ્યુ.
“એટલે એમ તને હજુ ઈચ્છા થતી હોય તારી કોઈ વાત મારી જોડે શેર કરવાની તો તુ કહી શકે છો. એટલે તને ફોર્સ નહિ કરતી પણ આ તો શું અગર હું કઈ હેલ્પ કરી શકુ એમાં તો બસ એટલેજ. બાકી તારી ઈચ્છા ના હોય ને તું તારી આટલી સિક્રેટ વાત મારી જોડે ના શેર કરવા માંગતો હોય તો વાંધો નહિ મે સમજી લઈશ” આરતી એ કહ્યુ.
એ જે બોલતી હતી ને જે વિચારતી હતી એ બંને ના છેડા કોઈ જગ્યા પર મેચ નતા થતા. પણ હું તો સમજી ગયો હતો કે એ શું કેહવા માંગતી હતી બસ એટલેજ માંડ મને મોકો મળ્યો હતો એની હળી કરવાનો તો પછી કઈ રીતે મૂકી શકું.
“હા ઓકે…” મેં જવાબ આપ્યો. અને મારા જવાબ પછી એનુ ફુલાયેલું મોઢું જોવા જેવું હતુ. એ મારી સામે એકદમ આંખો ઊંચી કરીને ઘૂરીને જોઈ રહી હતી ને હું એને ફૂલ નજર અંદાજ કરી રહ્યો હતો.
“એક કામ કરને તને પોતાને બધુ ખ્યાલ જ છે અને તને મારી હેલ્પ ની કોઈ જરૂર નથી તો પછી આ ડેકોરેશન પણ હવે તુજ પૂરું કરી નાખને. હું જવું છું આંટી ને રસોઈ મા હેલ્પ કરવા માટે, એમને મારી હેલ્પ ની જરૂર છે ભલે બીજા કોઈ ને ના હોઈ” આરતી એ કહ્યુ ને એના હાથ માં રહેલા ફુગ્ગા ત્યાંજ મૂકી કિચન મા જતી રહી. હુ કઈ બોલું કે રોકુ એ પેહલા તો નીકળી જ ગઈ.
ડેકોરેશન પણ પૂરું થઇ ગયું અને કિચન મા પણ બસ થોડું ઘણું કામ જ બાકી હતું. હું હજુ તો બસ કેક લેવા જવાની તૈયારી જ કરતો હતો ત્યાંજ ઘર ની ડોરબેલ વાગી. મને એમ હતું કે આરતી એ એના ફ્રેન્ડ સર્કલ માંથી બધાને બોલાવ્યા છે તો એ લોકો આવ્યા હશે. પણ દરવાજો ખોલતાજ મારી આંખો ની સામેનો નજારો જોઈને મારી આંખો બસ ખુલી ને ખુલીજ રહી ગયી.
Safar…ક્રમશઃ…
- આજે જ જોડાવ અમારી Whatsapp ચેનલ સાથે અને મેળવો He Tells ની બધી અપડેટ સૌથી પેહલા.