Safar – સફર ( ભાગ -19 ) Gujarati Book
Safar-(Part-19) Gujarati Book
દરવાજો ખોલતાજ મારી સામે સ્નેહા હતી, શું કામ, કઈ રીતે ખબર નહિ પણ એ મારી સામે હતી. અમે બંને બસ એકબીજા સામે જોઈ રહ્યા હતા, એને જોઈને એવું લાગતું હતુ કે એ બવ ગુસ્સા ની સાથે સાથે જાણે એને એક શોક પણ ના લાગ્યો હોઈ એવું જણાતું હતુ. એણે એના બંને હાથ ની મુઠ્ઠી વાળેલી હતી અને સ્નેહા એવું ત્યારેજ કરે જયારે એ બવ ઇમોશનલ હોય. એ મારી સામે શાંત ઉભી હતી ને મને તો એને જોઈને એજ નતુ સમજાતુ કે હું શું બોલુ. આવી રીતે અચાનક એને મારી સામે જોઈને મને કઈ બોલવા માટે શબ્દો જ નતા મળતા.
મેં તૈયારી તો એને સરપ્રાઈઝ આપવાની કરી હતી પણ અહીં તો એણેજ મને સરપ્રાઈઝ કરી દીધો. મને એમ હતું કે હું એને સરપ્રાઈઝ આપીને પછી વાત કરીશ તો સારું રહેશે, પણ મારી બધી તૈયારી મારા વિચારો પ્રમાણે ના રહી. આતો જાણે સમય મારી પરીક્ષા ના લેતો હોય એવુજ હતું, અને સમય ની પરીક્ષા તો હંમેશા અઘરી જ લાગે ને કેમ કે સમય જે પરીક્ષા લે છે એ તો તૈયારી વગર ની હોય છે. ને તૈયારી વગર ની પરીક્ષા તો હંમેશા અઘરીજ લાગે ને.
સ્નેહા ગુસ્સા મા ઘર ની અંદર આવી ને ડાયરેક્ટ એના રૂમ માંજ જતી રહી, એણે આરતી ને પણ ના બોલાવી.
“રસ્તા મા મારાથી ભૂલથી બોલાઈ ગયું કે આકાશ આવ્યો છે, ને બસ એણે ઘરે આવવાની જીદ પકડી લીધી” અંકલે કહ્યુ.
આરતી, સ્નેહા ના રૂમ મા એને મનાવવા માટે જતી હતી ને મે એને રોકી લીધી. શાયદ હવે સ્ટેપ લેવાનો વારો મારો હતો અને આ જે પણ બધુ મારા કારણે થઇ રહ્યું છે એને હવે સૉલ્વ કરવાની જવાબદારી પણ મારીજ હતી.
“તમે બધા બધી તૈયારી કરીને રાખો, હું એને મનાવીને લઇ આવુ છું” મે કહ્યું.
હું ધીમે ધીમે સ્નેહા ના રૂમ તરફ આગળ વધી રહ્યો હતો ને મારા પગલા ની સાથે સાથે આ દિલ ની ધક ધક પણ વધી રહી હતી. મે રૂમ નો દરવાજો ખોલ્યો તો સ્નેહા એના બેડ ઉપર જ બેઠી હતી, એના પગ નીચે જમીન પર હતા અને એના બંને હાથ બેડ ને જોરથી જકડીને બેઠા હતા. હુ રૂમ મા અંદર આવ્યો ને એ મારી સામે જ જોઈ રહી હતી પણ એ કઈ બોલી નહિ. શાયદ એ પણ ઇચ્છતી હતી કે હુ એની પાસે આવીને વાત કરુ બસ એટલેજ કઈ નહિ બોલી હોય.
એ મારી સામે જોઈ રહી હતી ને હું ધીમે ધીમે એની નજીક જઈ રહ્યો હતો. હું બસ એની પાસે જઈને નીચે બેઠો, એની સામે જોયું અને મારા બંને હાથ થી કાન પકડીને એની માફી માંગી
“આઈ એમ સોરી, માફ કરીદે મને . હા મને ખબર છે કે ભૂલ મારી છે ને એ પણ ખબર છે કે આ તને કેહવામા થોડુ મોળુ પણ કરી દીધૂ મે. દિલથી માફી માંગુ છુ તારી, પ્લીઝ માફ કરી દે” મે કહ્યું અને એની આંખો માંથી ઘણા સમય થી ભરાઈ ને પડેલા એ આંસુ જાણે કે મારા આ શબ્દો ની રાહ જોઈનેજ ના બેઠા હોય, એમ બહાર આવવા લાગ્યા.
“થોડુ મોળુ” સ્નેહા એ ભારે અવાજે કહ્યું.
હું એની પાસે જઈને બેઠો અને એની આંખ માંથી નીકળી રહેલા એ આંસુ ને મારા હાથ થી લુંછવા લાગ્યો. “સોરી યાર, સોરી તને આટલી હેરાન કરવા માટે”
“આકાશ આપણે નાને થી મોટા હારે થયા છે, હુ તારી બેન પછી ને તારી ફ્રેન્ડ પેહલા છુ. તુ મને એક વાર વાત કરી શકતો હતો, શું હું ના સમજેત તારી વાત ને ? મે હંમેશા તને સમજાવ્યો પણ છે ને સમજ્યો પણ છે, તો શું હું તારી આ વાત ને ના સમજી સકેત? તારે એક વાર મને કેહવુ તો જોઈતું હતુ.
તે એવું વિચાર્યું એથી તકલીફ ના થઇ મને પણ તે મને એક વાર પણ કહ્યું નહિ એ વધારે હર્ટ થયુ. મને રોજે એમ થતુ કે આજે એનો ફોન આવશે, આજે આવશે પણ તારો ફોન આવ્યોજ નહિ, શું આટલી નારાજગી તને હતી મારાથી ? હા મને ખબર હતી કે એક દિવસ તને તારી ભૂલ નો એહસાસ થશે, પણ આટલી વાર લાગશે એ ખબર ના હતી. તે વાત કરવામાં બવ વાર લગાવી દીધી આકાશ, કઈંક વધારેજ” સ્નેહા એ કહ્યુ.
હા એની બધી વાત સાચી હતી મે મોડું તો કરી દીધુ હતુ ને એ વાત મને પણ ખબર હતી. એણે કહેલા એક એક શબ્દ સાચા હતા. ઘણા સમય થી જે પણ એની અંદર ભરાઈ ને હતુ એ બધું એકહારે આજે બહાર આવી ગયુ.
“હા હુ માનુ છું અને મને એહસાસ પણ છે મારી ભૂલ નો, તુ જે પણ કહી રહી છે એ બધી વાત તારી સાચી છે.” મારી નજર એની સામે જ જોઈ રહી હતી “ઘણી વાર એમ થયુ કે તારી જોડે વાત કરીને આપણી વચ્ચે આ જે પણ પ્રોબ્લમ ચાલી રહી છે એ બધી ક્લીઅર કરી દવ, પણ આ દિલ ના હિમ્મત કરી શક્યુ તારી સામે આવવા માટે. આપણી વચ્ચે ક્યારેય આવુ થયુ જ નહિુ, હા તારા જેટલું તો નહિ હોય પણ મારા માટે પણ આ બધુ ફેસ કરવું બહુ અઘરુ હતુ. હુ પ્રોમિસ કરું છું કે હવે આવું આગળ ક્યારેય નહિ થાય. બસ તું રડવાનુ બંદ કર હવેે” મે કહ્યુ.
થોડી વાર માટે રૂમ ની અંદર એકદમ સન્નાટો છવાય ગયો…
Safar…ક્રમશઃ…
- આજે જ જોડાવ અમારી Whatsapp ચેનલ સાથે અને મેળવો He Tells ની બધી અપડેટ સૌથી પેહલા.