SAFAR – સફર ( ભાગ -9 ) Gujarati Book
Safar-(Part-9) Gujarati Book
સ્થિતિ કંઇક આવીજ હતી, એની સાથે વાત કરવાથી એવુજ લાગતુ કે એ મને ઓળખે છે, જાણે છે મારા વિશે ને હૂ… હૂ એનુ નામ પણ ના જાણી શક્યો. આટલા દિવસ થી એ મારા વિશે વિચારે છે, મારા માટે કંઇક સારું કરવા માંગે છે, મારી હેલ્પ કરે છે ને મે શુ કર્યું ? મને તો આટલા દિવસ મા એને એનુ નામ પૂછવાનુ પણ યાદ ના આવ્યુ.
એનો કોલ તો કટ થઈ ગયો હતો પણ આ મન.. આ મન હજુ ત્યાજ હતુ એના વિચારો મા. હૂ જાણવા માંગતો હતો એના વિશે હવે. આ દિલ ના દરવાજે પેહલી વાર કોઈ દસ્તક દઈ રહ્યું હતુ, ને મને તો એનો આભાશ પણ ન હતો. આ ઉમર જ એવી હોય છે ને જ્યા તમને બધુ બવ જલ્દી ગમી જાય છે અને એટલી જલ્દી ભૂલાય પણ જાય છે. મને યાદ છે જ્યારે બાળપણ મા પપ્પા મારા માટે રમકડા લઈને આવતા તો ત્યારે હુ કેટલો ખુશ થઈ જતો હતો. ને દિવસ – રાત ક્યારે એની જોડે રમતા ને રમતા નીકળી જતા ખબર જ નતી પડતી.
એ રમકડા મને એટલા ગમતા કે થોડી વાર માટે ક્યારેક ના મળે તો હુ રોવા લાગતો. પણ પછી જ્યારે પપ્પા ફરી વાર કોઈ બીજા નવા રમકડા લઈને આવ્યા તો હુ એની સાથે રમવા લાગ્યો અને એ જૂના રમકડા તો ખબર નહિ ક્યારે ભૂલાય ગયા ખબર જ ના પડતી. કાશ આ વસ્તુ મોટા થયા પછી પણ એવીજ રહી હોત, પણ અફસોસ કે એનાથી બધુ ઉલ્ટુ જ છે. કોઈ દિલ મા દસ્તક દે તો એને અંદર આવવાની પરવાનગી નો રસ્તો તો એકદમ સીધો છે પણ જ્યારે એને દિલ માથી બહાર નીકાળવુ હોય ત્યારે ખબર નહિ કેમ એજ રસ્તો ભૂલ ભૂલૈયા બની જાય છે.
મને આભાશ નતો પણ કોઈ દસ્તક તો દઈ રહ્યુ આ દિલ ના દરવાજા પર, એક મીઠી દસ્તક જેને તમે ના તો નો કહિ શકો. આવતી કાલ માટે ફરી વાર એના પાંચ મિનિટ ના કોલ નો ઇન્તેઝાર હતો, ને એના નામ નો પણ. રાહ હતી આવતી કાલ ની સવાર ની, ને જ્યારે કોઈ વસ્તુ ની રાહ હોય ને તો સમય જાણે થોડા સમય માટે સ્ટોપ ના થઈ જતો હોય એવુજ લાગે. આજનો દિવસ બવ લાંબો લાગ્યો ને રાત પડી, પણ રાહ તો હજુ સવાર નિજ હતી. કે સવાર ક્યારે પડશે. મન મા આવતા વિચારો ના વંટોળે ચડવા કરતા ઊંઘી જવુ જ મને બરાબર લાગ્યુ.
***
સવારે આંખ ખુલતા જ નજર તરત ફોન પર જ ગઈ. આજે શુક્રવાર થઈ ગયો. બરાબર બે દિવસ પછી રવિવારે રાતની બસ છે મારે, આ વિચાર ની સાથે સાથે મન મા એ વિચાર પણ હતો કે બસ હવે થોડી વાર મા એ “મિસ પાંચ મિનિટ” નો કોલ આવશે. હુ રોજ ના સમય પ્રમાણેફટાફટ બેડ પરથી ઊઠીને ફ્રેશ થઈને અગાશી પર પહોંચી જાવ છુ.
ને રાહ જોવા લાગુ છુ એના કોલ ની. પણ…પાંચ મિનિટ, દસ મિનિટ, પંદર મિનિટ, વીસ મિનિટ, ટીક ટોક ટિક ટોક. સમય નીકળી જાય છે પણ એનો કોલ નય આવતો. જ્યારે કોઈની રાહ જોઈને બેઠા હોય ને એ વ્યક્તિ ત્યારે હાજર ના હોય ત્યારે બે વિચાર મનમા આવે છે એક થોડો ગુસ્સો આવે છે અને બીજુ ચિંતા પણ થાય છે કે બધુ બરાબર જ હશે ને. મારા મન મા પણ એવુજ કંઇક ચાલતુ હતુ.
મને એમ થયુ કે હવે એનો કોલ આજે નહી આવે બસ એવુ વિચારીને અગાશી પરથી નીચે ઉતરતો જ હોવ છુ ત્યાજ ફોન ની રીંગ વાગે છે. એજ નંબર… એજ નંબર જોઈને એક હાશકારો થાય છે. હૂ ધીમેથી ફોન ઉપાડુ છુ ને ફોન ઉપાડતા તરત જ અવાજ સંભળાય છે.
“સોરી સોરી આજે થોડુ મોડુ થઈ ગયુ, સોરી…” ફરી એજ અવાજ. હવે આવી રીતે તમને કોઈ કહે તો તમે કઈ રીતે ના પાડી શકો, કઈ રીતે થોડો પણ ગુસ્સો બતાવી શકો. પણ શાયદ હુ તો કંઇજ બતાવવા નતો માંગતો.
“અરે ના ના એમા શું હોય, આમ પણ સારું થયુ હુ પણ આજે થોડા કામ માજ હતો, વહેલો કર્યો હોત તો શાયદ વાત પણ ન થાત” ને બસ આ રીતે મારા દિલ મા પેહલી વાર ઉદભી રહેલી લાગણીઓ ને મે એની સામે દબાવી દીધી. શાયદ હુ જતાવવા નતો માંગતો કા તો પછી આ બધુ એટલુ જલ્દી લાગતુ હતુ.
“ઓહ, મને એમ લાગ્યુ કે તમે રાહ જોતા હશો પણ કોઈ નહી જે થાય એ સારા માટેજ થાય, એ બહાને તમારુ કામ થઈ ગયુ” એણે જવાબ આપ્યો. પણ એના જવાબ મા એક નાખુશી દેખાઈ આવતી હતી.
“હા સાચી વાત” મારા શબ્દો એ જાણે એક મૌન ના લઈ લીધુ હોય એમ એથી વધુ કાઇ બોલિજ ના શક્યા. બે વ્યક્તિ જે થોડી વાર પેહલા ઘણુ બધુ કહેવા ને પૂછવા માંગતા હતા એ અત્યાર શાંત થઈ ગયા. કેહવુ તો હજુ પણ ઘણુ હતુ પણ એ કેહવા નો ભાવ પેહલા જેવો ન હતો.
“તો શું નક્કી થયુ તમારે અહી આવવાનુ, ક્યારે ને કઈ રીતે આવો છો ? આવવાનુ કન્ફર્મ તો છે ને ?” એણે કઈંક વાત કરવાની શરૂઆત કરીને આ થોડી વાર માટે છવાયેલી શાંતિ ને એક અવાજ આપ્યો. ને જવાબ મા મે એને મારો પ્લાન કહ્યો, કે હા આવી રીતે બસ ની ટીકીટ છે ને સોમવારે સવારે ત્યા પોચી જઈશ.
“હા બરાબર છે, સારુ તો આજે મારે પણ વહેલુ જવાનુ છે તો હુ પણ નીકળુ હવે, બાય…” એણે કહ્યું. રોજ પાંચ મિનિટ ચાલતો ફોન આજે ચાર મિનિટ મા બંધ થઈ ગયો ને ઘણી વાતો પ્રશ્નો ને નામ બધુ અધુરુ રહી ગયુ.
ક્રમશઃ…
- આજે જ જોડાવ અમારી Whatsapp ચેનલ સાથે અને મેળવો He Tells ની બધી અપડેટ સૌથી પેહલા.