Safar – સફર ( ભાગ -23 ) Gujarati Book
Safar-(Part-23) Gujarati Book
આખરે આ જે પણ સારો સમય મને બધા જોડે પસાર કરવા મળ્યો એના માટે આરતી નો જેટલો આભાર માનુ એટલો ઓછો હતો. ફાઈનલી હુ ખુશ હતો આ સારા સમય થી, સ્નેહા થી અને સ્પેશ્યલી આરતી થી, પણ પછી કઈંક એવુ બન્યુ જે મે સપના મા પણ ક્યારેય નતુ વિચાર્યું.
***
આરતી ને ઘરે આવતા આવતા બવ મોડુ થઈ ગયુ, એ ચાર વાગ્યે તો ઘરે આવી ને અમે લોકો સવાર ની એની રાહ જોઈતા હતા, સોરી સ્નેહા સવાર ની રાહ જોઈતી હતી હુ તો બપોરે જ ઉઠ્યો.
“આવો આવો મહારાણી આટલા વેલા તમે, સારું થયુ તમારા આજે દર્શન થઈ ગયા, અમને તો એમ હતુ આ લ્હાવો અમને તો આ જનમ તો નઈ જ મળે” સ્નેહા એ કહ્યુ. અમે બંને તો બસ અમારા મસ્તી વાળા માહોલ માજ હતા તો સ્નેહા એ આરતી સાથે પણ એ માહોલ ચાલુ રાખ્યો. પણ એ બવ થાકેલી જણાતી હતી અને બેચેન પણ, એના ચેહરા પર બેચેની ની સાથે સાથે એક ડર નો ભાવ પણ સ્પષ્ટ દેખાતો હતો.
“શુ તુ પણ સ્નેહા, એને પેહલા પુછ તો ખરા કેમ મોડુ થયુ. પછી બીજી વાત કરજે “ મે કહ્યુ.એના હાવ ભાવ એની હાલત બતાવી રહ્યા હતા એટલે એની હાલત વિષે પૂછવુ એજ મને યોગ્ય લાગ્યુ.
“બસ ઘરેથી નીકળતીજ હતી કે મમ્મી ને બહાર ખરીદી કરવા જવાનુ થયુ તો બસ એમની જોડે માર્કેટ ગઈ હતી. એમા ને એમા મોડુ થઈ ગયુ, સોરી” આરતી એ જવાબ આપ્યો. પણ મને એવુ લાગતુ હતુ કે વાત આટલીજ ના હતી, વાત કઈંક બીજી પણ હતી, કાં તો એ અમારાથી કઈંક છુપાવી રહી હતી કાં તો પછી એ બસ મારો વહેમ હતો.
“તો આંટી ને ના પાળી દેવાય ને કે સ્નેહા હારે બાર જવાનુ છે” સ્નેહા એ થોડુ ખીજાય ને કહ્યુ.
“તને તો બધી ખબર છે ને સ્નેહા તો પછી તુ કેમ આવુ બોલે છો, હુ એવુ ના કહી શકુ” આરતી એ જવાબ આપ્યો. આરતી એના મમ્મી ને કોઈ વાત માટે ક્યારેય ના નતી કહી શકતી અને અત્યારે પણ એ એજ સ્નેહા ને સમજાવવા માંગતી હતી.
“ખબર નહિ તુ ક્યારે સુધરીશ, સારું ભલે મૂક હવે શાંતિ થી બેઠ અહીંયા થોડો આરામ કર, હુ તારા માટે પાણી લઈને આવુ.” સ્નેહા એ કહ્યુ, આખરે એ પણ આરતી ની પરીસ્તીથી સમજી ગઈ હતી. સ્નેહા અંદર પાણી લેવા માટે ગઈ અને આરતી બસ મારી સામે આવીને બેઠી, એણે મારી સામે જોઈને સ્માઈલ કરી પણ કઈ બોલી નહિ બસ સામે પડેલુ ન્યૂઝપેપર લઈને વાંચવા લાગી.
“કઈ થયુ છે તને ? મારાથી કોઈ તકલીફ છે ?” મે પૂછ્યુ. એણે ધીમેથી પેપર ને બાજુમા હટાવીને કહ્યુ “ના એવુ તો કઈ નહિ, કેમ ?”
“કેમ કે તુ ન્યૂઝપેપર ઊંધું રાખીને વાંચે છો” મે જવાબ આપ્યો. એણે ન્યૂઝપેપર પર નજર કરીને પછી એની રીતેજ હસવા લાગી
“એ તો મારી આદત છે આવી રીતે વાંચવાની” આરતી એ જવાબ આપ્યો.
“લે આ પાણી પી, ને પછી બોલ કે શુ પ્લાન છે હવે?” સ્નેહા એ પૂછ્યુ. અમારી વાત ચાલતીજ હતી કે સ્નેહા પણ ત્યા આવી ગઈ, આરતી કઈંક છુપાવી રહી હતી પણ શું ? એ તો ફક્ત એનેજ ખબર હતી.
“પ્લાન એ હતો કે, આજે થીએટર મા નવુ એકદમ સસ્પેન્સ વાળુ સ્પાય મુવી લાગ્યુ છે” આરતી બવ ઉત્સાહ થી જણાવી રહી હતી “તો બસ એજ જોવા જવાનો પ્લાન હતો અને તને તો ખબર છે કે મને આવા જાસૂસ વાળા મુવી જોવા કેટલા ગમે” આરતી એ જવાબ આપ્યો.
“ઓહ એક મિનિટ સ્પાય મુવી અને તુ, વાહ લે આ થોડુ અલગ છે” મે કહ્યુ, મારા માટે તો નવાઈ ની વાત હતી.
“એમા અલગ શુ છે મને ગમે છે તો ગમે છે, અને એ પણ ખાલી મુવી પૂરતુજ નહિ હા, હુ અને સ્નેહા તો ગયા વર્ષે ટ્રેસરહન્ટ મા પણ જીત્યા હતા.” આરતી એ કહ્યુ. લાગે છે અહીં વાત હવે ફક્ત મુવી ની ના રહી હતી આ એનો એક શોખ પણ કહી શકો.
“હા જેમા હુ દૂધપાક મા હતી કેમ કે બધા જવાબ એણે એકલી એજ શોધ્યા હતા, હુ તો બસ એની જોડે દોડતી હતી.” આ વાત સાંભળીને મને નવાઈ લાગી રહી હતી “લે તુ કેમ નવાઈ લગાડે છો, આજે સવારે જ તો કેહતો હતો કે આરતી હોય ત્યા સસ્પેન્સ ના હોય એવુ થોડી બને. હવે સમજાયુ તને કે આ બધુ સસ્પેન્સ ક્યાંથી આવે છે ?” સ્નેહા એ મારી સામે જોઈને કહ્યુ.
સ્નેહા ની વાત પણ સાચી આટલુ થયા પછી તો આ વાત મારા ગળેથી ઉતારવી એટલી અઘરી ના હોવી જોઈએ.
સફર… ક્રમશઃ…
- આજે જ જોડાવ અમારી Whatsapp ચેનલ સાથે અને મેળવો He Tells ની બધી અપડેટ સૌથી પેહલા.