SAFAR – સફર ( ભાગ -4 )
Safar-(Part-4)
જયારે એક અજાણ્યો અવાજ આપણને જાણીતા નંબર માથી સંભળાય ને તો એ આપણને થોડા સમય માટે ટેન્શન મા મૂકી દે છે અને એ થોડા સમય માટે આપણા મગજ મા ખોટા વિચારો નુ વંટોળ તો એવુ ચળે છે ને, કે આપણે એમા ઘુમવા જ લાગીયે છે. મારી હાલત પણ કંઇક એવીજ હતી, એ અજાણ્યો અવાજ સાંભળીને.
“હા આકાશ બોલું છું, તમે કોણ ?” મે ધીમા અવાજે જવાબ આપ્યો. “હૂ સ્નેહા ની ફ્રેન્ડ બોલુ છુ, મારે તમારી થોડી હેલ્પ ની જરૂર છે. શુ તમે મારી હેલ્પ કરશો ?” એ સામે વાળી અજાણી વ્યક્તિ એ જવાબ આપ્યો.
હવે એ વિચારો નુ વંટોળ મારા મગજ મા ફૂલ સ્પીડ ઉપર ફરતુ હતુ. પેહલા તો સ્નેહા ના ફોન માંથી એક અજાણ્યો અવાજ સંભળાય છે અને હવે એ વ્યક્તિ મારી હેલ્પ પણ માંગી રહ્યું છે. આ બધી વાત મારા સમજ ની તો બાર જતી હતી, એકતો પેહલા થીજ જૂની પ્રોબ્લેમ ના કારણે હુ ચિંતા મા હતો ને એમા ઉપર થી આ કંઇક નવુ આવ્યુ. હવે મારી શું મદદ જોઇએ છે એ અજાણી વ્યક્તિ ને, એ તો એજ જાણે !
“હા બોલો, હૂ તમારી શું હેલ્પ કરી શકું ? અને સ્નેહા ક્યા છે ? પેહલા એ જણાવશો ?” મારા મગજ મા ચાલતા ઘણા બધા વિચારો ને થોડા શાંત કરી મે એમને શાંતિથી જવાબ આપ્યો.
“હા હું બધુ કઈશ તમને પણ અત્યારે આટલી બધી વાત કરવાનો સમય નથી, સ્નેહા હમણા આવતી જ હશે અને આ વાત એનાથી સિક્રેટ રાખવી જરૂરી છે. તો શું હુ તમને કાલે ફરી કોલ કરી શકું ? ત્યારે હુ તમને બધુ જણાવીશ ?” એ અજાણી વ્યક્તિ એ જવાબ આપ્યો.
મારા મન ની અંદર જે વિચારો નુ વંટોળ ઘુમતુ હતુ એ જાણે એના અવાજ થી, સ્વભાવ થી, શબ્દો થી ને એની સરળતા થી ક્યાંક શાંત પળી રહ્યુ હતુ. જાણે વર્ષ ના પેહલા વરસાદ પછી, જે માટી ની ખુશ્બૂ તમને મેહસૂસ થાય અને જે ખુશી જે શાંતિ તમારા ચેહરા પર વર્તાતી હોય ને, કંઇક એવીજ સ્થિતિ મા હૂ હતો. મારા મન મા ઘણા પ્રશ્નો જે પેહલા હુ એને પૂછવા માંગતો હતો એણે જાણે એક મૌન ધરી લીધુ. હૂ એના સ્વભાવ ની સામે “હા” પાડવા સિવાય કંઈ બોલીજ ના શક્યો.
“હા તમે કોલ કરી શકો છો” એથી વધુ હુ કઈ કહી જ ના શક્યો. “ઓકે તો હુ તમને કાલે સવારે કોલ કરીશ, કોલ રીસિવ કરજો હા. બસ તમારી એક નાની એવી હેલ્પ જ જોઈએ છે. બાય, હૂ તમને કાલે કોલ કરું” એણે એના આ છેલ્લા શબ્દો કહીને ફોન મૂકી દીધો.
થોડી વાર પેહલા હુ એ મૂંઝવણ મા હતો કે સ્નેહા ને હુ કઈ રીતે ફેસ કરીશ, કઈ રીતે મનાવિશ હુ એને, કઈ રીતે સમજાવીશ અને બીજુ ઘણુ બધુ વિચારતો હતો. ને અત્યારે હુ એ વિચારું છુ કે આ કોણ છે જે થોડીજ વાર ની વાતચીત મા મારા વિચારો ને બદલી ગયુ.
“શુ કેતિ હતી સ્નેહા ? કેવી ગય એની પરીક્ષા ?” મમ્મી એ પૂછ્યુ. પણ મમ્મી ને આ અજાણી વ્યક્તિ વાળી વાત તો હુ કઈ રીતે સમજાવુ. જેના વિષે હજુ મારી સમજ મા પણ કઈ નતુ આવી રહ્યું એ વાત મમ્મી ને તો કઈ રીતે સમજાવવી. બસ એટલેજ પછી મમ્મી ને આ વાત ના કેહવી એજ મને યોગ્ય લાગી.
“બસ રોજની વાત હોય એજ હતી મમ્મી, તને તો ખ્યાલ જ છે. બીજુ એમા તો નવું શું હોય” મે મમ્મી ને જવાબ આપ્યો.
પણ શું ખરેખર કઈ નવુ નતુ ? કે નવુ હતુ ને હુ જોઈ નતો શકતો ? પ્રશ્નો ઘણા હતા ને જવાબ માટે કાલ સુધી રાહ જોવી જરૂરી હતી. જોઈએ આ નવી સવાર શું લઈને આવે છે.
“રાત નીકળે છે વિચારો મા
ને નવી સવાર ની શરૂઆત થાય છે,
રાહ છે એના કોલ ની
ને આ નજર વારે – વારે ફોન પર જાય છે…”
ક્રમશઃ…
- Join Our Channel On Whatsapp and Telegram For Daily Updates
2 thoughts on ““SAFAR – સફર” ( ભાગ -4 ) Gujarati Book”