Gujarati Book “SAFAR – સફર” ( ભાગ -24 )

Safar – સફર ( ભાગ -24 ) Gujarati Book

Safar-(Part-24) Gujarati Book

સ્નેહા ની વાત પણ સાચી આટલુ થયા પછી તો આ વાત મારા ગળેથી ઉતારવી એટલી અઘરી ના હોવી જોઈએ. 

“આકાશ મારા વિશે વાત કરી રહ્યો હતો ! હવે આ વાત મા મને નવાઈ લાગી રહી છે.” આરતી એ કહ્યુ. એના ચેહરા પર એક ખુશી વર્તાતી હતી પણ અફસોસ કે એ લાંબો સમય ના રહી.  

“કોઈ વાત નતુ કરતુ એણે તો બસ આ એકજ લાઈન બોલી હતી” સ્નેહા એ કહ્યુ ને આરતી ની ખુલીને બહાર આવતી એ સ્માઈલ ઝાંખી પડી ગઈ. પણ હુ તો એની વાત કરવા માંગતો હતો, એની જોડે વાત કરવા માંગતો હતો, એના વિષે જાણવા માંગતો હતો ને એને સમજવા પણ માંગતો હતો. પેહલી વાર આ દિલ મા કોઈ દસ્તક દઈ રહ્યુ હોય તો પછી એના વિષે જાણવા ની ઉતાવળ કોને ના હોય.  

શું એ પણ મારા વિષે આવુ કઈ વિચારતી હશે ? મન મા આ પ્રશ્ને વારે વારે આવી રહ્યો હતો. એના હાવભાવ પરથી તો એવુજ લાગતુ પણ આ દિલ એવુ છે ને સાહેબ કે જ્યા સુધી એને ખાતરી ના થઈ જાય ત્યા સુધી ક્યા માનેજ છે. મુવી જોવાનો પ્લાન તો કેન્સલ થયો પણ સ્નેહા ને એના બર્થડે ના પ્લાન વિષેની પુરી કહાની સાંભળવાની બવ જીજ્ઞાશા હતી તો અમે બંને એ પુરી કહાની એની સામે રાખી દીઘી, સોરી પુરી ના હતી બસ એટલીજ હતી જેટલી એને અત્યારે કહેવાય એવી હતી. એ સાંભળીને એના ચેહરા ની સ્માઈલ એની લાગણીઓ બતાવી રહી હતી, કઈ પૂછવાની જરૂર નતી એને. ને એ કહાની પુરી થતાની સાથે સાથે આજનો આ દિવસ પણ પૂરો થયો. 

*** 

આજે રાતનુ જમવાનુ સ્નેહા એ ખાસ મારા માટે બનાવ્યુ હતુ, હા એ વાત અલગ છે કે એ એને માનવા માટે તૈયાર ના હતી. રીંગણ નો ઓળો, કોબી-મરચા નો સંભારો, ખીચડી, રોટલી-રોટલો ને ગુલાબ જાંબુ આ બધુ સ્નેહા એ બનાવ્યુ હતુ બસ એક રોટલો છોડીને. હા એણે કોશિશ તો કરી હતી પણ આ એની રોટલો બનાવવાની પેહલી કોશિશ હતી તો તમે સમજી શકો છો. આખરે પછી આંટી એ રોટલો બનાવ્યો. 

સ્નેહા એ બધુ બવ મસ્ત બનાવ્યુ હતુ, એવુ નતુ કે હુ એના હાથનુ બનાવેલુ કઈ પેહલી વાર ખાઈ રહ્યો હતો પણ આટલુ બધુ એકીસાથે આ પેહલી વાર હતુ. ને ખરેખર એને દાદ દેવી પળે આટલા સારા ડિનર માટે. 

“હા હવે હુ કહી શકુ કે તુ સાચે મોટી થઈ ગઈ છો, બવ મસ્ત બનાવ્યુ છે હા તે બધુ અને સાચે કવ છુ કોઈજ જાતની મસ્તી કર્યા વગર” મે કહ્યુ. 

“મે તો કહેતીજ હતી કે મને સારુ બનાવતાજ આવળે છે આ તો તુ નતો માનતો” સ્નેહા એ જવાબ આપ્યો. 

“તો શું કેવુ છે અંકલ, છોકરો ગોતવાનુ શરુ કરી દઈએ હવે” મે કહ્યુ ને એના પછી સ્નેહા એ શું કર્યું હશે એ તમે હવે તો સમજી જ શકો છો, એ વસ્તુ મારાથી તો નહિ કહેવાય. 

બસ એની સાથેજ આ દિવસ ની જેવી રીતે શરૂઆત થઈ હતી બસ એવીજ મજાક મસ્તી થી એ દિવસ પૂરો થયો. ને બસ આવીજ રીતે  બધાની જોડે એક અઠવાડિયું કઈ રીતે નીકળી ગયું ખબર જ ના પડી. હસતા ખેલતા સમય કઈ રીતે પસાર થઈ ગયો એનો ક્યારેય ખ્યાલ જ ના આવ્યો, એમાં પણ ખાસ આરતી જોડે,જેમ જેમ સમય વીત્યો એમ એમ હું એની નજીક આવી રહ્યા હતો, અમે એકબીજા ને ઓળખી રહ્યા હતા, સમજી રહ્યા હતા. એની વાતો એનો એ અવાજ એની જુદી જુદી અદાઓ, ક્યારેક મોટા લોકો જેવી વાતો કરે તો ક્યારેક એક બાળક બની જાય. આ બધી વસ્તુ દિલ ને મોહી રહી હતી.  

એને વધુ ને વધુ જાણવાની ઈચ્છા આ મન ને ઘણી વાર થતી ને ઘણી વાર હું ખુદ ને એની વધુ નજીક જતા રોકી પણ લેતો, ક્યાંક ને ક્યાંક મન માં એક ડર પણ લાગતો, કેમ કે આ બધું હું પેહલી વાર અનુભવી રહ્યો હતો. અને સાથે સાથે આ બધી લાગણીઓ થી તો મારો અત્યાર દૂધી દૂર દૂર સુધી કોઈ સંબંધ જ ના હતો. પણ અંતે તો આ લાગણીઓ સામે ક્યાં કોઈનું હાલે છે કે હું એની સામે જીતી શકુ. ક્યાંક ને ક્યાંક હું આ મારુ દિલ એની સામે હારી રહ્યો હતો જેનો મને અંદાજો પણ ના હતો.  

આ બધાની વચ્ચે એક વાતનુ દુઃખ પણ હતુ, કે આરતી એ પેહલા દિવસે આપેલો એ લેટર મે ગુમાવી દીધો હતો. ઘણું શોધવા છતાં પણ એ મને મળ્યો નહિ, ચાર-પાંચ વાર પુરી બેગ ખોલીને જોઈ પણ એ લેટર મને ના મળ્યો. આરતી ને એક વાર મે આના વિષે વાત પણ કરી, પણ એ મારુ કઈ સાંભળવા તૈયાર જ ના હતી.

એણે તો બસ એકજ વસ્તુ પકડીને રાખી કે મે જાણી જોઈને ગુમાવી દીધો, પણ એને કોણ સમજાવે કે હું એ લેટર વાંચવા માટે કેટલો ઉત્સુક હતો. બસ એ એકજ વાર અમારા વચ્ચે આ ટોપિક પર વાત થઇ, બસ એજ વાત મા ના તો એ માની કે ના તો એ લેટર માં શું લખેલું હતું એ કેહવા માટે તૈયાર થઈ. હવે એમા શું લખ્યું હતું એ તો એજ જાણે….

સફર… ક્રમશઃ…


  • આજે જ જોડાવ અમારી Whatsapp ચેનલ સાથે અને મેળવો He Tells ની બધી અપડેટ સૌથી પેહલા.

Leave a Reply