SAFAR – સફર ( ભાગ -5 ) Gujarati Book
Safar-(Part-5) Gujarati Book
સુપ્રભાત… એક નવી સવાર જીવન મા રોજ એક નવી રોશની લઈને આવે છે, એ કેહવા માંગે છે કે રાત ભલેને ગમે તેટલી અંધારી હોય પણ સુખ નો સૂરજ હંમેશા ઉગે જ છે. એક નવી સવાર, નવી ઊર્જા, નવી તાજગી ને નવી આશાઓ લઈને આવે છે. ને આજની સવાર તો આમ પણ કંઇક નવુ લઈને આવવાની હતી.
“રાત નીકળે છે વિચારો મા
ને નવી સવાર ની શરૂઆત થાય છે,
રાહ છે એના કોલ ની
ને આ નજર વારે – વારે ફોન પર જાય છે…”
મારી આંખ આજે વહેલી ખુલી ગય, પણ પથારી પરથી ઉઠવાનુ મન નતુ થતુ. આમ પણ આટલા વહેલા ઊઠીને હુ કરીશ પણ શું ! મારે આજે વેહલા ઉઠવાનુ નથી એટલે મમ્મી ને પણ આરામ છે. બાકી હમણા મારી એક્ષામ ના કારણે એમને પણ મારી જોડે વેહલુ ઉઠવુ પડતુ હતુ.
હમણા એક્ઝામ ચાલતી હતી એટલે રોજ હુ વહેલો ઉઠતો હતો વાચવા માટે ને આજે ઘણા દિવસે સૂવાનો મોકો મળ્યો છે તો નીંદર વેહલી ઉડી ગઈ છે. આ પણ કેવુ છે નય, જ્યારે મોડે સુધી સૂવાનુ નક્કી કર્યું હોય ત્યારે વેહલી નીંદર ઉડી જાય અને જ્યારે વહેલુ ઉઠવુ હોય ત્યારે નીંદર જ આવે રાખે, આવુ શુકામ થાય છે ? મને તો નહી ખબર, તમને ખબર હોય તો જરૂર જણાવજો.
થોડી વાર પછી હુ ઊઠીને ફ્રેશ થઈ જાવ છુ. આજે તો મસ્ત સવારે ટીવી જોતા જોતા એ ને શાંતિથી નાસ્તો કરવાનો વિચાર છે, એ પણ ગરમા – ગરમ ચા અને પરોઠા. હજુ તો આટલુ વિચારતો જ હોવ છુ ત્યા ફોન ની રીંગ વાગે છે, ફોન ની સાથે સાથે મારુ દિલ પણ વાઈબ્રેટ ના થતુ હોય એવુ લાગે છે. મમ્મી નુ ધ્યાન ફોન ઉપર જાય એ પેહલા જ હુ ફોન ને મારા હાથ મા લઇ લવ છુ. અજાણ્યો નંબર જોઈને એજ વિચાર આવે છે કે આ કોલ એ અજાણી વ્યક્તિ નોજ હશે. પણ મમ્મી ની સામે વાત કઈ રીતે કરવી ? બસ એજ વિચારમા ને વિચારમા ફોન ની રીંગ પૂરી થઈ જાય છે ને ફોન કટ થઈ જાય છે.
ઘર ની બહાર જવુ શક્ય ના હતુ અને ઘર ની અંદર મમ્મી ની સામે તો વાત નાજ કરી શકુ ને. એટલે બસ એક જ ઓપ્શન બાકી હતો, ઉપર જવાનો. ઉપર જવાનો એટલે અગાશી પર જવાનો એમ, બીજુ કાઇ ઉંધુ ના વિચારો. હું ફટાફટ અગાશી પર પહોંચી ગયો ને એના કોલ ની રાહ જોવા લાગ્યો. બસ હજુ ચાર પાંચ મિનિટ જ થઈ હતી ત્યા ફરી એજ અજાણ્યા નંબર માંથી કોલ આવ્યો. કોલ ને રિસિવ કરતા ની સાથે ફરી એજ અવાજ ને એજ શબ્દો “હેલો આકાશ ?”
“હા આકાશ, તમે સ્નેહા ના ફ્રેન્ડ ?” મે જવાબ આપ્યો.
“હા બસ હજુ ઘરની બહાર આવી હતી તો વિચાર્યું કે તમને કોલ કરી દવ, શું વાત થશે ?” એણે પૂછ્યુ.
હવે એને એમ તો ના કેહવાય કે હુ તો કાલની રાહ જોઈને જ બેઠો છુ કે ક્યારે કોલ આવે ને મને મારા પ્રશ્નો ના જવાબ મળે 🙂
“અમમ.. હા થઈ શકશે, બોલો તો મારી શું હેલ્પ ની જરૂર છે તમારે ?” મે વાત ની શરૂઆત કાલની અધૂરી વાત થીજ કરી.
“સ્નેહા નો બર્થડે આવે છે આવતા અઠવાડિયે, ને હુ ઇચ્છુ છુ કે એનો આ ખાસ દિવસ બવ સારો રહે એના માટે” અજાણી વ્યક્તિ થોડી જાણીતી વાતો કરી રહી હતી “પણ આ તમારા બંને વચ્ચે ની જે પણ પ્રોબ્લમ ચાલી રહી છે એના કારણે મને નહિ લાગતુ કે એ એનો બર્થડે સારાયે ઉજવી શકશે” એણે કહ્યુ.
એને મારા અને સ્નેહા ની વચ્ચે ના અબોલા વિષે ખ્યાલ હતો, મતલબ કે એ સ્નેહા ની બવ નજીક ની ફ્રેન્ડ હતી.
“હા મને ખ્યાલ છે કે એનો બર્થડે આવે છે, તો તમે શું કરવા માંગો છો ? શુ વિચાર છે તમારો ?” પેહલા એનો વિચાર જાણવો મને યોગ્ય લાગ્યો, કે ખરેખર એ શુ વિચારે છે.
“તમારે બંને એ મળીને આ વાત ને હવે પૂરી કરવી જોઈએ અને એના બર્થડે થી મોટો તો કોઈ દિવસ ના કેહવાય આ લડાઇ ને પૂરી કરવા માટે. તો શુ તમે અહી આવશો ? એના આ ખાસ દિવસ પર ? એના આ ખાસ દિવસ ને વધુ ખાસ બનાવવા માટે ?” એણે ફરી એના શબ્દો નો જાદુ ચલાવીને જવાબ આપ્યો.
એનો વિચાર બવ સારો હતો, અને હૂ પણ સ્નેહા જોડે બધુ સોલ્વ જ કરવા માંગતો હતો ને, અને એ પણ આવી રીતે એના સ્પેશિયલ દિવસે જો થતુ હોય તો હુ તો તૈયાર જ હોવ ને. હૂ પણ હંમેશા એને ખુશ જ તો જોવા માંગુ છુ. એક સેકંડ પણ કોઈ સમય બગડ્યા વગર મે હા પાડી દીધી, કે હા હુ આવીશ.
એ અજાણી વ્યક્તિ શાયદ હવે એટલી અજાણી નતી લાગતી, એને મારા અને સ્નેહા વિશે ખ્યાલ હતો. જે વાત અમારા પરિવાર મા કોઈને નતી ખબર, એ વાત નો ખ્યાલ એને હતો. તો પછી એ કોઈ અજાણ તો ના કેહવાય હવે.
એને હા પાડ્યા પછી મે તરત જ ત્યા જવાની તૈયારી શરૂ કરી દીધી. હવે એક નવા સફર ની શરૂઆત થઈ ગય હતી, પણ શુ હુ તૈયાર હતો આ નવા સફર માટે ? ખબર નહિ એ તો મને, મારા મન મા તો બસ ત્યાં જઈને સ્નેહા ને મનાવવા નાજ વિચાર આવતા હતા. પણ મને શું ખબર હતી કે ત્યા મારી કોઈ રાહ જોઈને બેઠુ હશે…..
ક્રમશઃ…
- Join Our Channel On Whatsapp and Telegram For Daily Updates
1 thought on “Gujarati Book “SAFAR – સફર” ( ભાગ -5 )”