Gujarati Book “SAFAR – સફર” ( ભાગ -20 )

Safar – સફર ( ભાગ -20 ) Gujarati Book

Safar-(Part-20) Gujarati Book

થોડી વાર માટે રૂમ ની અંદર એકદમ સન્નાટો છવાય ગયો. એ આંસુ હવે ધીમે ધીમે શાંત થઈ રહ્યા હતા અને એ આંખો જે બોજ લઈને ઘણા સમય થી ભરાયેલી હતી, આજે એણે એનો એ બધો બોજ આંસુ રૂપી વહાવી દીધો. એના હાથ ની બંદ મુઠ્ઠી ને મે મારા હાથ થી ખોલી ને એની સાથે સાથે એ લાગણીઓ જે એ છુપાવીને બેઠી હતી એ પણ ખુલી ગઈ.

“બસ હવે, બવ રડી લીધુ. રડ નહિ હવે, એટલુ ઇનફ છે આજ માટે હવે, આજે તો ખુશી નો દિવસ છે તો હવે આ ખુશી ના મોકા પર આ બધુ ભૂલીને  આગળ વધીયે આપણે” એણે એની આંખો ના ઈશારા થી હામી ભરી 

“ચાલ જલ્દી ફ્રેશ થઈને તૈયાર થઈ જા, બધા તારી બાર રાહ જોઈને બેઠા છે અને ફરી વાર સાચે સોરી” મે કહ્યુ. 

“ચાલ ચાલ હવે રોના ધોના બંદ કર અને જલ્દી તૈયાર થઇ જા , આ આકાશ સ્પેશ્યલ તારો બર્થડે સેલિબ્રેટ કરવા અહીં આવ્યો છે. તો હવે તું એને હેરાન ના કર” આરતી પણ રૂમ ની અંદર આવી અને એણે બવ સિરિયસ થઈ ગયેલ માહોલ ને થોડો ઠંડો કરવાનો પ્રયત્ન કર્યો. 

Gujarati Book “SAFAR – સફર” ( ભાગ -20 ) Gujarati Book

“અચ્છા તો આ બધાની પાછળ તારો હાથ છે” સ્નેહા એ આરતી સામે જોઈને કહ્યું. એને પણ હવે ધીમે ધીમે બધો આઈડિયા આવી રહ્યો હતો કે અહીં શું ચાલી રહ્યું છે. આરતી ના આવવાના કારણે એ ગરમ માહોલ નો મૂડ બદલાય ગયો. આ  છોકરી જાણે-અજાણે મારી લાઈફ નો ભાગ ક્યાંક ને ક્યાંક બની રહી હતી. 

“તુ તૈયાર થઈ જા, ત્યાં સુધીમાં હું ને આકાશ થોડુ ઘણું બાકીનું કામ પૂરું કરી દઈએ. સરપ્રાઈઝ તો નહિ રહી હવે, તો પણ ખાસ દિવસ તો છેજ ને” આરતી એ સ્નેહા ની સામે નજર મિલાવીને કહ્યું. 

“સારું ચલ સ્નેહુ તુ ફ્રેશ થઈ જા, ત્યા સુધીમા કોઈને મારી હેલ્પ ની જરૂર છે તો હુ એ  કરાવી દવ” મેં આરતી ને છંછેડતાં કહ્યુ ને માહોલ બવ બધી ખુશીઓ મા ફેરવાય ગયો.  

Gujarati Book “SAFAR – સફર” ( ભાગ -20 ) Gujarati Book

આખરે ધીમે ધીમે બધું સુધરી રહ્યું હતુ. આ સફર ની શરૂઆત જેના માટે થઇ હતી એ વ્યક્તિ ને આખરે મેં મનાવીજ લીધી. ઘણા સમય થી મન મા જે વિચારો દોડી રહ્યા હતા, જે મૂંઝવણો ચાલી રહી હતી, જે ડર હેરાન કરી રહ્યો હતો. આજે એ બધું એકીસાથે દૂર થઇ ગયુ. હવે બસ ખાલી ખુશીઓ જ ખુશીઓ હતી, બધા ખુશ હતા હસી મજાક કરતા હતા. આ પળ ની મજા માણિ રહ્યા હતા. 

સ્નેહા તૈયાર થઈને આવી ને એનો ખાસ દિવસ અમે બધાએ બવ સારાયે ઉજવ્યો. બધું પ્લાનિંગ પ્રમાણે તો ના રહ્યુ પણ અંતે બધા ખુશ હતા અને બસ એજ તો વધુ અગત્ય નુ છે. ત્યારે વિડિઓ કોલ નો ઓપ્શન ના હતો બાકી હું પણ ઘરે કોલ કરીને મમ્મી-પપ્પા ને આ બધુ બતાવેત. પણ એમને મેં બધું ફોન મા વાત કરીને કહી દીધુ, એ લોકો પણ આ બધું સાંભળીને બવ ખુશ થયા. અંકલ માટે ખાસ લઈને આવેલો નાળિયેર નો હલવો મેં એમને આપ્યો ને એમણે તો કેક ની જગ્યા પર આ હલવો ખાઈનેજ પેટ ભરી લીધુ. 

“જન્મદિવસ ની ખુબ ખુબ શુભેચ્છા, હેપી બર્થડે સ્નેહુ, બસ આમજ હંમેશા ખુશ રહે એવા મારા આશીર્વાદ.” સ્નેહા નો ચહરો હરખાઈ રહ્યો હતો  

“આ તારું ગિફ્ટ, આ જોઈને તુ રોજ સવારે મને યાદ કરીશ” મેં કહ્યુ ને એને એનું બર્થડે ગિફ્ટ આપ્યુ. સ્નેહા ને રોજ સવારે કોફી પીવાની આદત હતી અને એને કોફી વગર ક્યારેય ચાલેજ નહિ તો મે એને અમારા બંને ના ફોટો વાળો કપ ગિફ્ટ કર્યો. જેને જોઈને એની ખુશી નો કોઈ પાર ના હતો, ખુબ ગમ્યું એને મારુ ગિફ્ટ . ઘણા દિવસો લાગ્યા આ ગિફ્ટ વિષે વિચારતા પણ એના ચેહરા ની ખુશી જોઈને લાગ્યું એ બધી મેહનત સફળ ગઈ. 

“તો હવે તો તું ખુશ છો ને, આખરે તુ જે પણ વિચારતો હતો એ બધું થઇ ગયુ” આરતી એ પૂછયુ. 

Gujarati Book “SAFAR – સફર” ( ભાગ -20 ) Gujarati Book

“હા ખુશ છું, બવજ ખુશ છુ અને થેંકયુ અગર તુ ના હોત તો આ કાંઈજ શક્ય ના હોત. આ બધી ખુશીઓ નો ક્રેડિટ તો તને જાય છે. એના માટે તારો જેટલો આભાર માનુ એટલો ઓછો છે. અગર મજાક મસ્તી મા કે પછી ભૂલથી મારાથી કઈ વધારે તને કેહવાઈ ગયું હોય તો સોરી એના માટે” મારા શબ્દો મા આરતી માટેનો એક ભાવ દેખાઈ આવતો હતો. અત્યારે જે પણ બધું થઇ રહ્યું હતું એનું કારણ એજ તો હતી, આ બધું જોઈને મારાથી પણ વધુ ખુશ તો એ જણાતી હતી. 

“બસ કર હવે રોવળાવીશ શું, ખુશી થઇ મને પણ તમને બંને ને ફાઈનલી આવી રીતે હારે જોઈને. સોરી ના બોલ, મને પણ તારી કંપની ગમી, તારી જોડે સમય પસાર કરવો સારો લાગ્યો. આખો દિવસ તારી જોડે કઈ રીતે પસાર થઇ ગયો ખબર જ ના પડી. બસ આ જે પળ મળી છે એની મજા લે હવે, હા આટલા સમય મા  એટલો તો ખ્યાલ આવ્યો તારા વિષે કે તુ થોડું વધારે જ ઓવરથીન્કીંગ કરે છો. તો અત્યારે બસ બધુ સાઈડ મા રાખીને આ પળ આ ક્ષણ જે તને મળી છે એનો આનંદ લે. કાલની ફિકર મા તું તારી આજ ની આ પળ  ને ના ગુમાવ, આ પળ એક યાદ બની જાય એ પેહલા જીવી લે” આરતી એ કહ્યું. 

એના આ શબ્દો મારા દિલ ને બવ અંદર ખાને સ્પર્શિ ગયા. “આ પળ એક યાદ બની જાય એ પેહલા જીવી લે” એના આ શબ્દો કાન મા વારે વારે ગુંજી રહ્યા હતા. જે પણ છે એ બધું આ ક્ષણ માંજ જ છે, પછી તો બસ એક ખાલી યાદ બનીને રહી જાય છે.  

આજનો દિવસ બવ ખાસ અને યાદગાર રહ્યો મારા માટે, “અંત ભલા તો સબ ભલા” બસ એમજ અંતે બધું સારું થઈ ગયુ. એ રાતે મને ઘણા સમયે આટલી સૂકુન વાળી ઊંઘ આવી….

Safar…ક્રમશઃ…


  • આજે જ જોડાવ અમારી Whatsapp ચેનલ સાથે અને મેળવો He Tells ની બધી અપડેટ સૌથી પેહલા.

Leave a ReplyCancel reply

Exit mobile version