Gujarati Book “SAFAR – સફર” ( ભાગ -6 )

SAFAR – સફર ( ભાગ -6 ) Gujarati Book

Safar-(Part-6) Gujarati Book

વર્તમાન સમય 

વર્ષ-2023 

સાંજનો સમય છે ને ચારેબાજુ શાંતિ છવાયેલી છે. મારી નજર સામે ઘણા બધા લોકો બેઠેલા છે, એ પણ મારી કહાની સાંભળવા માટે. ક્યારના એ મને શાંતિથી સાંભળે છે – મારા શબ્દો ને સમજે છે અને મારી લાગણી ઓથી ક્યાંક ને ક્યાંક પોતાની જાતને કનેક્ટ કરે છે, જાણે મારી આ કહાની ને આ શબ્દો સાંભળીને એમને એમની કોઈ જૂની યાદ તાજા થતી હોય એવુ લાગે છે. 

એ લોકો ને આવી રીતે જોઈને મને પણ એમની જોડે થોડુ કનેક્ટ થવાનુ મન થયુ, બસ એટલેજ મે પૂછ્યુ કે “અગર તમને કોઈને કંઈ સવાલ હોય, આ સ્ટોરી ને લાગતો વળગતો કે પછી બીજો કોઈ પણ હોય,તમે પૂછી શકો છો. તો કોણ પૂછવા માંગશે ?” 

એક છોકરી એ તેની જગ્યા પરથી ઉભા થઈને પ્રશ્ન પૂછ્યો, “તમારા મતે એક સફર એટલે શું ? તમારા ખ્યાલ થી એક સફર કેવી હોવી જોઈએ.” એની ઉંમર નાની જણાતી હતી પણ એનો પ્રશ્ન એની ઉમર કરતા બવ મોટો હતો.

“SAFAR – સફર” ( ભાગ -6 ) Gujarati Book
“SAFAR – સફર” ( ભાગ -6 ) Gujarati Book (Image Credit – Pintrest ) SAFAR-Gujarati Book

 “સફર… એક સફર ઘણુ બધુ શીખવે છે, કોઈ સફર નો મતલબ ખાલી એક જગ્યા એથી નિકળવુ અને કોઈ બીજી જગ્યાએ પહોંચવુ બસ એટલોજ નથી પણ એ બંને ની વચ્ચે ના સમય મા તમે શું કરેલુ છે એનુ મહત્વ વધારે છે.કંઇક મેળવવા ની ખુશી પણ ત્યારે વધારે થાય છે જ્યારે એ મેળવવા તમે તમારુ બધુ લગાવી દીધુ હોય, દિવસ રાત એક કરી દીધા હોય અને પછી જ્યારે એ તમને મળે છે તો એની ખુશી મારા ને તમારા વિચારો થી બહુ આગળ છે.

એ ખુશી ને તમે ફક્ત મેહસૂસ કરી શકો છો, એ તમારા ચેહરા પર આપોઆપ દેખાઈ આવે છે. એ મંઝિલ સુધી પહોચવાની સફર મા તમે જીવેલા એ એક એક પળ તમારી નજર સામે આવવા લાગે છે, ત્યારે એ વસ્તુ ની સાચી કિંમત તમને થાય છે. મંઝિલ મળે કે ના મળે એ પછીની વસ્તુ છે પણ તમે તમારી સફર મા એના મેળવવા શું કરેલુ છે, એ તમને હંમેશા મદદ કરશે” મારા આ જવાબ પાછળ મારો અનુભવ ક્યાંક ને ક્યાંક બોલી રહ્યો હતો 

“પણ જ્યારે કોઈ વ્યક્તિ માટે આપણે આપણુ સર્વસ્વ આપી દીધુ હોય, પોતાની જાતને એના નામે કરી દીધી હોય અને છતા પણ એ આપણુ ના થાય તો શું કરવુ ? જ્યારે આપણને આપણી મેહનત વ્યર્થ જતી હોય એવુ લાગે ત્યારે શું કરી શકીએ” પ્રેક્ષકો મા બેઠેલા એક વ્યક્તિ એ સવાલ કર્યો.  

“SAFAR – સફર” ( ભાગ -6 ) Gujarati Book
“SAFAR – સફર” ( ભાગ -6 ) Gujarati Book (Image Credit – Pintrest ) SAFAR.

આ સવાલ શાયદ આજથી 5-6 વર્ષ પેહલા મને કોઈએ કર્યો હોત તો હૂ તેને મજાક માજ લેત, કંઈ પણ આડા અવળો જવાબ આપી દેત પણ આજે જ્યારે આટલા વર્ષો પછી, આટલા અનુભવ પછી હવે મને આ સવાલ ની ગંભીરતા સમજાય છે. 

જે મળે એ પ્રેમ આપણો, 

જે ના મળે એ પ્રેમ આપણો તો ના કેહવાય.  

પણ એનો મતલબ એવો નથી કે પ્રેમ હતોજ નહી 

આ પ્રશ્ન ને તમે મારા પાછલા જવાબ જોડે કનેક્ટ કરી શકો છો, હંમેશા મંઝિલ મળવી એ જરૂરી નથી, ક્યારેક ના પણ મળે. પણ આપણે એને મેળવવા માટે શું કર્યું એ વસ્તુ આપણને હિંમત આપે છે, જો તમે તમારી બનતી બધી કોશિશ કરી હશે તો ક્યારેય તમને એ વાત નો અફસોસ નહિ થાય. તમારું બધું કર્યા પછી પણ જો એ વ્યક્તિ તમને છોડી ને જાય છે તો એમા તમારો કોઈ વાંક નથી, પણ શાયદ એ વ્યક્તિ તમારા માટે નથી. અને મેહનત ક્યારેય વ્યર્થ નથી જતી એ તમને એક અનુભવ આપે છે, કંઇક એવુ શીખવે છે જે તમને આગળ જતા કામ આવશે” મારા જવાબ મા મારા ભૂતકાળ ના છાંટા ચોખ્ખા દેખાઈ આવતા હતા. 

“તો શું તમને તમારો પ્રેમ મળ્યો ? શુ એ અજાણી વ્યક્તિ જે હવે જાણીતી લાગવા લાગી હતી એજ તમારો પ્રેમ હતો ?” ફરી એજ છોકરી એ સવાલ કર્યો. 

પણ આતો હજુ કહાની ની શરૂઆત હતી આટલી જલ્દી જવાબ મળી જાય તો તો પછી પૂરી કહાની નો કોઈ મતલબ જ નહિ ને  

“પ્રેમ મળ્યો કે નહિ, એ છોકરી કોણ હતી એ બધુ તો સમય જ કહેશે અને એ જાણવા માટે તો કહાની મા હવે આગળ વધવુ પડશે આપણે. તો હવે પ્રશ્નો ને થોડો વિરામ આપીએ ને ફરી કહાની તરફ આગળ વધીએ”. 

તો થાય છે એવુ કે એ અજાણી વ્યક્તિ જે હવે જાણીતી લાગવા લાગી હતી, એની જોડે વાત કર્યા પછી હુ તરત જ ગાંધીનગર  જવાની તૈયારી શરૂ કરી દવ છુ, મમ્મી પપ્પા ને પણ મે મનાવી લીધા હોય છે એના માટે… પણ બીજા દિવસે સવાર ના એજ સમય પર, એજ નંબર માથી એનો ફરી કોલ આવે છે. ને એની સાથેજ એક નવી કહાની ની શરૂઆત થાય છે. હવે આપણે તો એજ જોવાનુ રહ્યુ કે એ કહાની ક્યા પહોંચે છે….

ક્રમશઃ…


  • Join Our Channel On Whatsapp and Telegram For Daily Updates

Click Here To Join Whatsapp Channel

Share this:

Leave a Reply