Safar – સફર ( ભાગ -11 ) Gujarati Book
Safar-(Part-11) Gujarati Book
“આકાશ હાલ સાત વાગી ગયા, તુ રાતે કેતો હતો ને કે મમ્મી વેલો ઉઠાળજે તો ચાલ ઉઠ હવે.” વહેલી સવાર મા મમ્મી નો અવાજ સંભળાયો ને મારી આંખ ખુલી ગઈ. આજે છેલ્લી ઘળી ના જે કામ હોય એ પૂરા કરવાના હતા એટલે આજે વેલુ ઉઠવુ જરૂરી હતુ.
આજે સ્નેહા માટે ગિફ્ટ લેવાનુ હતુ, મારુ બધુ પેકિંગ કરવાનુ હતુ, અંકલ એ અહીંયા નો સ્પેશિયલ નાળિયેર નો હલવો મંગાવ્યો હતો તો એમના માટે એ પણ લેવા જવાનુ હતુ. કાલે રાત્રે પપ્પા એ એમને ફોન કરીને બધી વાત કરી ત્યારે એમને ખબર પડી કે હુ આવી રીતે ત્યા આવી રહ્યો છુ, તો બસ એમણે એમની ફરમાઈશ મૂકી દીધી. પણ એટલા બધા કામ ની વચ્ચે એક ઉમ્મીદ જે ફોન પર નજર તાકીને બેઠી હતી કે, કાશ એ “મિસ પાંચ મિનિટ” નો કોલ આવી જાય ને વાત કઈંક આગળ વધે.
પણ જેમ જેમ સમય પસાર થતો ગયો એમ એમ એ ઉમ્મીદ પણ તૂટતી ગઈ. સવાર ની બપોર થઈને, બપોર ની સાંજ પણ ના એ કોલ આવ્યો કે ના તો એ અવાજ સંભળાયો જેની ઉમ્મીદ હતી. સાંજ થતા થતા મારુ બીજુ બધુ કામ તો થઈ ગયુ હતુ, પણ જેની રાહ હતી એ કોલ જ ના આવ્યો.
સ્નેહા માટે ગિફ્ટ લઈ આવ્યો ને અંકલ માટે નાળિયેર નો હલવો પણ. ને આ બધી વસ્તુ બરાબર ગોઠવીને મમ્મી એ મારુ બેગ પેક કરી દીધુ. આમપણ એ તો મમ્મી જ કરે ને, પેકિંગ કરવુ મારુ કામ તો નહી. એક વાર કશિશ કરી હતી પણ એના પછી જે થયુ એ જરા પણ કેહવા જેવુ નથી.
રાતની 11 વાગ્યા ની બસ હતી ને જે મને સવારે લગભગ 8 વાગ્યા ની આસપાસ પહોંચાડશે ત્યા, રસ્તો થોડો લાંબો હતો એટલે મમ્મી એ હારે હારે થોડો નાસ્તો પણ પેક કરી દિધો કે રસ્તા મા કઈ ભૂખ લાગે તો ખાવા થાય.
ફાઇનલી હવે જવાનો સમય થઈ ગયો, પપ્પા મને બસ સ્ટેન્ડ સુધી મૂકવા આવવાના હતા. બરાબર 10:30 વાગ્યે અમે ઘરેથી નીકળ્યા બસ સ્ટેન્ડ જવા માટે. થોડુ ઘરેથી વહેલુ નીકળવુ સારુ બસ મિસ ના થાય ને. પણ હવે બસ જ એનો ટાઇમ મિસ કરી જાય એનુ શુ ?
હૂ તો ટાઈમે પોચિ ને બેઠી ગયો ત્યા પણ, બસ ના દર્શન થતા થતા 11:30 વાગી ગયા જાણે એ પણ આજે તો મારી મજા ના લેતી હોઇ. “બસ નંબર -1113” આ નંબર ને જરૂર નોટ કરજો, કેમ કે આ કોઈ આમ નંબર નથી પણ બવ ખાસ નંબર છે. આ નંબર જોડે બવ ઉંડુ કનેકશન છે, એક દિવસ તમે પણ જરૂર સમજશો.
બસ આવી ગઈ ને હુ બેગ લઈને મારી જગ્યા પર બેઠી ગયો. એક પૂરા અઠવાડિયા થી જે વાત ચિત બધી ચાલતી હતી, જે પ્લાનિંગ ચાલતુ હતુ એની શરૂઆત હવે થઈ ગઈ હતી. શરૂઆત એક નવા સફર ની.
બારી વાળી સીટ પાસે બેઠા બેઠા તેમાંથી આવતો ઠંડો પવન મને ઊંડા વિચારો મા વહાવી ગયો. ઘણા બધા પ્રશ્નો મન ને ઘેરી રહ્યા હતા. ખુશી અને ટેનશન બંને ભાવ એકહારે મેહસૂસ થતા હતા. સ્નેહા ને અને એ “મિસ પાંચ મિનિટ” ને મળીશ એની ખુશી હતી પણ સાથે સાથે એમને કઈ રીતે ફેસ કરીશ એનુ ટેન્શન પણ. શુ હુ બધુ સંભાળી શકીશ ? એનો કોઈજ આઈડિયા નય, પણ જોઈએ થઈ જશે… કંઇક તો કરી લઇશુ.
બસ ની સફર પણ કેવી હોય છે નય, હર એક સ્ટોપ પર કઈંક નવુ જોવા મળે, નવા ચેહરા દેખાય, નવુ વાતાવરણ હોય. પણ તમારે તમારી મંઝિલ સિવાય ક્યાય ઉતારવાનું જ નહી. હર એક માણસ બસ ભાગીજ રહ્યો છે પણ પોચવુ ક્યા એ તો બવ ઓછા લોકોને ખ્યાલ છે. મારું પણ એવુજ છે ત્યા જઈને શું કરીશ, શુ થશે ? કોઈ આઈડિયા નથી તો પણ બસ જાવ છુ એમ વિચારીને કે થઈ જશે, I hope કે બધુ બરાબર થઈ જાય.
ફાઈનલી હુ મારી મંઝિલ સુધી પોચી ગયો. પોચતા પોચતા 9 વાગી ગયા, હા થોડુ મોડુ થયું પણ પોચી ગયા એને પોસાય. ગાંધીનગર મા એક અલગ જ શાંતિ મેહસૂસ થતી હતી, હર એક નજારો આંખો મા વસી જાય એવુ લાગતુ હતુ.
આ બધુ જોઈને મન જાણે થોડી વાર માટે એકદમ શાંત થઈ ગયુ, જાણે એને સુકુન ના મળી ગયુ હોયે. બસ માથી ઉતરીને આ સુકુન વાળા વાતાવરણ ને હુ મેહસૂસ કરતોજ હોવ છુ ત્યા પાછળ થી અવાજ આવ્યો.
“આકાશ..?” એજ શબ્દો ને એજ અજાણ્યો અવાજ…
ક્રમશઃ…
- આજે જ જોડાવ અમારી Whatsapp ચેનલ સાથે અને મેળવો He Tells ની બધી અપડેટ સૌથી પેહલા.