Safar – સફર ( ભાગ -21 ) Gujarati Book
Safar-(Part-21) Gujarati Book
વર્ષ – 2023
વર્તમાન
ખુશી.. આ ખુશીઓ પણ કેવી અજીબ છે નય આવે તો એક હારે આવે અને ક્યારેક દીવો લઈને શોધવા નીકળવું પડે. પણ આ દિલને સમજાવે કોણ કે ખુશીઓ તો એક એક પળ મા છે, નાની નાની વાતો મા છે, બસ આપણે એને જોઈ નહિ સકતા. ખુશીઓ ને આપણે ક્ષણ ભર ની બનાવી દીધી છે, ને આ ગમ ને જિંદગી ભરનુ.
પણ વર્ષો પછી જયારે કોઈ શાંત જગ્યા પર રાત્રી ના સમયે, આભ ની નીચે તમારા કોઈ મિત્ર, પાર્ટનર કે પછી પરિવાર ના સદસ્ય જોડે, તમે બેઠા બેઠા જયારે ભુતકાળ ની કોઈ વાત યાદ કરીને બેઠસો ને, તો હંમેશા ખુશીઓ જ યાદ આવશે, અને એ સમયે તમારે એ ખુશીઓ ને યાદ નહિ કરવી પડે પણ આપો આપ યાદ આવવા લાગશે, ને આપણે હોંશે હોંશે એ વાત હરખાય ને બીજા લોકો જોડે શેર પણ કરશુ. એ સમયે આપણને એ દુઃખ ના દિવસો યાદ નહિ આવે.
પણ અફસોસ કે આ વાત સમજતા પણ આપણને બવ મોડુ થઇ જાય છે કે વીતેલી વાતો વિષે રોવા મા ને રોવા મા` આપણે જે ખુશીઓ ની પળ હતી ને એ ક્યાંક ને ક્યાંક ગુમાવી દીધી. જિંદગી પણ એક સફર જ છે, ને સફર મા સંઘર્ષ તો કરવો જ પડે ને. ‘એ સફર પણ શું કામની જેમા સંઘર્ષ ના હોય’.
સુખ અને દુઃખ તો જીવન નો એક ભાગ છે, જે આ સફર ને બેલેન્સ કરે છે. સુખ વગર તમે દુઃખ ને નહિ સમજી શકો અને દુઃખ વગર તમે સુખ ને નહિ સમજી શકો. પણ અફસોસ કે આપણે દુઃખ ને પકડીને રાખીયે છે, જકડીને રાખીયે છે, કે જ્યાં સુધી સુખ નહિ આવે ત્યાં સુધી છોડશુ જ નહિ એવી રીતે. ને સુખ ને ક્ષણ ભર મા ઉજવીને ભુલાવી દઈએ છે. શું આવું આપણે દુઃખ સાથે પણ નહિ કરી શકતા ? જરા વિચારજો.
જે થઇ ગયું અને જે થવાનુ છે એના પર આ જીવન ની સફર નહિ ચાલતી પણ જે થઈ રહ્યું છે એના પર ચાલી રહી છે. હા સારા ભવિષ્ય માટેનો વિચાર મન મા હોવો જોઈએ પણ એટલો પણ ના હોવો જોઈએ કે એ આપણા મન પર હાવી થઈ જાય.
***
આરતી થી દૂર થયા પછી હુ સાવ જાણે તૂટી જ ગયો હતો, શરીર મા જીવ તો હતો પણ અંદર થી સાવ ખોંખલુ. સવાર સાંજ બધુ સરખુંજ લાગતુ, ના રહેવાના ઠેકાણા ના જમવાના બસ આખો દિવસ એના વિચારો માંજ જતો. કોઈ ખાસ વ્યક્તિ ના ગયા પછી એ વ્યક્તિ નહિ પણ એની યાદો આપણને જીવવા નહિ દેતી, જકડી રાખે છે એના વિચારો મા. ને હુ પણ કઈંક એવુજ કરી રહ્યો હતો. બસ દીવસે ને દિવસે એની યાદો મા ખોવાતો જતો હતો.
પણ આખરે એ સમય આવ્યો જયારે એહસાસ થયો કે આ હું શું કરી રહ્યો છું અને કોના માટે, હું મારી જાત નેજ હેરાન કરી રહ્યો છે અને હારે હારે એ લોકો ને પણ જેને મારી ખરેખર ચિંતા છે. બસ ત્યારે નક્કી કર્યું કે હવે આ મારા વિચારો થી ઘેરાયેલી દુનિયા માંથી બહાર નીકળવું પડશે, બીજા કોઈ માટે નહિ પણ મારા પોતાના માટે.
હા અઘરું છે પણ પહેલું ડગલું તો અઘરુંજ હોય ને. ને એ પહેલો સ્ટેપ લેવો ખુબ જરૂરી હતો, કેમ કે જ્યાં સુધી હુ એ હકીકત ને સ્વીકારીશ નહિ ને ત્યા સુધી હું ત્યાંથી આગળ નહિ વધી શકુ. કહેવાય છે કે તમારી અંદર ચાલી રહેલા દર્દ ને જો તમે લખી ને રજુ કરી દો ને ક્યાંક ને ક્યાંક રાહત આપે છે ને એક દવા જેવું કામ કરે છે. આ વસ્તુ મને બવ ઉપયોગી બની. બસ એટલેજ મેં મારી અંદર ચાલતા બધા વિચારો ને એક કાગળ પર લખી નાખ્યા.
મારી અંદર જે પણ ચાલી રહ્યું હતુ, જેની સામે હું આટલા દિવસ થી લડી રહ્યો હતો અને જે વિચારો મને દુઃખ આપી રહ્યા હતા એ બધાને મે એ કાગળ પર લખી દીધા. એ બધી લાગણીઓ શબ્દો રૂપે શાહી થી લખાઈ રહી હતી, જેમ જેમ એ લખાઈ રહ્યુ હતુ એમ એમ દિલ માં રહેલો એ શબ્દો નો ભાવ આંસુ રૂપે બહાર આવી રહ્યો હતો અને જાણે અંદર એક અરસા પછીની શાંતિ ની ઠંડક આપી રહ્યો હતો. બસ એના પછી મારી અંદર ચાલતી વિચારો ની આ જંગ શાંત થઈ અને એને આ દુનિયા સામે ફરી વાર પોતાના પગ પર ઉભા થવાની હિમ્મત મળી.
એના પછી જયારે પણ હું દુઃખી થતો કે ફરી મને આરતી ની યાદ આવતી ત્યારે હું આ શબ્દો ને વાંચી લેતો અને બસ મારી અંદર ખાને એક સૂકુન મળી જતુ. હા હજુ પણ ક્યારેક વાંચી લવ છુ, એક સબંધ ને સાચવવા માટે ઘણા વર્ષો આપેલા હોય તો પછી એને ભૂલવા માટે પણ થોડો સમય તો આપવોજ પડે ને. દર વખતે હું આ શબ્દો મારા માટે વાંચુ છુ પણ આજે પેહલી વાર તમારા માટે વાંચીશ, શું ખબર તમને પણ એ સૂકુન મળી જાય….
સફર… ક્રમશઃ…
- આજે જ જોડાવ અમારી Whatsapp ચેનલ સાથે અને મેળવો He Tells ની બધી અપડેટ સૌથી પેહલા.