SAFAR – સફર ( ભાગ -8 ) Gujarati Book
Safar-(Part-8) Gujarati Book
હવે એની વાતો ધીમે ધીમે સમજ મા આવી રહી હતી મને, પણ દર વખત ની જેમ હારે હારે નવા પ્રશ્નો લઈને પણ આવતી હતી. પણ અત્યારે એ બધી વાત માટે સમય ના હતો. મારે હજુ ઉઠીને ફ્રેશ થવાનુ પણ બાકી હતુ અને પછી પપ્પા ને ફોન કરીને બસ ની ટીકીટ માટે પણ કેહવાનુ હતુ અને બીજી બધી તૈયારી કરવાની હતી એટલે એનો ફોન કટ થયા પછી બસ હુ એમા લાગી જાવ છુ.
સાંજ સુધી મા મારુ બધુ કામ લગભગ પૂરું થઈ જાય છે, ટિકિટ પણ આવી ગઈ છે રવિવારે રાતની બસ ની ટીકીટ છે જે મને સવાર સુધી મા તો ત્યા પહોચાડી દેશે. આજે હજુ બુધવાર થયો છે મતલબ હજુ 4-5 દિવસ ની વાર છે.
સાંજ ના સમયે અગાશી પર બેઠા બેઠા મન મા ને મન મા વિચારો ની એક કશ્મકશ શરૂ થઈ જાય છે “કે મે મારી બધી તૈયારી તો કરી લીધી પણ જે મુખ્ય કારણ છે ત્યા જવાનુ સ્નેહા એના માટેની તૈયારી તો હજુ બાકી જ છે. એના માટે ગિફ્ટ લેવાનુ છે, એને સરપ્રાઈઝ કઇ રીતે આપવુ એ પણ વિચારવાનુ છે અને સૌથી અગત્યનુ એને મનાવિશ કઈ રીતે ? એ પણ હજુ પ્રશ્ન જ છે.
સૌથી પેહલા ગિફ્ટ થીજ શરૂઆત કરીએ, અમમમ શુ આપવુ જોઈએ ? કંઇક એવુ આપવુ જોઈએ જે અમારા બંને ને કનેક્ટ કરતુ હોય, હા એવુજ કંઇક બેસ્ટ રેહશે. પણ શું ? એનો વિચાર નહિ આવતો હજુ. શુ એની ફ્રેન્ડ ને પુછવુ બરાબર રેહશે?
પણ એ પણ પાંચ મિનિટ મા કેટલા જવાબ આપશે. એની પાંચ મિનિટ આગળ વધે તો કંઇક થાય ને. પણ સાચુ કહુ તો મને પણ રાહ છે એના કોલ ની, એની વાતો ક્યાંક ને ક્યાંક અસર તો કરવા લાગી છે. એક મિનિટ પણ એનુ નામ શું છે ? નામ તો હજુ ખબર જ નથી.
શુ યાર આકાશ તુ પણ ત્રણ દિવસ થી વાત કરે છો ને હજુ સુધી નામ જ નય પૂછ્યુ. કાલે પેહલા એને નામ જ પૂછી લઈશ. ક્યા સુધી આ અજાણી વ્યક્તિ ને સ્નેહા ની ફ્રેન્ડ ને એવી રીતે યાદ રાખીશ.”
“આકાશ છાશ લઈ આવતો દુકાને થી” મમ્મી નો અવાજ સંભળાય છે, ને મારી વિચારો ની આ ગાડી ને થોડો બ્રેક લાગે છે.
***
એના પછીના દિવસે હુ એકદમ સવાર ના એજ ટાઈમે અગાશી પર આવીને એના ફોન ની રાહ જજોઈ રહ્યો હતો. આ પણ કેવુ છે નય કાલ સુધીની અજાણ વ્યક્તિ માટે આજે હુ રાહ જોઈને બેઠો છુ, શુ આ બદલાવ એની રીતેજ આવ્યો કે પછી હુ લઈ આવ્યો છુ, કે પછી શું ખરેખર એની જોડે વાત કરવાની ઉતાવળ છે મને ? આ બધા વિચારો ની વચ્ચે એનો કોલ આવે છે.
“હેલો મિસ પાંચ મિનિટ” કોલ ઉપાડી ને મે જવાબ આપ્યો.
“ઓહ, તમને યાદ છે. તો આજે રાહ જોઈને જ બેઠા હતા શું ? આ પાંચ મિનિટ ની ?” એના જવાબ દર વખત ની જેમ મને વિચાર કરવા પર મજબૂર કરી દે છે. પણ આ વખતે હુ પણ થોડો તૈયાર હતો એના જવાબ માટે.
“હા કેમ નહિ, મારા બવ બધા પ્રશ્નો ના જવાબ કોઈ વ્યક્તિ જો લઈને બેઠુ હોય તો રાહ તો હોયજ ને એમની, શુ કેશો તમે ?” મારા આ જવાબ પછી એક અલગ જ સ્મિત ચેહરા પર મલકાય છે.
“હા વાત તો સાચી છે, હોવિજ જોઈએ. આ વાત તો મને પણ ગમી. પણ આજે પ્રશ્ન પૂછવાની વારી મારી છે, આજે તમારે જવાબ આપવાનો છે. તો બોલો તૈયાર ?” એણે કહ્યું. લ્યો આ તો તૈયારી કરી ગણિત ની ને પેપર અંગ્રેજી નુ નીકળુ. પણ હવે જે પણ નીકળુ હોય આપવુ તો પડેજ ને.
“હા ચલો તો આજે તમે પ્રશ્ન પૂછી લો, પણ જલ્દી હા ખબર ને પાંચ મિનિટ જ છે !” મે જવાબ આપતા કહ્યુ.
“ઓકે, તો કાલે કોલ કરવાનુ કારણ એ હતુ કે હા સ્નેહા અપસેટ છે તમારા થી. પણ એ બવ મિસ કરે છે તમારા બંને ની વાત ચીત. અને એ કોલ કરવાની જ હતી તમને પણ પછી મે ના પાડી દીધી, ને ના પાડવાનું કારણ એ હતુ કે ક્યાંક આ વાતચીત ના કારણે આપણુ સરપ્રાઈઝ બગડી ના જાય. તો મે બરાબર કર્યું ને ?” એણે એની વાત રજૂ કરી.
હા મને આ વાત એક બાજુ સારી પણ ના લાગી ને એકબાજુ એમ પણ થયુ કે, સ્નેહા ને ફોન ઉપર ફેસ કરવા કરતા સારું છે કે હું એની જોડે મળીને જ વાત કરુ.
“હા વાંધો નહી એ પણ બરાબર છે, હુ મળીને બધુ સરખુ કરી લઈશ સ્નેહા જોડે એજ સારું રહેશે” મે જવાબ આપ્યો.
“તો બરાબર, મને મન મા એમ થતુ હતુ કે ક્યાંક મે કાઇ ખોટુ તો નથી કર્યું બસ એટલે તમારી જોડે કન્ફર્મ કરવુ હતુ. ત્યાં સુધી મારા મન ને શાંતિ ના મળેત. આભાર તમારો મારા મન ને શાંત કરવા માટે” એણે કહ્યું.
“અરે એમા આભાર શું, હવે પેહલા મારા સવાલ નો જવાબ આપિદો એ વધારે અગત્ય નો છે. આજે ચાર દિવસ થી આપણે વાત કરીએ છે પણ હજુ સુધી તમે તમારુ નામ નહી કીધુ. હવે તો કહી દો, મને પણ ખ્યાલ તો આવે કે હું જેની સાથે વાત કરું છુ એનુ નામ શું છે” બસ મારા આટલા બોલતા ની સાથેજ પાંચ મિનિટ થઈ ગઈ અને ફોન કટ થઇ ગયો ને એ નામ ફરી અધુરુ જ રહી ગયુ.
“કોઈ જાણી ગયુ મને મળ્યા વગર
ને હુ, એના નામ થી પણ અજાણ રહી ગયો “
ક્રમશઃ…
- આજે જ જોડાવ અમારી Whatsapp ચેનલ સાથે અને મેળવો He Tells ની બધી અપડેટ સૌથી પેહલા.