Safar – સફર ( ભાગ -25 ) Gujarati Book
Safar-(Part-25) Gujarati Book
આ બધાની વચ્ચે એક વાતનુ દુઃખ પણ હતુ, કે આરતી એ પેહલા દિવસે આપેલો એ લેટર મે ગુમાવી દીધો હતો. ઘણું શોધવા છતાં પણ એ મને મળ્યો નહિ, ચાર-પાંચ વાર પુરી બેગ ખોલીને જોઈ પણ એ લેટર મને ના મળ્યો. આરતી ને એક વાર મે આના વિષે વાત પણ કરી, પણ એ મારુ કઈ સાંભળવા તૈયાર જ ના હતી.
એણે તો બસ એકજ વસ્તુ પકડીને રાખી કે મે જાણી જોઈને ગુમાવી દીધો, પણ એને કોણ સમજાવે કે હું એ લેટર વાંચવા માટે કેટલો ઉત્સુક હતો. બસ એ એકજ વાર અમારા વચ્ચે આ ટોપિક પર વાત થઇ, બસ એજ વાત મા ના તો એ માની કે ના તો એ લેટર માં શું લખેલું હતું એ કેહવા માટે તૈયાર થઈ. હવે એમા શું લખ્યું હતું એ તો એજ જાણે.
કાલ સવાર ની મારી જૂનાગઢ જવાની બસ છે તો કાલે એક છેલ્લી વાર આ ટોપિક પાર વાત કરી જોઇશ આરતી હારે. શું ખબર કિસ્મત સાથ આપે ને એ માની જાય. હવે શું થશે એ તો કાલે જ ખબર પડશે.
આજની રાત મારી આ છેલ્લી રાત હતી ગાંધીનગર મા. હું ને સ્નેહા બંને જમીને ઘર ની અગાશી ઉપર એને તારાઓ ની નીચે બેઠા હતા. એ પણ થોડી ઈમોશનલ હતી, હું કાલે જઈ રહ્યો હતો એટલે પણ સમય ને કોણ રોકી શકે, એની સામે થોડું આપણું ચાલે.
“બધો સામાન તારો બેગ માં પેક કરી લીધો છે ને ?” સ્નેહા એ પૂછ્યું ને એણે વાત ની એક શરૂઆત કરી.
“આ બધું પેક થઈ ગયું છે, બસ ખાલી બ્રશ ને ફોન નું ચાર્જર ભૂલ્યા વગર બેગ માં મુકવાનું છે તો બસ એ એક યાદ દેવળાવજે ને સવારે” મેં જવાબ આપ્યો.
પણ સ્નેહા નું ધ્યાન મારી વાત મા નતુ લાગતુ, જાણે કોઈ બવ ઊંડા વિચારો મા ખોવાયેલી હતી એ. મે જવાબ તો આપ્યો પણ એની સામે એણે કઈ રિસ્પોન્સ આપ્યો જ નહિ.
“ઓય, ક્યાં વિચારો મા ખોવાયેલી છો તુ ?” મે સ્નેહા ને પૂછ્યુ.
“એક વાત તને ઘણા દિવસ થી કેહવાની હતી પણ બસ રાઈટ ટાઈમ ની રાહ જોઈતી હતી, મને લાગે છે કે હવે તને એ વાત કરવી યોગ્ય રેહશે” સ્નેહા એ જવાબ આપ્યો.
મારી નજર એની સામે જોઈ રહી હતી અને આ મન વિચારો ને ચકડોળે ફરી ચળી ગયુ. એવું તો શું હતું જેને એ મને કેહવા માટે સાચા સમય ની રાહ જોઈ રહી હતી. બધું બરાબર તો હશે ને ? ક્યાંક ને ક્યાંક મન મા એક ડર લાગી રહ્યો હતો. એણે એની પાછળ છુપાવીને રાખેલો એક કાગળ મારી સામે રાખ્યો.એને જોઈને મારી આંખો બસ સ્તબ્ધ થઈ ગઈ, મારી પાસે કેહવા માટે કાઈ શબ્દો ના હતા.
એ કાગળ જોઈને મન મા પ્રશ્નો ની રેલમ છેલ થવા લાગી. કઈ રીતે ? શું કામ ? કોઈ કારણ ? ને આજેજ કેમ ? પ્રશ્નો ઘણા હતા અને જવાબ બસ સ્નેહા જ જાણતી હતી.એ ખાલી કાગળ ના હતો પણ એજ લેટર હતો જે આરતી એ મને આપ્યો હતો, ને મને અત્યાર સુધી એમ લાગતું હતું કે એ મારાથી ખોવાઈ ગયો છે.પણ આજે એજ લેટર સ્નેહા ના હાથ મા હતો, જેને હું ઘણા દિવસો થી શોધી રહ્યો હતો એ વસ્તુ આજે મારી સામે હતી.
“આ લેટર તને ક્યાંથી મળ્યો, આ તો આરતી એ મને આપ્યો હતો. તારા સુધી કઈ રીતે પોંચ્યો ?” મેં સ્નેહા ને પૂછ્યું.
મારી આંખો એની સામેજ સ્તબ્ધ થઈને જોઈ રહી હતી ને એ બસ આ નજર થી ભાગવાનો પ્રયત્ન કરી રહી હતી.
“હા મને ખબર છે તારા મન મા ઘણા સવાલો ચાલતા હશે, તારા બધા પ્રશ્નો ના જવાબ તને મળી જશે.બસ તું મને ખોટી ના સમજતો, મારો ઈરાદો કઈ ખોટો ના હતો એ હંમેશા સાચો જ હતો” સ્નેહા જેમ જેમ બોલી રહી હતી એમ એમ વાતો બધી વધારે ગૂંચવાઈ રહી હતી. “આ લેટર મને તું આવ્યો એજ દિવસે મળી ગયો હતો પણ મને એ વાતનો જરા પણ આભાષ ના હતો કે આ આરતી એ તને આપેલો છે” સ્નેહા એ કહ્યુ.
“પેહલા જ દિવસે ! પણ કઈ રીતે અને તે મને આટલા દિવસ મા કઈ કહ્યું કેમ નહિ ?” મેં પૂછ્યુ.
“મારા બર્થડે ના દિવસે કેક કાપ્યા પછી, તે મને જયારે તારા બેગ માંથી પપ્પા માટે નાળિયેર નો હલવો લઈ આવવાનું કહ્યું બસ ત્યારેજ મને આ લેટર ત્યાં દેખાયો. મને એમ થયું કે આ મારા માટે હશે, તારું કોઈ સરપ્રાઈઝ હશે મારા માટે. બસ એટલેજ મે આ લેટર તારા બેગ માંથી લઈને વાંચ્યો.પણ વાંચીને મને ખબર પડી કે આ સરપ્રાઈઝ મારા માટે નહિ પણ તારા માટે હતુ.આ લેટર વાંચીને મને પોતાનેજ આંચકો લાગ્યો.” સ્નેહા એ કહ્યુ. એ એની વાત ધીમે ધીમે કહી રહી હતી અને ધીમે ધીમે બધું સમજાઈ રહ્યું હતું પણ હજુ પણ ઘણા પ્રશ્નો ના જવાબ બાકી હતા. એ લેટર મા એવું શું લખેલું હતું એની જીજ્ઞાશા હવે એની ચરમ સીમા પર હતી. આ દિલ હવે એક સેકન્ડ પણ રાહ જોવા માટે તૈયાર ના હતુ.
“શું આ લેટર હવે તું મને આપીશ, શું હું વાંચી શકું” મેં કહ્યું ને એણે એના હાથમાંનો એ લેટર મને આપ્યો.
મેં ધીમેથી એ લેટર ને ઓપન કર્યો, એમાંથી આછી આછી અત્તર ની સુગંધ આવી રહી હતી, શબ્દો થોડા જાંખા થઈ ગયા હતા પણ બરાબર વંચાતા હતા.એના અક્ષરો એકદમ દિલ ને મોહી લે એવા હતા. લેટર ની શરૂઆત મારા નામથીજ થાય છે…
સફર… ક્રમશઃ…
- આજે જ જોડાવ અમારી Whatsapp ચેનલ સાથે અને મેળવો He Tells ની બધી અપડેટ સૌથી પેહલા.