Gujarati Book “SAFAR – સફર” ( ભાગ -26 )

Safar – સફર ( ભાગ -26 ) Gujarati Book

Safar-(Part-26) Gujarati Book

“શું આ લેટર હવે તું મને આપીશ, શું હું વાંચી શકું” મેં કહ્યું ને એણે એના હાથમાંનો એ લેટર મને આપ્યો. 

મેં ધીમેથી એ લેટર ને ઓપન કર્યો, એમાંથી આછી આછી અત્તર ની સુગંધ આવી રહી હતી, શબ્દો થોડા જાંખા થઈ ગયા હતા પણ બરાબર વંચાતા હતા.એના અક્ષરો એકદમ દિલ ને મોહી લે એવા હતા. લેટર ની શરૂઆત મારા નામથીજ થાય છે.  

Safar – સફર ( ભાગ -26 ) Gujarati Book
Safar – સફર ( ભાગ -26 ) Gujarati Book

*** 

Dear આકાશ, 

કેહવું ઘણું બધું છે પણ બધું કહી શકીશ ? ખબર નહિ. 

જાણવું હજુ પણ ઘણું બધું છે પણ બધુ જાણી શકીશ ? ખબર નહિ. 

ક્યારે, કઈ રીતે, અને શુકામ પ્રશ્નો ઘણા છે પણ શરૂઆત ક્યાંથી કરું ? ખબર નહિ. 

 આ ઘણા બધા ખબર નહી ની વચ્ચે જો એક વાત મને ખબર હોઈ તો એ છે કે “તુ મને પસંદ છો.” બસ ક્યારથી એ ખબર નહિ. 

આ સાંભળીને તું વિચારતો હોઈશ કે આપણે તો ક્યારેય મળ્યા પણ નહિ, ક્યારેય કોઈ વાત ચિત પણ નહિ થઈ તો પછી કઈ રીતે ? પણ આ બધાની શરૂઆત તો તારી જોડે વાત કર્યા પહેલાજ થઈ ગઈ હતી. આ છેલ્લા બે વર્ષ મા સ્નેહા પાસે તારા વિષે એટલું બધું સાંભળ્યું છે ને કે એ વાતો સાંભળીનેજ ક્યાંક ને ક્યાંક તું મને પસંદ આવવા લાગ્યો, તારો ફોટો પણ મને પછી જોવા મળ્યો. 

હા આને હું પ્રેમ તો નહિ કઈશ, પણ એક પસંદ છે જેને હું હજુ વધુ ને વધુ જાણવા માંગીશ, શું ખબર પછી પ્રેમ જ થઈ જાય. સ્નેહા પાસે તો તારા વિષે ઘણું સાંભળ્યું હતું પણ હું જાતે પણ એ બધી વસ્તુ જોવા માંગતી હતી. આ છેલ્લું એક અઠવાડિયું જે પણ તારી જોડે મેં વાત કરી કે ના કરી, એ એક ટાઈપ ની તારી પરીક્ષા જ હતી. લાઈફ માં પેહલી વાર હું કોઈ માટે કઈંક ફીલ કરી રહી હતી અને આ સ્ટેપ લેતા પેહલા તને થોડો નજીક થી જાણવો જરૂરી હતો. હા આ લેટર તારા હાથ માં જોઈને તને ખ્યાલ જ આવી જ ગયો હશે કે તે આ પરીક્ષા પાસ કરી લીધી છે. 

તને એમ થતું હશે કે આ બધું ઉતાવળ માં થઈ રહ્યું છે. પણ એ ઉતાવળ તો તારી બાજુથી હશે હું તો બે વર્ષ થી આ સમય ની રાહ જોઈને બેઠી છુ અને હવે બસ આથી વધુ આ લાગણીઓ ને હું મારા દિલ માં દબાવીને રાખી શકું એમ નહિ. તારી સામે તો નહિ કહી શકતી બસ એટલે આ લેટર માં બધું લખી દવ છું. તો મિસ્ટર આકાશ, શું તું મારો બોયફ્રેન્ડ બનીશ ? 

તારા જવાબ ની રાહ રહેશે… 

આરતી… 

Safar – સફર ( ભાગ -26 ) Gujarati Book
Safar – સફર ( ભાગ -26 ) Gujarati Book

*** 

સન્નાટો, શાંતિ, શોકિંગ, અણધાર્યું, ખબર નહિ કયા શબ્દ નો ઉપયોગ કરું આરતી ના આ લેટર ને વાંચ્યા પછી. જેમ એના લેટર ની શરૂઆત ખબર નહિ થી થઈ હતી એમ મને પણ અત્યારે ખબર નહિ કે હું કઈ રીતે વર્તુ. મારી નજર તો હજુ એ લેટર ના શબ્દો પર જ અટકેલી હતી, ને આ મન મા એ શબ્દો વારે વારે રિપીટ થઈ રહ્યા હતા.શું આ બધું સાચ્ચે થઈ રહ્યું છે કે હું કોઈ સપનું જોઈ રહ્યો છુ.  

આરતી એ બધી વાત બહુ ક્લીઅર લખેલી હતી અને એને હું સમજી શકું છું. પણ શું હું તૈયાર છું આ બધા માટે ? હા એની જોડે સમય પસાર કરવો ગમ્યો મને, હું હજુ એને જાણવા માંગીશ. પણ આ બોયફ્રેન્ડ ગર્લફ્રેન્ડ, રિલેશનશિપ માટે શું હું તૈયાર છું.આ બધા પ્રશ્નો વારે વારે મન ને છંછેડી રહ્યા હતા. શું કરવું શું ના કરવું કાંઈજ ખબર ના હતી. 

આ પ્રેમ ના શબ્દો તો ઘણી વાર સાંભળ્યા હતા પણ પેહલી વાર મારા માટે સાંભળી રહ્યો હતો, પ્રેમ ની એ લાગણી કોઈ મારા માટે અનુભવી રહ્યું હતુ અને જેનો મને અત્યાર સુધી કોઈ અંદાજો પણ ના હતો. કોઈ મને મળ્યા પેહલા જોયા પેહલા પસંદ કરવા લાગ્યું હતુ અને મારી રાહ જોઈ રહ્યું હતું, જેનાથી આ દિલ સાવ અજાણ હતુ. જેમ જેમ આ બધી વાતો વિષે વિચારી રહ્યો હતો એમ-એમ હું આરતી ને નજીક થી ઓળખી રહ્યો હતો. 

હા એની વાત સાચી હતી, પસંદ છે પણ શું ખબર પ્રેમ પણ થઈ જાય. પણ સાચે કોઈ આવી રીતે કોઈની રાહ જોઈ શકે ? આરતી બે વર્ષ થી આ વાત મને કેહવા માટે રાહ જોઈ રહી હતી, આવી વ્યક્તિ ને હું કઈ રીતે ના પાડી શકું અને કોણ એને પસંદ ના કરી શકે.  

આ લેટર ને વાંચ્યા પછી આરતી પ્રત્યે નો ભાવ બદલાય રહ્યો હતો. અત્યાર ના સમય પ્રમાણે એક છોકરો પણ પોતાની ફીલિંગ ને એક છોકરી ની સામે રજુ કરતા અચકાય છે જયારે આરતી એ, એ વસ્તુ પેહલી મુલાકાત માંજ કરી બતાવી. હું ખુદ પોતે આ ના કરી શકું, એટલી હિમ્મત નહિ મારામા પણ એણે કરી બતાવ્યુ. આરતી માટેનું માન મારા દિલ માં હવે બહુ વધી ગયુ હતુ. 

“Yes, હા” 

“શું હા ?” સ્નેહા એ પૂછ્યુ. 

“મારો જવાબ હા છે” મેં કહ્યું  

સફર… ક્રમશઃ…


  • આજે જ જોડાવ અમારી Whatsapp ચેનલ સાથે અને મેળવો He Tells ની બધી અપડેટ સૌથી પેહલા.

Leave a Reply