Safar – સફર ( ભાગ -22 ) Gujarati Book
Safar-(Part-22) Gujarati Book
મારી અંદર જે પણ ચાલી રહ્યું હતુ, જેની સામે હું આટલા દિવસ થી લડી રહ્યો હતો અને જે વિચારો મને દુઃખ આપી રહ્યા હતા એ બધાને મે એ કાગળ પર લખી દીધા. એ બધી લાગણીઓ શબ્દો રૂપે શાહી થી લખાઈ રહી હતી, જેમ જેમ એ લખાઈ રહ્યુ હતુ એમ એમ દિલ માં રહેલો એ શબ્દો નો ભાવ આંસુ રૂપે બહાર આવી રહ્યો હતો અને જાણે અંદર એક અરસા પછીની શાંતિ ની ઠંડક આપી રહ્યો હતો. બસ એના પછી મારી અંદર ચાલતી વિચારો ની આ જંગ શાંત થઈ અને એને આ દુનિયા સામે ફરી વાર પોતાના પગ પર ઉભા થવાની હિમ્મત મળી.
એના પછી જયારે પણ હું દુઃખી થતો કે ફરી મને આરતી ની યાદ આવતી ત્યારે હું આ શબ્દો ને વાંચી લેતો અને બસ મારી અંદર ખાને એક સૂકુન મળી જતુ. હા હજુ પણ ક્યારેક વાંચી લવ છુ, એક સબંધ ને સાચવવા માટે ઘણા વર્ષો આપેલા હોય તો પછી એને ભૂલવા માટે પણ થોડો સમય તો આપવોજ પડે ને. દર વખતે હું આ શબ્દો મારા માટે વાંચુ છુ પણ આજે પેહલી વાર તમારા માટે વાંચીશ, શું ખબર તમને પણ એ સૂકુન મળી જાય.
તારા દિલ ના અંદર ખાને ધીમે-ધીમે
મૃત્યુ પામતી મારી લાગણીઓને,
આજે છેલ્લા સલામ કરી દવ…
તારી આંખો મા વસતા મારા પ્રેમ ના
આંસુ ની એ ભીનાશ ને,
આજે છેલ્લા સલામ કરી દવ…
તારા ચેહરા ના હાવ-ભાવ મા ગુમ થતી
મારી વાતો ની એ હસી ને,
આજે છેલ્લા સલામ કરી દવ…
ને મારા હાથ ની આંગળીઓ ની
વચ્ચે થી સરકતી, તારી આંગળીઓ ના
સ્પર્શ ની એ હૂંફ ને,
આજે છેલ્લા સલામ કરી દવ…!!
તારા શબ્દો ના મીઠા અવાજ મા
મારા નામ ની એ મધુર પુકાર ને
આજે છેલ્લા સલામ કરી દવ…
એ આલ્બમ મા સેવ કરેલા
ફોટાઓમા છૂપાયેલી
ઘણા વર્ષો ની ભેગી કરેલી એ યાદો ને,
આજે છેલ્લા સલામ કરી દવ…
એ અંધારી રાતો મા
કલાકો સુધી ની વાતો મા,(૨)
ને એ એક એક વાત મા
ખુલ્લી આંખે જોયેલા એ સપનાઓને
આજે છેલ્લા સલામ કરી દવ…
ને એ એહસાસ, એ લાગણી, એ કાળજી
ને એ પ્રેમ…હજુ પણ છે,(૨)
પણ એને હવે દુનિયા થી છૂપાવીને
આજે છેલ્લા સલામ કરી દવ…
આજે છેલ્લા સલામ કરી દવ…!!
***
દસ વર્ષ પેહલા…
વર્ષ – 2013
“આકાશ…આકાશ…આકાશશશશશશશ…ઓઈ ડોબા ઉઠ હવે અગિયાર વાગવા આવ્યા, એટલો બધો થાક લાગી ગયો તને કાલનો કે આંખ જ નહિ ખુલતી” મારા કાને સ્નેહા નો અવાજ સંભળાય છે, જે ધીમે ધીમે બસ વધતો જતો હોય એવું લાગે છે “આરતી હમણા આવતીજ હશે એ પેહલા તૈયાર થઇ જા આપણે બાર જવાનુ છે” સ્નેહા એ કહ્યુ.
આરતી, આ નામ કાને પળ્યુ ને આંખો ખુલી ગઈ, “ક્યાં બાર જવાનુ છે” મે ઉત્સાહપૂર્વક પૂછ્યુ
“ઓહ આટલી જલ્દી ઊંઘ ઉડી ગઈ, વિચારવા જેવુ છે. ક્યા જવાનુ એ તો હવે આરતી ને ખબર, મને તો ખાલી તૈયાર થવાનુ કહ્યુ એણે” સ્નેહા એ જવાબ આપ્યો.
“આરતી હોય અને ત્યા સસ્પેન્સ ના હોય એવુ થોડી બને” મે કહ્યુ. એને ક્યા કઈ સીધી રીતે કરતા આવડેજ છે, અત્યાર સુધીનો મારો અનુભવ તો એની જોડે એવોજ રહ્યો છે.
“તને બવ ખબર છે એના વિષે!” સ્નેહા એ આષ્ચર્યપૂર્વક પૂછ્યુ. “લોન્ગ સ્ટોરી, પછી ક્યારેક કઈશ” મેં જવાબ આપ્યો.
“હા એ તો મને પણ દેખાઈ રહ્યુ છે કે કઈંક તો ખીચડી પાકી રહી છે, અત્યારે તુ પેલા ઉઠ તો. આ મારા મમ્મી પણ મને તો વેલી ઉઠાડી દે છે અને આ લાડ સાહેબ ને હજુ સુધી કઈ કીધુ પણ નહિ” સ્નેહા એ એની દુઃખ ભરી ભાવના સવાર સવાર મા રજુ કરી, જે એનુ દર વખતે નુ છે અને મારુ પણ. કેમ કે એ જયારે મારા ઘરે રોકાવા આવે ત્યારે મારી પરિસ્થિતિ પણ કઈંક આવીજ હોય છે.
“બસ કર હવે ઉઠું છુ, સવાર સવાર મા આ તારા રોતણા રોવાનુ બંદ કર” મે કહ્યુ
હુ ફટાફટ બ્રશ કરીને નાહીને તૈયાર થઈ ગયો, પણ આરતી ના હજુ કોઈ નામો નિશાન ના હતા. “ઑય સાંભળ તો, હુ તો તૈયાર થઈ ગયો પણ આ તારી સખા, સોરી સખી ક્યા છે હજુ” મે પૂછ્યુ.
“ખબર નહિ આવતીજ હશે તને આટલી ઉતાવળ હોય મારી ‘સખા’ ની તો તુ એના ઘરે ફોન કરીને પૂછી શકે છો” સ્નેહા એ કહ્યું. આ તો ઉલ્ટુ આપણા પર જ આવી ગયુ.
“ના ના મને શું ઉતાવળ હોય, કોઈ નહિ એ આવે ત્યા સુધી મા હુ થોડો નાસ્તો કરી લવ” મે જવાબ આપ્યો. સ્નેહા જે ટોપિક પર મારી મસ્તી કરી રહી હતી એની સામે આપણુ ચૂપ રહેવુંજ બરાબર હતુ.
“હા હા, મમ્મી તમારા આ લાડસાહેબ ને બપોરે બાર વાગ્યે નાસ્તો આપો જલ્દી. બાકી પછી એ બપોર નુ જમવાનુ ક્યારે ખાશે” સ્નેહા એ કહ્યુ. આજે જાણે એને ઘણા સમયે આવી રીતનો સમય મળ્યો હતો ને એનો એ પૂરો ફાયદો ઉઠાવી રહી હતી, મને હેરાન કરીને. પણ અમારું તો આવું પેહલે થી ચાલ્યુજ આવે છે, એકબીજા ને હેરાન કે મસ્તી કર્યા વગર તો અમને નાજ ચાલે, એકદિવસ પણ એના વગર નીકાળવો અઘરો છે.
“શું હેરાન કરે છે તુ ક્યારની એને, બિચારો ઉઠ્યો ત્યારની તુ એની પાછળ પળી ગઇ છો” આંટી એ મારો સાથ આપ્યો ને એમની વાત ચાલુ રાખી “આકાશ તુ અહીં કિચન મા આવીને નાસ્તો કરીલે, મે ચા ગરમ કરીને રાખી છે ને હારે તોષ-બિસ્કિટ પણ છે. તારે પરોઠા ખાવા હોય તો સ્નેહા ને કેજે એ બનાવી દેશે” આંટી એ કહ્યુ. ચલો આ મુશ્કેલ પરિસ્થિતિ મા કોઈવે તો મારો સાથ આપ્યો.
“મમ્મી યાર તુ દર વખતે આવુજ કરે છે, હંમેશા એનીજ સાઈડ લે છો” ને બસ સ્નેહા એ એના રોતણા ફરી ચાલુ કરી દીધા “હુ કાઈ એને પરોઠા નય બનાવી દેવાની, ખાઈ લેશે એ ચા ને બિસ્કિટ. અત્યારે બપોર ના બાર વાગ્યે કઈ પરોઠા થોડી હોય” સ્નેહા એ કહ્યુ. આ વાતચીત, આંટી ના વચ્ચે પડતા ની સાથેજ વધુ રસપ્રદ થઈ ગઈ. ને હવે હુ કાઈ વચ્ચે બોલ્યા વગર બસ ફક્ત મજા લઈ રહ્યો હતો.
“બધા ઘરનાજ છોકરાવ છોવ એમા શું સાઈડ લેવાની હોય, અમારા માટે તો તમે બધા સરખાજ હોવ ને” આંટી એ કહ્યુ.પણ હું એમની વાત સાથે આ વખતે સહમત ના હતો, કેમ કે મારા ઘરમા મારા મમ્મી હંમેશા સ્નેહા નિજ સાઈડ લેતા હતા, પછી ભલેને હુ ગમે એટલો સાચો કેમ ના હોવ.
“હું તો નહિ માનતી એવુ, મે તો એવુ ક્યારેય જોયુંજ નથી કે આની સામે તે મારી સાઈડ લીધી હોઈ” સ્નેહા એ મારી સામે જોઈ રહી હતી “ને તુ કેમ ચૂપ બેઠો છે, બોલને કઈંક” એણે કહ્યુ.
“અરે ના એવુ કાઈ ના હોય, એ તો ખાલી તને એવું લાગે છે, બાકી એમના માટે તો આપણે બધા સરખાજ હોઈએ ને” મે સ્નેહા સામે અલગ ટોન મા જવાબ આપ્યો ને એ મારો કહેવાનો મતલબ સમજી ગઈ, ને પછી એ જે એના હાથ મા રહેલુ તકિયું લઈને મારી પાછળ દોળી છે એ તો જોવા જેવુ હતુ.
“સરખાજ હોઈએ વાળી, તુ ક્યારથી મારા મમ્મી જોડે હા થી હા મિલાવા લાગ્યો, તને શું લાગ્યુ નહિ સમજીશ હુ તારો આ ટોન” એ મારી પાછળ રૂમ મા ભાગી રહી હતી ને એના રોતણા રોઈ રહી હતી “ઉભો રે તો તુ, તને હુ હમણાં સરખો કરુ” સ્નેહા એ કહ્યુ. આ દોળા-દોળી બવ લાંબી ચાલી ને અંતે મારેજ હાર માનવી પડી, પણ હા અંતે એણે પરોઠા તો બનાવી ને ખવળાવ્યા હા.
ખરેખર જોવા જઇયે તો સ્નેહા જોડે આવી રીતે ટાઈમ પસાર કરવાનો મોકો ઘણા સમય પછી મળ્યો. બાકી પેહલા તો નાના હતા ત્યારે તો બધા હારેજ રહેતા તો આવુ તો રોજે ચાલતુ રેહતુ પણ હવે બસ વર્ષે એકવાર કે પછી વધુ મા વધુ બે વાર માંડ મળવાનુ થાય, એ પણ બસ થોડા દિવસો માટે.
આખરે આ જે પણ સારો સમય મને બધા જોડે પસાર કરવા મળ્યો એના માટે આરતી નો જેટલો આભાર માનુ એટલો ઓછો હતો. ફાઈનલી હુ ખુશ હતો આ સારા સમય થી, સ્નેહા થી અને સ્પેશ્યલી આરતી થી, પણ પછી કઈંક એવુ બન્યુ જે મે સપના મા પણ ક્યારેય નતુ વિચાર્યું.
સફર… ક્રમશઃ…
- આજે જ જોડાવ અમારી Whatsapp ચેનલ સાથે અને મેળવો He Tells ની બધી અપડેટ સૌથી પેહલા.