SAFAR – સફર” ( ભાગ -3 )
SAFAR-Part-3
સ્નેહા… સ્નેહા એટલે મારા બધા સિક્રેટ ની માલકીન અને સુખ દુઃખ મા જેની હાજરી સૌથી પેહલા હોય એટલે એ “સ્નેહા”, આમ એ મારી કઝીન સિસ્ટર (કાકા ની છોકરી) પણ મારા માટે તો એ એક સિસ્ટર ની સાથે – સાથે બેસ્ટ ફ્રેન્ડ પણ છે. અમે નાના થી મોટા હારે જ થયા, પેહલે થી એકજ સ્કૂલ મા ને એકજ ક્લાસ ની એકજ બેન્ચ મા બેઠવાનુ, ને રેહવાનુ પણ બાજુ – બાજુ માજ. બસ એટલે પેલેથી જ બધે ભેગા ને ભેગા.
પણ, અમારા ધોરણ – ૭ પછી અંકલ ની બદલી ગાંધીનગર મા થઈ ગઈ અને બસ ત્યારથી અમારે અલગ થવુ પડ્યુ. પણ આજે પણ એની જોડે એ બોન્ડ હજુ પણ એવોજ છે, એમા કોઈજ જાતનો ફરક નય.
ત્યારથી જ એક પ્રશ્ન હંમેશા મુંજવે છે મને ! કે કોઈ પણ વ્યક્તિ થી અલગ થવુ કે દૂર થવુ આટલુ અઘરું કેમ હોય છે ? પછી ભલે ને એ કોઈ પણ સબંધ હોય. માં દીકરા નો કે પછી માં દીકરી નો, ભાઈ બેન નો, મિત્રતા નો, પ્રેમી – પ્રેમિકાનો અને બીજા ઘણા. આપણે કોઈની હારે એટલા બધા અટેચ થઈ ગયા હોય ને કે આપણે એ વસ્તુ ને જલ્દી માનવા માટે તૈયાર જ નથી થતા. પણ જ્યારે આપણી પાસે કોઈ રસ્તો જ ના હોય ત્યારે શું કરશુ ?
ત્યારે આપણે એ વસ્તુ ને સ્વીકારવી પડે છે અને જે પણ થયુ અને જે થશે એની પાછળ કુદરત ની કંઇક સારી જ ઈચ્છા હશે બસ એવુ માનીને જીવન મા આગળ વધવુ પડે છે. એક દીકરી સમાજ ની રીત પ્રમાણે પોતાનુ ઘર છોડીને કોઈ પારકે ઘરે લગ્ન કરીને જાય છે તો ક્યારેક એક દીકરા ને પોતાના પરિવાર માટે ઘર થી દુર નોકરી માટે ઘર ને છોડવુ પડે છે. બસ આમજ બધાના જીવન મા આવી પરિસ્થિતિ ક્યારેક તો આવતીજ હોય છે, પણ મહત્વ નુ એ છે કે આપણે આ પરતિસ્થીતી સામે કઈ રીતે લડિયે છે. કઈ રીતે સામનો કરીયે છે.
મારા જીવન નો આ પેહલો અનુભવ હતો જ્યારે મને કોઈથી દૂર થવાનુ આટલુ અઘરું લાગ્યુ. સ્નેહા પણ મારા જેવુજ અનુભવ કરતી હતી પણ એ પેલેથી મારા કરતા હંમેશા બધી વાત મા બવ સ્ટ્રોંગ જ રહી છે. ઉંમર મા મારા કરતા ત્રણ મહિના નાની છે, પણ જ્યારે કંઇક સમજાવવાની વાત આવે તો હંમેશા એ મોટી બની જાય છે. ક્યારેક મોટી બેન ની જેમ સમજાવે તો ક્યારેક એક ફ્રેન્ડ ની જેમ. એ સમયે પણ એણે જ મને સમજાવ્યો. શાયદ એટલેજ હુ એને મારી સપોર્ટ સિસ્ટમ કહુ છું.
“ક્યા વિચાર મા ખોવાય ગયો, સ્નેહા નો ફોન છે તો ઉપાડ વાત કરિલે એની હારે. આમ પણ હમણા આ તમારા બેય ની પરીક્ષા ના કારણે એનો ફોન પણ નતો આવતો. આજે પૂરી થઈ ગઈ પરીક્ષા એટલેજ આવ્યો હશે” મમ્મી એ કહ્યુ. પણ મમ્મી ને હુ કઈ રીતે સમજાવુ કે આટલા દિવસો સુધી ફોન ના આવવાનુ કારણ અમારી એક્ઝામ નય પણ કારણ કઈંક બીજુ હતુ.
સ્નેહા નો ફોન તો આવે છે પણ હૂ એને ઉપાડી ના શક્યો. થોડા મહિના પેહલા અમારી વચ્ચે કઈંક એવુ બન્યુ હતુ જેના કારણે અમારી વચ્ચે ની વાતચીત બંધ થઇ ગઈ. અને બસ એટલેજ એનો સામનો કરતા આ મન આજે પેલી વાર અચકાય રહ્યુ છે.
કેમ કે મને ખબર છે કે ભૂલ મારી છે, મારે એની જોડે માફી માંગવી જોઈએ પણ એની જગ્યાએ એ મને સામેથી કરી રહી છે. તો પછી કઈ રીતે હુ એનો સામનો કરૂ. જીવન નુ પણ કેવુ છે નય, ક્યારેક એકબીજા જોડે વાત કરતા રહી ના શકતા બે વ્યક્તિ વચ્ચે પણ અચાનક એક મૌન છવાય જાય છે, હવે એ મૌન ને તોળે કોણ એ વધારે મહત્વ નુ છે.
અમારા બે વચ્ચે ક્યારેય કોઈ જાતની સ્પર્ધા હતીજ નય, કેમ કે સ્નેહા હંમેશા બધી વાતમા મારાથી આગળ જ હતી. અભ્યાસ મા પણ હંમેશા એને મારા કરતા વધારે માર્ક જ આવ્યા છે, ને હુ હંમેશા ખુશ જ હતો એના માટે. પણ જેમ – જેમ તમે મોટા થતા જાવ છો એમ એમ લોકો તમારી સરખામણી આપો આપ કરવા લાગે છે, એ પછી કોઈ પરિવાર નુ વ્યક્તિ હોય કે બારનુ. એમા પણ જ્યારે આપણે ૧૦ અને ૧૨ મા ધોરણ મા હોય ત્યારે તો ખાસ, ને આપણુ મગજ એ સમયે આ બધી વાત ને ત્યારે થોડું વધારે સિરિયસ લઈ લે છે.
અમારી સાથે પણ કંઇક એવુજ થયુ 10 મા ધોરણ મા એને 94% આવ્યા અને મારે 74%. ને બસ એજ થયુ, બધે અમારા માર્ક ની સરખામણી થવાની શરૂઆત થઈ ગઈ. પરિવાર મા પણ એજ વસ્તુ ચાલી, મારા ઘર મા તો એવુ કઈ નતુ એ લોકો માટે તો મારું રિઝલ્ટ સારુ જ હતુ. પણ બીજે બધે આ વસ્તુ ચોખ્ખી દેખાતી હતી. ને હવે આ બધુ મને પણ ક્યાંક ને ક્યાંક અસર કરવા લાગ્યુ હતુ.
બસ આજ કારણ ના લીધે હુ સ્નેહા જોડે ની વાતચીત ધીમે ધીમે ઓછી કરવા લાગ્યો હતો. ને વચ્ચે એક દિવસ એવો પણ આવ્યો જ્યારે હું એના પર ગુસ્સે પણ થઈ ગયો, ને એને તો કોઈજ જાતનો આઈડિયા પણ નતો કે ખરેખર થઈ શુ રહ્યુ છે.
પણ જ્યારે સ્નેહા ને આ બધી વાત ની ખબર પડી ત્યારે એને બવ હર્ટ થયુ, કે વાત આટલે સુધી વધી ગઈ અને મે એની જોડે એક વાર વાત કરવુ પણ વ્યાજબી ના સમજુ. એ એની જગ્યા પર સાચી હતી, મારે એક વાર એને વાત કરવી જોઈતી હતી, પણ ના કહી શક્યો એને પણ. ઘણી વાર આપણે આપણા મગજ મા બાર ની બધી વસ્તુ ને એટલી હદે અપનાવી લઈએ છે ને, કે એક નાની એવી વાત પણ આપણને બવ મોટી લાગવા લાગે છે અને ક્યારેક એનો બોજ એટલી હદ સુધી વધી જાય છે ને કે એ વાત ને આપણે આપણા નજીક ના લોકો જોડે પણ શેર નથી કરી શકતા. શાયદ મારી સાથે પણ કંઇક એવુજ થયુ.
સ્નેહા ને મે ઘણી રીતે મનાવવા અને સમજાવવા નો પ્રયત્ન કર્યો પણ શાયદ એ સમયે એ કાઈ સાંભળવા કે સમજવા તૈયાર ન હતી. પછી અમારી અગિયાર મા ની પરીક્ષા પણ નજીક આવતી હતી તો મે પણ થોડા સમય માટે આ બધી વાત સાઈડ મા રાખવાનું વિચાર્યું અને એમ નક્કી કર્યું કે બંને ની પરીક્ષા પૂરી થઈ જશે પછી હૂ આરામથી ફરી એની જોડે વાત કરીને એને મનાવી લઈશ.
આજે હૂ એને ફોન કરવાનો જ હતો ત્યાજ એનો ફોન સામેથી આવ્યો ને હવે આવ્યો જ છે તો હું એને ફેસ નય કરી શકતો. મતલબ જે વસ્તુ હુ ઘણા સમય થી કરવા માંગતો હતો આજે એ સામેથી થઇ રહી છે તો હવે હુ ફેસ નય કરી શકતો. બોલો આ પણ કેવુ કેવાય નય. શુ તમારી જોડે આવું ક્યારેય થયું છે ??
“પણ વાત તો મારે કરવી જ જોશે, વાત કર્યા વગર કોઈજ વસ્તુ સોલ્વ નહી થાય” બસ આટલુ હુ મન મા હજુ વિચારતો જ હોવ છુ ત્યાજ ફરી ફોન ની રીંગ વાગે છે, ને ફરી વાર સ્નેહા નોજ ફોન છે. પણ આ વખતે, હુ હિંમત કરીને ફોન ઉપાડી લવ છુ.
“હેલો આકાશ ?” સામેથી અવાજ સંભળાય છે, પણ આ અવાજ સ્નેહા નો તો નથી, તો પછી આ કોણ વાત કરે છે અને એ પણ સ્નેહા ના ફોન માથી. આ તો કોઈ અજાણ્યો અવાજ છે.
ક્રમશઃ…
- Join Our Channel On Whatsapp and Telegram For Daily Updates
3 thoughts on ““SAFAR – સફર” ( ભાગ -3 ) Gujarati Book”