Safar – સફર ( ભાગ -29 ) Gujarati Book
Safar-(Part-29) Gujarati Book
વર્ષ- 2013
ત્રીજો દિવસ ( બુધવાર )
આકાશ સાથે વાત કરવાનુ કોઈ બહાનુ તો ના મળ્યુ પણ તો પણ મને વાત કર્યા વગર ના ચાલ્યુ, એટલે મેં બસ એમનેમ જ એને ફોન લગાવી દીધો.શું વાત કરીશ કાંઈજ ખ્યાલ ના હતો. હું તો બસ ગોળ ગોળ વાત ફેરવતી હતી ને ક્યાંક ને એને હેરાન કરી રહી હતી. ને એ બીચાળો જાણે શરમાતો હોઈ એવું લાગતુ હતુ. આ વસ્તુ આજે નવી જાણવા મળી, કે એ કોઈ છોકરી સાથે વાત કરવામાં શરમાય પણ છે. મારા માટે તો આ સારો પોઇન્ટ કહેવાય, બીજી છોકરીયું સામે ઓછું જોશે અને જોશે તો પણ વાત તો નહીંજ કરી શકવાનો ને. બસ આથી વધુ મારે શું જોઈએ.
હું જે પણ એના વિષે વિચારું છું એ બધૂ સાચુજ થાય છે, મને લાગ્યું જ હતું કે એ ફોન કરવાનું કારણ પૂછશેજ ને પૂછ્યું પણ ખરી. ને મારી પાસે કોઈ કારણ ના હતુ એટલે પછી મારે આ વાત ને પાંચ મિનિટ તરફ ફેરવીને પુરી કરવી પડી. કોઈ નહિ ચલો એ બહાને વાત તો થઈ ગઈ. જોઈએ હવે કાલે વાત કરવા માટે કોઈ કારણ મળી જાય તો સારું.
***
વર્ષ- 2013
ચોથો દિવસ ( ગુરુવાર )
આજે બે વસ્તુ સૌથી સારી થઈ એક એણે મને એક નામ આપ્યું “મિસ પાંચ મિનિટ” અને બીજું ફાઈનલી એણે મારુ નામ પૂછ્યુ. જે આટલા દિવસ થી મારા મન મા ચાલતું હતું કે આને મારા નામ મા કોઈ રસ છે કે નહિ, પૂછતોજ નથી. પણ આખરે આજે એણે નામ પૂછીને મારા મન ને એક સૂકુન આપી દીધુ.
હા આજે પણ મને તો કારણ ના મળ્યું આકાશ સાથે વાત કરવાનુ પણ અંતે સ્નેહા એ મને એક કારણ આપી જ દીધુ અને તે યોગ્ય પણ હતુ. શાયદ ભગવાન જોઈ છે ઉપરથી એ પણ ઈચ્છે છે કે હુ રોજ વાત કરુ, બસ આવીજ કૃપા મારા પર કરતા રેહજો. એણે સ્નેહા વાળી વાતને જે રીતે સમજી એ પણ મને ગમી. ઉફ્ફ યારર આ છોકરો મને ગાંડી કરીને રહેશે, જેમ જેમ વાત કરું છું એમ-એમ બસ એ મને એની તરફ ખેંચતો જ જાય છે. ને હું પણ ગાંડી સાવ એના તરફ ખેંચાયા જ જાવ છુ. જોઈએ આ છોકરો હવે મને કાલે કઈ રીતે એની વાતો મા ફસાવે છે.
***
વર્ષ- 2013
પાંચમો દિવસ ( શુક્રવાર )
આજે ઘરે થી ટ્યૂશન માટે નીકળવામા થોડું મોડું થઈ ગયું અને બસ એનાજ કારણે આકાશ ને ફોન કરવામા મા પણ રોજ કરતા થોડુ મોળુ થઈ ગયુ. પણ આજે આ શું થયુ અમારી વચ્ચે, જે વાતચીત માટે પાંચ મિનિટ પણ ઓછી પડતી હતી એ આજે પાંચ મિનિટ પહેલાજ પુરી થઈ ગઈ. શું આમા મારો કોઈ વાંક હતો.
મને એ કેમ ના ગમ્યુ, શુકામ મને હર્ટ થયુ. મેં થોડો મોળો ફોન કર્યો તો મને એવું હતું કે એ મારી રાહ જોતો હશે પણ એણે તો એવું કઈ ના કર્યું. એ તો એના કામ મા જ હતો ને આ વાત મને આટલી અસર સુકામ કરી ગઈ. શાયદ મે એની પાસે કઈંક આશા રાખી હતી અને બસ એ પ્રમાણે નું પરિણામ મને ના મળ્યું એટલે મને આ વાતનું દુઃખ થયુ. શાયદ વાંક મારો જ છે, મારે એટલી જલ્દી એની પાસે કોઈ આશા ના રાખવી જોઈએ. હું આટલા સમય થી એને પસંદ કરું છું પણ એના માટે તો આ નવીજ શરૂઆત છે ને.
અને એ તો છોકરી સાથે વાત કરવામાં શરમાય છે મને ખ્યાલ તો છે, તો પછી એવી પણ આશા કઈ રીતે રાખી શકું કે એ સામેથી કોઈ પગલું લે. હું પણ ડોબી છું સાવ, તરત ખોટું લગાડીને ફોન કાપી નાખ્યો. ખબર નહિ હવે એ મારા વિષે શું વિચારતો હશે.
બસ આજની વાત મા એક વસ્તુ સારી થઈ, એણે મને એનો અહીં આવવાનો પ્લાન કહી દીધો, હવે મારા માટે એને મળવું સેહલું રહેશે. કાલે શનિવાર છે અને પછી રવિવાર, બંને દિવસ ટ્યૂશન મા રજા છે તો બહાર નહિ નીકળી શકીશ અને મમ્મી ને ખોટું બોલીને ઘર ની બાર નીકળવુ મારુ કામ નહિ, એટલે શાયદ હવે આ બે દિવસ વાત થવી શક્ય નથી. હવે ડાયરેક્ટ સોમવારે સવારે પેહલી મુલાકાત થશે.
પણ યાર આજે જે રીતે મે એની હારે વર્તાવ કર્યો અને પછી બે દિવસ સુધી હું એને ફોન નહિ કરું તો ખબર નહિ એ શું વિચારશે મારા વિષે ? અને એ અહીંયા ગાંધીનગર મારા કેહવાથીજ આવે છે અને હુંજ એની હારે આવું કરીશ તો કેમ ચાલશે. મારે એક વાર એને ખાલી ઇન્ફોર્મ તો કરવું જોઈએ.
પણ એક મિનિટ આ પરિસ્થીતી ને હું બીજી રીતે જોવા જાવ તો મારા માટે એક મોકો છે એને પુરી રીતે ઓળખવાનો અને મારે એની સાથે આગળ વધવું કે નહિ એ નક્કી કરવાનો. આનાથી વધુ સારો મોકો મને કહી રીતે મળી શકે. હા ખોટું છે પણ આ વસ્તુ મારા બે વર્ષ ના મૌન ને તોડી શકે છે અને આ મોકા ને હું હાથ થી જવા દેવા નહિ માંગીશ. કઈ વધુ થશે તો માફી માંગી લઈશ આકાશ ની. પણ બધું બરાબર રહ્યું અને જો મારા એને આટલા હેરાન કર્યા પછી પણ, એની જોડે બે દિવસ વાત ના કર્યાં પછી પણ, અને એ કંઈપણ પ્લાન ની ના ખબર હોવા છતાં પણ અહીં આવી જશે, ને મને કઈ પણ કહેતા પેહલા મારી વાત ને સમજવાનો પ્રયત્ન કરશે તો હું એને મારા દિલ ની વાત કહી દઈશ. હું કહી દઈશ એને કે હા “આકાશ તું મને ગમે છો.. કઈ રીતે, ક્યારથી, ખબર નહિ બસ ગમે છો તો ગમે છો…”
કઈ રીતે કઈશ હજુ ખબર નથી પણ કહી દઈશ. પાક્કું…
સફર… ક્રમશઃ…
- આજે જ જોડાવ અમારી Whatsapp ચેનલ સાથે અને મેળવો He Tells ની બધી અપડેટ સૌથી પેહલા.