SAFAR – સફર ( ભાગ -7 ) Gujarati Book
Safar-(Part-7) Gujarati Book
દસ વર્ષ પેહલા…
વર્ષ – 2013
સ્નેહા ના ઘરે જવાનુ તો રાતે જ ફાઇનલ થઈ ગયુ હતુ. મે પપ્પા પાસે જવાની પરમિશન માંગી હતી અને એમણે પણ મારુ વકેશન ચાલતુ હતુ એટલે તરત હા પાડી દીધી. રાતે સુવા ટાઈમે હુ એકદમ રિલેક્સ હતો, કે હા ધીમે ધીમે હવે બધુ ઠીક થઈ જશે ને બસ આવતી કાલનો પ્લાનિંગ કરતો હતો. કાલે પેલા ટિકિટ કરાવવી જોશે બસ ની, તો એ પપ્પા ને યાદ આપાવવુ પડશે, બાકી પછી મોડુ થશે તો જે દિવસ ની જોઈએ છે ત્યારની ટિકિટ નહી મળે. ને બસ એવુજ બધુ વિચારતા ને વિચારતા ક્યારે ઊંઘ આવી ગઈ ખબર જ ના રહી.
આજે ઘણા સમયે આટલી સારી ઊંઘ આવી. આમપણ જ્યારે મન શાંત હોય અને તમારી પાસે ઓવર થીંકિંગ કરવા માટે કાઇ ના હોય ત્યારે ઊંઘ સારી આવે છે. સવારે હુ ઉઠ્યો ત્યા સુધી મા મમ્મી ને એ લોકો નીકળી ગયા હતા એમને માસી ને ત્યા બેઠવા જવાનુ હતુ એટલે અને મમ્મી એમનો ફોન મારી પાસેજ મૂકીને ગયા હતા કે કઈ કામ હોય તો વાત કરવા થાય.
હજુ તો મારી આંખ ખુલી જ હોય છે ત્યાજ થોડી વાર મા ફોન ની રીંગ વાગે છે. મને પણ અજીબ લાગ્યુ કે અત્યારે આ સમયે તો કોણ ફોન કરે. પણ જોયુ તો એજ નંબર, ખબર નહિ આ છોકરી ફરી શું નવુ લઈને આવી છે. જ્યારે જ્યારે એનો ફોન આવે છે ત્યારે ત્યારે એ ટેન્શન મા મુકી દે છે. આજે તો ઘરે એકલોજ હતો તો પછી ફોન મા વાત કરવા મા કોઈ પ્રોબ્લેમ પણ નતી, બસ એટલેજ મે તરત જ ફોન ઉપાડ્યો
“હેલો, હા આકાશ જ બોલુ છુ” એ કંઈ બોલે એ પેહલા જ મે જવાબ આપી દિધો 🙂
“વાહ રે, આજે તો એકજ રીંગ મા તમે કોલ રીસીવ કરી લીધો. આટલી ઉતાવળ વાત કરવાની” એણે જવાબ આપ્યો ને મારા જવાબ પર એનો જવાબ ભારે પડ્યો.
કોઈ અજાણી છોકરી એ મને પેહલી વાર આવુ કંઇક કહ્યુ હતુ, મારા કોન્ટેક્ટ મા છોકરી ના નામે બસ મારી આ કઝીન બેહનો જ છે એમના સિવાય કોઈ નહી. કોઈ ના હોવાની પાછળ કારણ પણ છે, ફરી ક્યારેક વાત કરશું એના વિશે, પણ અત્યારે આવા શબ્દો પેહલી વાર કોઈ અજાણી છોકરી પાસે સાંભળીને હુ થોડો મુંજાય ગયો.
“કોઈ ઉતાવળ નય, આ તો બસ આજે ઘરે એકલો જ છુ એટલે તરત કોલ ઉપાડી લીધો. બાકી કોઈ ઉતાવળ જેવુ નહી હા” મે જવાબ આપ્યો.
“હા હા, મને ખ્યાલ છે, હુ તો બસ મજાક કરતી હતી. થોડી તમે મજાક કરી તો થોડી અમે પણ કરી લીધી” એણે કહ્યું.
“હા તો હવે કહેશો કે આજે આવી રીતે અચાનક ફોન કરવાનુ કારણ શુ ? કઈ નવીન મા થયુ છે ? કઈ પ્રોબ્લેમ થઈ પાછી?” મે પૂછ્યુ.
“શુ તમે પેહલે થીજ આટલા પ્રશ્નો પૂછો છો કે પછી હમણાં થી નવુ નવું ચાલુ કર્યું ? તમારા પ્રશ્નો બવ બધા હોય છે” જાણે આજે નક્કી કરીને ના આવી હોય કે આજે તો આની મજાજ લેવી છે એ રીતના વાત કરે છે. હવે હું બિચાળો સીધો છોકરો એમા શુ જવાબ આપી શકું.
“ના પણ હવે તમારો કોલ આવે ત્યારે આપો આપ પ્રશ્નો મગજ મા આવવા લાગે છે તો શું કરવુ ? હવે બીજા કોઈને તો ના પૂછી શકુ, તો પછી તમને જ પૂછવા પડે ને. હજુ બીજો પણ પ્રશ્ન છે, પેહલા આનો જવાબ આપો પછી બીજુ પૂછુ” બસ આમ ફરી મારા પ્રશ્નો નો સીલ સિલો ચાલુ રહ્યો. પણ એની જોડે વાત કરીને એવુ લાગે જાણે એ મને ઓળખે છે એને ખ્યાલ છે મારા વિશે, પણ શાયદ એ ખાલી મારા મન નો વહેમ પણ હોઈ શકે છે.
“ના ના તમારા બધા પ્રશ્નો એક સાથે જ પૂછી લો એટલે મને જવાબ આપવુ સેહલુ પડે, તો કહો શું છે તમારો બીજો પ્રશ્ન ?” એણે કહ્યું.
“ગયા વખતે કોલ કર્યો હતો ત્યારે અચાનક કેમ કોલ મૂકી દીધો હતો તમે, વાત તો ચાલતી હતી હજુ, હુ પણ બોલતો જ હતો તો પછી કેમ ? કઈ થયુ હતુ ?” બસ આમ કહીને મે મારો બીજો પ્રશ્ન પણ પૂછી લીધો.
“તમને બધી વાતે ટેન્શન બવ થાય નહી ;)? આટલુ નેગેટિવ કેમ વિચારો છો ? ક્યારેક થોડુ પોઝિટિવ પણ વિચારી જુઓ, શુ ખબર એજ થઈ જાય. અને રહી વાત તમારા બીજા પ્રશ્ન ના જવાબ ની તો હુ S.T.D ફોન પરથી કોલ કરું છુ અને મારી પાસે પોકેટ મની માથી બસ એટલા જ રૂપિયા બચે છે જેમાંથી “પાંચ મિનિટ” જ વાત થાય એથી વધુ નહી. સમજાયુ હવે ? અને પેહલા પ્રશ્ન નો જવાબ હવે કાલે આપીશ કેમ કે “પાંચ મિનિટ” હવે પૂરી થવા આવી છે. ઓકે… બાય…:)” બસ આટલુ બોલતાજ એનો કોલ કટ થઇ ગયો…!!
ક્રમશઃ…
- આજે જ જોડાવ અમારી Whatsapp ચેનલ સાથે અને મેળવો He Tells ની બધી અપડેટ સૌથી પેહલા.