Safar – સફર ( ભાગ -13 ) Gujarati Book,He Tells
Safar-(Part-13) Gujarati Book,He Tells
દસ વર્ષ પેહલા…
વર્ષ – 2013
આરતી સાથેની પેહલી મુલાકાત અને એ હાથ મિલાવવા ની યાદગાર ક્ષણ પછી મારી અંદર ચાલી રહેલા પ્રશ્નો એને પૂછવા માટે તૈયાર જ હતો… ત્યાજ એણે એના બીજા હાથ મા રહેલુ ગિફ્ટ મને આપવા માટે આગળ વધાર્યું…
“આ ગિફ્ટ તમારા માટે, મને ખબર છે કે આ ગિફ્ટ મા રહેલી વસ્તુ ની જરૂર મને વધારે છે. પણ હુ તમને આપુ છુ…” આરતી એ કહ્યુ.
ગિફ્ટ એ પણ મારા માટે… શું કામ ? અને એવુ તો શું છે ગિફ્ટ મા જેની જરૂર આરતી ને છે પણ એ મને આપી રહી છે…??
આરતી એ મારા હાથ મા ગિફ્ટ આપીને મારા મન મા ચાલતા પ્રશ્નો ને તો શાંત કરી દીધા પણ નવા વિચારો ને જન્મ આપી દિધો. આજ સુધી મારી લાઇફ મા મને સ્નેહા સિવાય કોઈવે ગિફ્ટ નતુ આપેલુ, અને પેહલી વાર એના સિવાય કોઈ ગિફ્ટ આપી રહ્યુ છે તો એ પણ એક છોકરી! જેને હુ પેહલી વાર મળી રહ્યો છુ. આ વસ્તુ મારા માટે સાંભળવી અને સમજવી બંને અઘરી હતી. પણ શું મારે આ ગિફ્ટ લઈ લેવુ જોઈએ ? હજુ તો અમારી પૂરી ઓળખાણ પણ નહી થઈ ને હુ પેહલી વાર મા કઈ રીતે ગિફ્ટ લઈ શકુ ? ના પાડતા પેહલા ગિફ્ટ આપવાનુ કારણ પૂછવુ મને વધારે યોગ્ય લાગ્યુ.
“ગિફ્ટ મારા માટે ! મને ગિફ્ટ આપવાનુ કોઈ કારણ ?” મે આરતી ને પૂછ્યુ.
“એ તો તમે ગિફ્ટ જોઈનેજ સમજી જશો, જો સમજદાર હશો તો :)” એના જવાબ મા એક કોન્ફિડન્સ ની સાથે સાથે મીઠી મજાક ના ભાવ દેખાઈ આવતા હતા. ને મારા મન મા એ સમયે ઘણી બધી કશ્મકશ એકી સાથે ચાલતી હતી એટલે એની મસ્તી ને હુ ના સમજી શક્યો.
“હા પણ હુ આવી રીતે ગિફ્ટ ના લઈ શકુ ને, હજુ તો આપણે પેહલી વાર મળી રહ્યા છે અને આજે મારો બર્થડે પણ નથી. તમે આ ગિફ્ટ સ્નેહા ને આપી દેજો” મે જવાબ આપ્યો.
“લાગે છે તમને કોઇવે હજુ સુધી શીખવ્યુ નથી લાગતુ, કે કોઈ ગિફ્ટ આપે તો ક્યારેય એને ના નો પડાય. ઓહો…ઘણુ શીખવવુ પડશે મારે. કોઈ નહી, ઘણો ટાઇમ છે આપણી પાસે, આરામથી શીખવાડી દઈશ. અત્યારે તમે ગિફ્ટ લઈ લો ના ગમે તો સ્નેહા ને તમેજ આપી દેજો બસ”
એના જવાબ મા એનો એજ મસ્તી વાળો ભાવ કન્ટિન્યુ રહ્યો અને મારી પાસે એના સ્વભાવ ની સામે કોઈ જવાબ જ ના હતો. જાણે એની વાતો ક્યાંક ને ક્યાંક દિલ મા અસર કરી રહી ના હોય, બસ એવુજ કંઇક હતુ. આખરે મે એના જવાબો સામે હાર માની અને એના ગિફ્ટ ને સ્વીકારી લીધુ. એની સાથે થોડી વાર વાત કરીને મને એહસાસ થઈ ગયો કે હુ વાતો મા એની સામે નહી જીતી શકુ, એટલે હાર માનવીજ યોગ્ય રેહશે.
“ઓકે તમારુ ગિફ્ટ હુ સ્વીકારી લવ છુ બસ, પણ શુ હુ જાણી શકુ કે આ ગિફ્ટ મા એવુ તે શુ છે જેની જરૂર તમારે છે પણ તમે મને આપી રહ્યા છો ?” મે ફરીવાર એજ સવાલ કર્યો એ વિચારીને કે શાયદ કંઇક જાણવા મળી જાય પણ એ તો જાણે આ સસ્પેન્સ ને વધુ અઘરૂ ને અઘરૂ બનાવવા ના મૂડ માજ હોય એવુજ લાગ્યુ.
“એ તો તમે ઓપન કરશો એટલે સમજી જશો અને ના સમજો તો મને પૂછી લેજો. પણ હા આ ગિફ્ટ ઓપન કરવાની એક શરત છે, આ ગિફ્ટ તમે આજે રાત્રે બાર વાગ્યા પછીજ ખોલી શકો છો એ પેહલા નહી. બોલો મંજુર ?” આરતી એ જવાબ આપ્યો ને એનો જવાબ બવ બધી ઉત્સુકતા જગાવતો હતો આ ગિફ્ટ માટે. હવે તો મને પણ જાણવાની બવ ઈચ્છા થવા લાગી હતી કે એવુ તો શું છે આમા. પણ અફસોસ કે મારે પણ રાત ના 12 વાગ્યા સુધી રાહ જોવી પડશે આ ગિફ્ટ ને ઓપન કરવા માટે. કોઈ નહી થોડી રાહ હજુ જોઈ લઇશુ બીજુ તો શું થાય.
“ઓહ મંજુર ? મારી પાસે હા પાડવા સિવાય બીજો કોઈ ઓપ્શન છે ?” મે કહ્યુ.
“ના ઓપ્શન તો નથી મે તો બસ ખાલી ફોર્માલિટી માટેજ પૂછ્યુ, બાકી એવો કોઈ ઓપ્શન થોડી હોય.”
આરતી એ જવાબ આપ્યો ને એ પળ મા એક સ્મિત ફરી વળ્યુ. પેહલી મુલાકાત આવી હશે એવુ તો ક્યારેય નતુ વિચાર્યુ, પણ કંઇક ખાસ હતી, કંઇક અલગ હતી. પેહલી મુલાકાત તો એક સન્નાટા જેવી હોય છે, જેમા અળધો સમય તો એજ વિચારવા મા નીકળી જાય કે શું વાત કરવી. પણ આ મુલાકાત કંઇક અલગ હતી એનુ પુરું શ્રેય આરતી નેજ જાય છે, કેમ કે એજ તો હતી જે આ ક્ષણ ને યાદગાર બનાવતી હતી. હુ તો બસ એના કંઇક બોલવા સામે બસ જવાબ આપતો હતો.
“આગળ કોઈ વાત કરતા પેહલા હુ કંઇક કેહવા માંગુ છુ, મારા ખ્યાલ થી આપણી ઉમર સરખીજ છે તો પછી આપણે આ તમે તમને ની ફોર્માલિટી ને સાઈડ મા રાખીને તુ – તને એવી રીતે વાત કરી શકીએ ? આ તમને હવે કંઇક અજીબ લાગે છે. શુ કેવુ તમારુ :)” આરતી એ કહ્યું. ડાયરેક્ટ પોઇન્ટ ઉપર વાત બીજી કોઈ આડા અવળી વાત જ નહી, એ વસ્તુ ગમી મને અને એનો પોઇન્ટ પણ સાચો હતો બંને સરખી ઉમર ના છે તુ કંઇને વાત ચિત કરીએ એજ સારું રેય. તમે અજીબ તો લાગે.
“હા ઓકે… મને કોઈ પ્રોબ્લેમ નય, મને પણ એવુજ લાગે છે કે આપણે તુ કંઇને વાત ચિત કરીએ એજ સારું રેશે. તમે મા એવુ લાગે છે જાણે મારી ઉંમર ના થઈ ગઈ હોય 🙂 તો શુ તુ હવે મારા મગજ મા ચાલતા પ્રશ્ન નો જવાબ આપીશ ? કે તુ અહિયાં કઈ રીતે આવી ? અને આટલા દિવસ સુધી કેમ કોઈ કોન્ટેક્ટ નતો” મે પણ હવે ડાયરેક્ટ પોઇન્ટ ઉપર વાત કરી ને મારા મન મા ચાલતા પ્રશ્નો ને આરતી ને સામે રાખી દીધા.
“હા જવાબ મળશે જ ને , કેમ ના મળે ? પણ એ બધા જવાબ માટે તારે બાર વાગ્યા સુધી રાહ જોવી પડશે. કેમ કે એ બધા સવાલો ના જવાબ આ ગિફ્ટ ની અંદર છે અને ગિફ્ટ તો બાર વાગ્યા સુધી ઓપન કરવુ શક્ય નથી બરાબર ને ? તો બસ ત્યા સુધી રાહ જોઈ લો.” આરતી એ જવાબ આપ્યો ને આ રાહ જોવાનો સિલસિલો જે ઘણા સમય થી ચાલુજ છે એ ચાલુજ રહ્યો. જોઈએ આ ગિફ્ટ હવે શુ નવુ લઈને આવે છે.
ક્રમશઃ… He Tells
- આજે જ જોડાવ અમારી Whatsapp ચેનલ સાથે અને મેળવો He Tells ની બધી અપડેટ સૌથી પેહલા.