“SAFAR – સફર” ( ભાગ -2 ) Gujarati Book

“SAFAR – સફર” ( ભાગ -2 )

દસ વર્ષ પેહલા… SAFAR

વર્ષ – 2013  

વર્ષ 2013… એ જમાનો પણ કઈંક અલગ હતો, લોકો ટેક્નોલોજી થી નહિ પણ લાગણીઓ થી જોડાયેલા હતા. ત્યારે વૉટ્સએપ ગ્રુપ ના હતા, બધી ચર્ચા જમવા ના સમયે થતી કા તો પછી જમ્યા પછી શેરી મા કે મકાન ની અગાશી પર. લોકો પાસે સ્માર્ટ ફોન ના હતા, બસ એજ કીપેડ વાળા ફોન નો ઉપયોગ કરતા અને એમા પણ જો કોઈના ઘરે ફોન ના હોય તો બાજુ વાળા ના ઘરેથી ફોન કરવાનો યા તો પછી એસ.ટી.ડી. ફોન નો ઉપયોગ કરવાનો.  

જીઓ નો ત્યારે જન્મ પણ નતો થયો  કે એના અનલિમિટેડ કોલિંગ નો ફાયદો અમને મળે. અમે તો 10,20,50 રૂપિયા નુ કુપન લઇ આવીને એને સ્ક્રેચ કરીને રિચાર્જ કરતા, જેમા બસ વાત કરવાનુ રિચાર્જ થતુ ને નેટ માટે તો અલગ થી જ રિચાર્જ કરાવવુ પડતુ. ફેસબુક તો હજુ નવુ નવુ હતુ ને ઇન્સ્ટાગ્રામ નુ તો કોઈવે નામ પણ નતુ સાંભળ્યુ. ફોન મા નેટ ની સ્પીડ ભલે 2G ની હતી પણ લોકોના મગજ તો 5G સ્પીડે દોળતા, ફોન ના નંબર મોબાઇલ મા ઓછા ને લોકોને મોઢે વધુ યાદ રેહતા.  

“SAFAR – સફર” ( ભાગ -2 ) Gujarati Book
“SAFAR – સફર” ( ભાગ -2 ) Gujarati Book (Image Credit – Pintrest) SAFAR

 

અમારા માટે તો અમારુ ટીવી એજ અમારું નેટફ્લિક્સ, યૂટ્યૂબ, સ્પોટીફાય કે કોઈપણ ઓ.ટી.ટી. પ્લેટફોર્મ લઈ લો, અમારા માટે તો બધુ એજ હતુ. ગીતો સાંભળવા હોય તો 9XM ઉપર, જેમા ક્યારેક આપણુ મનપસંદ ગીત સાંભળવા માટે ઘણી વાર રાહ પણ જોવી પડતી. 

ટીવી સિરિયલો મા જોવા જઇયે તો સાસ-બહુ ના જગડા થી હટીને નવીન પ્રકાર ની કહાનીઓ ને લોકો સ્વીકારી રહ્યા હતા, જેમ કે દિયા ઔર બાતી, પ્યાર કા દર્દ, સપને સુહાને,સરસ્વતીચંદ્ર અને મારી ફેવરિટ સીરીયલ એટલે તારક મેહતા કા ઉલ્ટા ચશ્મા. રાતે જમવા ના સમયે તારક મેહતા જોયા વગર તો ગળે થી કોળિયો પણ ના ઉતરે. એ..ને આખું પરિવાર સાથે જમવા બેઠુ હોય ને ટીવી મા બસ તારક મેહતા ચાલતુ હોય એમા પણ શનિ-રવિ તો આખો દિવસ એજ જોવાનુ. અમારો વિકેન્ડ તો એમાજ જતો. 

બૉલીવુડ મા એ સમયે લવસ્ટોરી વાળા પિક્ચરો વધુ ચાલતા હતા અને લોકો પસન્દ પણ બહુ કરતા હતા. જેમ કે આશિકી-2, યે જવાની હે દીવાની , રાંઝણા , રામ-લીલા ને બીજા ઘણા. કાર્તિક આર્યન ની પેહલી લીડ એક્ટર તરીકે ની મુવી આકાશવાણી પણ એજ વર્ષ મા રિલીઝ થઈ હતી. શાહિદ કપૂર ત્યારે લવર બોય તરીકે ઓળખાતો ના કે કબીર સિંઘ તરીકે. બસ એકજ વસ્તુ ત્યારે ને અત્યાર માટે સરખી છે, ત્યારે પણ અક્ષય કુમાર ના આટલાંજ મુવી રિલીઝ થતા જેટલા આજના સમયે થાય છે. અને હા સૌથી અગત્ય નુ ત્યારે સાઉથ ના પિક્ચરો ફક્ત ટીવી માંજ આવતા હતા, ચલો છોડો એની સરખામણી નહિ કરતા આપણે હવે. 

“SAFAR – સફર” ( ભાગ -2 ) Gujarati Book.
“SAFAR – સફર” ( ભાગ -2 ) Gujarati Book (Image Credit – Pintrest). “SAFAR”

ક્રિકેટ મા ધોની નો જાદુ સર ચડીને બોલી રહ્યો હતો, 2007 ના ટી-20 વર્લ્ડકપ, 2011 ના વન્ડે વર્લ્ડકપ ની સાથે સાથે 2013 માજ ઇંગ્લેન્ડ ને એનીજ ભૂમિ પર હરાવીને ભારતે ધોની ની કપ્તાની મા ચેમ્પિયન ટ્રોફી પણ જીતી. બસ આવોજ હતો એ જમાનો ને એ વર્ષ. 

હવે આપણે મારી કહાની મા એટલે કે સફર ની કહાની તરફ આગળ વધીયે તો બપોર નો સમય હતો ને ચારેબાજુ એકદમ સન્નાટો છવાયેલો હતો. જાણે ટાંચણી પળે તો પણ અવાજ ના આવે એટલો શાંત માહોલ હતો ત્યારનો. હૂ મારી નજર ને એકદમ ઘડિયાળ પર જ તાકીને બેઠો હતો, આજે તો સમય જાણે બવ જલ્દી ના પસાર થતો હોય એવુ લાગતુ હતુ. બરોબર એક વાગ્યા ના ટકોરે બેલ નો અવાજ સંભળાયો ને એની સાથેજ મારા ધોરણ -11 ની એક્ઝામ પૂરી થઇ ગઈ. 

પણ ધોરણ -11 પુરુ થવાની ખુશી મનાવુ કે પછી ધોરણ 12 નુ ટ્યુશન તરત જ શરૂ થઈ જશે એનુ ગમ એજ નતુ સમજાતુ મને. ઘરે પૉચ્યો ત્યા સુધી મારા મગજ મા બસ આજ કશ્મકશ ચાલતી હતી ને એમા ને એમા ઘરે પોચવામા મોડુ થઈ ગયુ. સાઇકલ ને જગ્યા પર મૂકીને, બુટ અને મોજા ને અલગ અલગ દિશા મા ફેંકી હુ મારા ઘર મા એન્ટ્રી લવ છુ, જાણે કોઈ જંગ જીતીને ના આવ્યો હોવ એવુ લાગે છે.  

ઘર ની અંદર એન્ટર થતાની સાથે જ ટીવી ચાલુ કરીને મસ્ત સોફા પર બેઠિ જાવ છુ, પણ ટીવી નુ રિમોટ નય મળતુ મને તો ચેનલ મારે ટીવી મા રહેલી સ્વિચ દબાવીને જ બદલવી પડે છે, આ પરિસ્થિતિ ને આજની જનરેશન તો ના સમજી શકે. પણ એની પણ એક અલગ જ મજા હતી. 

હૂ બસ હજુ તો ટીવી જોતો જ હોવ છુ ત્યાજ મમ્મી નો અંદર ના રૂમ માથી અવાજ આવે છે “આકાશ તુ આવી ગયો પરીક્ષા દઈને, કેવુ ગયુ તારું પેપર, કેમ મોડુ થઈ ગયું આજે આવવામા”. ને હુ, જાણે મે કઈ સાંભળુજ ના હોય ને એવી રીતે મમ્મી ની વાત ને ટાળુ છુ. 

“SAFAR – સફર” ( ભાગ -2 ) Gujarati Book.
“SAFAR – સફર” ( ભાગ -2 ) Gujarati Book (Image Credit – Pintrest). “SAFAR”

તો હવે તમને લોકો ને મારું નામ ખબર જ પડી ગઈ હશે, હા મારુ નામ “આકાશ” છે પણ રહુ હજુ પણ હુ જમીન પર જ છુ, એ વાત અલગ છે. હુ ગુજરાત ના એક શહેર જૂનાગઢ મા રહુ છુ. હા હા તમે બરાબર વિચાર્યું એજ જૂનાગઢ જ્યા ગીરનાર પર્વત આવેલો છે. મારા પરિવાર મા હુ, મમ્મી-પપ્પા ને મારી નાની બેન અમે બસ ચાર લોકો છીએ. જેમા  મમ્મી હાઉસ વાઇફ છે, બેન મારી જેમ  સ્ટડી કરે છે અને પપ્પા, અમારે શહેર મા બુક સ્ટોર ની દુકાન છે તો એ ચલાવે છે. બસ આવી રીતે અમે લોકો જીવન જીવી રહ્યા છે.  

“તુ સાંભળતો નથી શું ? કેમ જવાબ નય આપતો ? ને આ શું આવતા વેત ટીવી લઈને બેઠી ગયો, ચલ જા જલ્દી હાથ પગ ધોઇલે આજે તારું મનપસંદ બટેટા નુ શાક બનાવ્યું છે. ચાલ જલ્દી કર તારા પપ્પા પણ હમણા આવતાજ હશે” મમ્મી એ રૂમ માથી બહાર આવીને મને કહ્યું. હવે  પપ્પા નુ નામ સાંભળીને તો ઉભુ થવું જ પડે ને ત્યાં તો આપણું કઈ ચાલે જ નય,   ચાલે એ બધુ મમ્મી પાસેજ ચાલે. ને હુ ફટાફટ ફેશ થઈને આવી ગયો.  

મમ્મી કેટલુ ધ્યાન રાખે નય આપણુ, આપણી નાના મા નાની વાત ને એ કેટલી જલ્દી સમજી જાય, આપણી બધી વાતનુ ધ્યાન રાખે, આપણી પસંદ – નાપસંદ ને સમજે, આપણને કંઈ તકલીફ ના થાય એના માટે ખબર નય કેટલુ સહન કરે છે. ને આ બધાની વચ્ચે એ લોકો એમની ઈચ્છાઓ ને દબાવી દે છે ફક્ત આપણા સપના પુરા કરવા માટે. એ લોકો માટે  એમને શું ગમે છે એના કરતા વધુ અગત્ય નુ એ છે કે આપણને શું ગમે છે. 

પણ અફસોસ કે આ બધી વાત આપણને બવ મોડી સમજાય છે, કે આપણને મોટા કરવામા આપણા મમ્મી – પપ્પા એ શુ – શુ ભોગ આપ્યો છે. મારી મમ્મી પણ મને બવ પ્રેમ કરતી, લાડ કરતી ને હંમેશા મને બે વાત સમજાવતી “જો બેટા, ક્યારેય કોઈનુ ખોટુ કરવુ નય અને હંમેશા આપણી નીતિ સાચી રાખવી, બસ આટલુ ધ્યાન રાખીશ ને તો તુ તારા જીવન મા ક્યારેય પાછો નય પડે”. એમના આ શબ્દો ને હંમેશા માટે ગાંઠ બાંધી ને મે મારી સાથે રાખ્યા છે.  

“આકાશ આ જોતો મારા મોબાઇલ મા કોનો ફોન આવે છે, અંગ્રેજી મા લખુ છે તો તારાજ કોઈ દોસ્તાર નો હશે” મમ્મી રસોડા માથી બૂમ પાડે છે. હૂ ફટાફટ રસોડા મા જઈને ફોન ચેક કરુ છુ “અરે આ તો સ્નેહા નો ફોન છે…!!” 

ક્રમશઃ…


  • Join Our Channel On Whatsapp and Telegram For Daily Updates

Click Here To Join Whatsapp Channel

2 thoughts on ““SAFAR – સફર” ( ભાગ -2 ) Gujarati Book”

Leave a Reply