He Tells: Gujarati Book “SAFAR – સફર” ( ભાગ -12 ) He Tells

Safar – સફર ( ભાગ -12 ) Gujarati Book,He Tells

Safar-(Part-12) Gujarati Book,He Tells

થોડા દિવસો પેહલાનો એ અજાણ્યો અવાજ ધીમે ધીમે જાણીતો લાગવા લાગ્યો ને આજે, એ અવાજ સાક્ષાત મારી સામે આવી ગયો. એ દિવસ મને બવ બારીકાઇ થી યાદ છે, એ દિવસ હુ ક્યારેય ના ભૂલી શકુ ને એ મુલાકાત મારા જીવન મા વીતેલી સૌથી સારી ક્ષણો મા શામેલ છે. મે પાછળ ફરી જોયુ તો ખરી પણ એ નજર ત્યાજ સ્તબ્ધ થઈ ગઈ. 

” નેન નખરાળા કાજળ કાળી 

આંખો થી એ જાદુ ચલાવે છે, 

એક ચમક છે એના ચેહરા પર 

જે ચારેબાજુ એ ફેલાવે છે, 

સાદગી થી સજ્જ છે એનો એ લિબાઝ  

ને એનુ સ્મિત ચેહરા ને ચમકાવે છે..” 

Gujarati Book “SAFAR – સફર” ( ભાગ -12 ) He Tells

એણે પીળા કલર નો ડ્રેસ પેહરેલો હતો. પીળો કલર પોઝીટીવિટી, ખુશાલી નો પ્રતીક છે અને એ બધી ખુશીઑ મારી નજર સામે મને દેખાતી હતી. ચેહરા પર બસ એક બિંદી લગાવેલી ને એના ખુલ્લા વાળ માથી ભીનાશ ની ખુશ્બૂ આવતી હતી. એના ચેહરા મા એક ચમક હતી, જાણે આજે તો સૂર્ય ની રોશની પણ એની સામે ફિકી લાગતી. હુ તો એની સાદગી પર જ મોહી ગયો. એણે પગ મા પેહરેલી ઝાંઝરી જાણે એની આવવાની આગાહી આપતી હતી.  

“હારું તારી સાદગી પર 

કે હારું તારી પાયલ ની જણકાર પર.. 

હારું તારી આંખો ના કાજળ પર 

કે હારું તારા મલકાતા સ્મિત પર.. 

હારું બધુ આ વીતેલી રાત પર 

જો એની સવાર આટલી રળિયામણી હોય…” 

એક અંધારી રાત પછીની સવાર જો આટલી રળિયામણી હોય તો કોને ના ગમે. 

“આકાશ…” એણે ફરી પૂછ્યુ ને એના અવાજ મા મારુ નામ ફરી ગુંજ્યું. પણ જવાબ શું આપુ હુ એને કાઈ સમજાતુ ન હતુ, એ વ્યક્તિ બસ અચાનક મારી સામે આ રીતે આવી ગઈ, ને હુ બસ સ્તબ્ધ થઈ ગયો. મારી પાસે કોઈ શબ્દો ના હતા એને કેહવા માટે. 

એણે એનો હાથ આગળ લંબાવતા કહ્યું 

Gujarati Book “SAFAR – સફર” ( ભાગ -12 ) He Tells

“હાઈ, હુ આરતી… સ્નેહા ની ફ્રેન્ડ…” 

“આરતી…” ફાઈનલી ઘણા દિવસો નો ઇન્તેઝાર ખતમ થયો અને એનુ નામ સાંભળવા મળ્યુ. મે પણ આગળ હાથ લંબાવ્યો અને જવાબ આપ્યો “હુ આકાશ…” ને અમે હાથ મિલાવ્યો. એના હાથ થી મારો હાથ ટચ થયો ને, આ ક્ષણ અમારી પેહલી મુલાકાત ની બવ ખાસ ક્ષણ બની ગઈ. એ પેહલી મુલાકાત બવ ખાસ બની ગઈ. એક ઇન્તેઝાર પછીની મુલાકાત એક સુકુન આપે છે, એક અલગ જ ખુશી આપે છે, જે ફક્ત મેહસૂસ જ કરી શકાય.  

મન મા ઘણા સવાલો ચાલતા હતા એને પૂછવા માટે, કે શુકામ આટલા દિવસ કોલ ના આવ્યો, હવે આગળ નો પ્લાન શું છે ને અહીંયા અત્યારે તું કઈ રીતે ? પણ એને હાથ મિલાવતા ની સાથે જ એ સવાલો ક્યાંક ખોવાઈ ગયા. એના જવાબો શાયદ સમય જ આપશે. 

આજે જ્યારે એ પેહલી મુલાકાત વિશે વિચારું છુ તો એક બાજુ એવુ લાગે કે આ મારી લાઈફ ની સૌથી બેસ્ટ મોમેન્ટ હતી અને ક્યારેક એવુ પણ થાય… કે કાશ એ ક્ષણ ક્યારેય આવી જ ના હોત. 


વર્તમાન સમય… 

વર્ષ-2023 

પેહલી મુલાકાત હંમેશા બવ ખાશ હોય છે. એ એક જીવન ભર ની યાદ બનીને રહી જાય છે. ને યાદો જો એ વ્યક્તિ સાથે હોય તો એને યાદ કરીને અપાર ખુશી થાય છે, જાણે એ એક – એક પળને` ફરી સાથે જીવતા હોય એવુ લાગે છે. પણ જો એ વ્યક્તિ સાથે ના હોય તો એની યાદો એક દર્દ નો દરિયો આપી જાય છે. ને એ દર્દ ના દરિયા માથી નીકળીને ફરી ખુશી ના કિનારા સુધી પહોચતા પહોચતા ઘણો સમય લાગી જાય છે. આજે આરતી સાથેની મુલાકાત ને ફરી યાદ કરીને એ બંને ભાવ દિલ મા જાણે ભેગા થઈ ગયા.  

આ દિલ આજે ઘણા સમયે ફરી ભરાઈ આવ્યુ, ને આ આંખો ને ભીની થતા આજે હુ ના રોકી શક્યો. એ અવાજ મા મારુ નામ હજુ પણ કાન મા ગુંજતું હોય એવુ લાગે છે, થોડી વાર માટે થયુ કે હમણા એનો કોલ આવશે ને ફરી એજ રીતે એ બોલાવશે મને. પણ આ દિલ ને કોણ સમજાવે કે ના તો હવે એ કોલ આવશે કે ના તો એ અવાજ ક્યારેય સંભળાશે. રોજ સંભળાતો અવાજ ક્યારે સન્નાટા મા ગુમ થઈ ગયો ખબર જ ના પડી.  

દસ વર્ષ થઈ ગયાં આ પેહલી મુલાકાત ને, તો પણ હજુ એવુ લાગે છે કે, બસ કાલનીજ વાત છે. હજુ તો કાલેજ મળ્યો હુ આરતી ને, અને જોત જોતામા આટલો સમય નીકળી ગયો. 

Gujarati Book “SAFAR – સફર” ( ભાગ -12 ) He Tells

આરતી ને પેહલી વાર મળીને મને એવુ લાગ્યુ જ નહિ કે આ અમારી પેહલી મુલાકાત હતી. જાણે એ તૈયાર હતી મને મળવા માટે એવુજ લાગ્યુ, ને હુ… હુ તો કઈ રીતે તૈયાર હોવ. મને તો કોઈ વસ્તુ નો ખયાલ જ ના હતો, હુ તો હજુ પણ શોક માજ હતો, કે આ બધુ શું થઈ રહ્યું છે. પણ ત્યા બસ સ્ટેશન પર આરતી ને જોઈને એક શાંતિ તો થઈ હતી, કે હાશ હવે આગળ નો પ્લાન કઈ રીતે કરશુ એના વિશે મારે નક્કી કરવુ થોડુ સેહલુ રેશે.  

આરતી વિશે તમને થોડુ ઘણુ જણાવુ તો એની કોમ્યુનિકેશન સ્કીલ બવ સારી હતી, એ કોઈ ની પણ જોડે બવ જલ્દી ભળી જતી. એને કોઈની જોડે વાત કરવા માટે મારી જેમ કોઈ જાતનો ખચકાટ અનુભવ ના થતો. એને બવ સારૂ લાગતુ, નવા લોકો જોડે વાત કરવી, એમના વિશે નવુ જાણવુ, નવુ શીખવુ, બવ લાગણી વાળી હતી “મારી આરતી…” સોરી આરતી…  

એના પરિવાર મા એ સૌથી નાની હતી, એનાથી મોટી એની એક બેન હતી અને એના મમ્મી પપ્પા. બસ ચાર લોકોનુ એનુ ફેમિલી હતુ. બધા પરિવાર મા એવુ હોય કે જે સૌથી નાનુ હોય એ પરિવાર મા બવ લાડકુ હોય, પણ આરતી ના કેસ મા એવુ ના હતુ. ના તો એ વધારે લાડકી હતી, ના તો વધારે એને કોઈ ખીજાતુ હતુ. એ બસ આ બંને ની વચ્ચે ક્યાંક હતી. ક્યારેક એક હારે બવ બધો લાડ મળી જતો તો ક્યારેક એને કારણ વગર નુ સાંભળવુ પણ પળતુ. 

આરતી ને એના મમ્મી પ્રત્યે બવ લગાવ હતો. એ એમની કોઈ પણ વાત આંખ મીચીને માની લેતી, એક મિનિટ માટે પણ બીજો કોઈ વિચાર કર્યા વગર. એના માટે એની મમ્મી નો કોઈ પણ નિર્ણય ફાઇનલ જ કેવાતો. એ નિર્ણય એને પસંદ હોય કે પછી ના હોય પણ એ ક્યારેય ના નતી પાડી શકતી. બસ એના મમ્મી ના માન માટે થઈને બધુ માની લેતી. આરતી એના પપ્પા સાથે બસ જરૂર હોય એટલીજ વાત કરતી, પણ એની મોટી બેન એ એના માટે એક બેસ્ટ ફ્રેન્ડ થી કમ ના હતી. પોતાની બધી વાત એ એની બેન જોડે બવ સરળતાથી શેર કરી શકતી. બસ અત્યારે આરતી વિશે તમારુ આટલુ જાણવુ ઘણુ છે. 

ક્રમશઃ…


  • આજે જ જોડાવ અમારી Whatsapp ચેનલ સાથે અને મેળવો He Tells ની બધી અપડેટ સૌથી પેહલા.

Leave a ReplyCancel reply

Exit mobile version